સાબરકાંઠાના પ્રાચીન સોપડ મહાકાલી મંદિરે સાંસદ શોભનાબેન બારૈયાએ ભાજપ કાર્યકરો સાથે દર્શન કરી આશીર્વાદ લીધા, મંદિર ટ્રસ્ટે ચુંદડી આપી સ્વાગત કર્યું.
હરસોલ : સાબરકાંઠા જિલ્લાના અતિ પ્રાચીન સોપડ મહાકાલી મંદિર મહેરામણ જોવા મળતો હતો. આ વિસ્તારના લોકપ્રિય સાંસદ શોભનાબેન બારૈયા સાથે પાયાના ભાજપી કાર્યકરો અને પૂર્વ હોદ્દેદારો પ્રદિપસિંહ રાઠોડ (છોટુભા) મણીભાઈ પટેલ સાથે મહાકાલી માના દર્શન કરીને સૌ મતદારોને સુખ અને શાંતિ મળે તેવી માને પ્રાર્થના કરીને માના આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર ટ્રસ્ટના પ્રમુખ જયંતીભાઈ પટેલ અને મંત્રી રણજીતસિંહ રાઠોડ સાંસદનું ભાવપૂર્વક સ્વાગત કરીને માનો સુખડીનો પ્રસાદ અને ચુંદડી અર્પણ કરીને સદાય લોક કાર્યો કરીને વધુ લોકપ્રિય બનો તેવી ભાવના વ્યક્ત કરી હતી. વિશાળ સમુદાયમાં ભક્તોએ માને સુખડી અને ભેટો અર્પણ કરી હતી.










