ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા તાલુકાના મટોડા ગ્રામ પંચાયત દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નડતરરૂપ 15થી વધુ કાચા-પાકા દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ અંગેની વિગત એવી છે કે, મટોડા ગામમાં દબાણોને કારણે રસ્તા ઉપરથી ટ્રેક્ટરો તથા વાહનો લઈ જવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી. આથી ગ્રામજનોએ વારંવાર મૌખિક અને લેખિત રજૂઆત કરી ગામમાં નડતરરૂપ રસ્તા પરના દબાણો દૂર કરવાની માંગણી કરી હતી. આ અંગે સરપંચે તથા તલાટીએ જણાવ્યું હતું કે, મટોડા ગામમાં નડતરરૂપ દબાણો દૂર કરવા માટે છેલ્લા કેટલાક સમયથી નોટિસ આપી કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ રસ્તા પરના નડતરરૂપ દબાણો દબાણકર્તાઓ સ્વૈચ્છિક રીતે દૂર ન કરતાં ઉચ્ચ અધિકારીઓની પોલીસ ઉપસ્થિતિ વચ્ચે આશરે 15થી વધુ નડતરરૂપ દબાણો દૂર કરાયા છે.

નૅક પેકેજિંગ લિ.નો IPO 1 જુલાઈએે ખુલશે, પ્રિમિયમ ઇક્વીટી શેર 161 થી રૂ. 170નો પ્રાઇઝ બેન્ડ નક્કી કરાયો









