જૈન સંપ્રદાય માટે ચાર્તુમાસનું મહત્વ ખુબ જ અનેરૂ હોય છે. ત્યારે શનિવારે મુનિ મહારાજ અને અન્ય અનુયાયીઓેએ હિંમતનગરમાં ચાર્તુમાસ ગાળવા માટે મળેલા આદેશ બાદ શનિવારે મુનિ મહારાજના સંઘનું હિંમતનગરમાં આગમન થતા તેમના પ્રવેશ નિમિત્તે સામૈયું કરાયું હતુ. આ અંગેની વિગત એવી છે કે, પ.પૂ. યોગતિલક સુરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં અને તેમની આજ્ઞાની બે વર્ષ અગાઉ હિંમતનગરમાં સંસારી જીવન ગાળતા ભાવેશ ભંડારીએ સંસારનો ત્યાગ કરી વૈરાગ્યનો માર્ગ અપનાવ્યા બાદ તેમને દિક્ષા અપાયા પછી મુનિરાજ શ્યાદ્દવાદ તિલક વિજયજીનું નામ આપવામાં આવ્યુ હતુ. તેઓએ સંસારનો ત્યાગ કર્યા બાદ મુનિ મહારાજ હેત તિલક વિજયજીની સાથે ચાર્તુમાસમાં આરાધના કરવા માટે હિંમતનગરના બગીચા વિસ્તારમાં આવેલ જૈન સંઘમાં આવ્યા ત્યારે જ્ઞાતિજનો દ્વારા તેમનું સામૈયું કરવામાં આવ્યુ હતુ. તેઓની પ્રવેશયાત્રામાં અનેક લોકો જોડાયા હતા. હવે તેઓ જૈન રામાયણ ગ્રંથ પર દરરોજ સવારે 7.15થી 8.15 સુધી પ્રવચન આપશે. ઉલ્લેખનીય છે કે, ભંડારી પરિવારના ભાવેશ ભંડારીએ દિક્ષા અંગીકાર કર્યા બાદ તેમના પુત્ર અને પુત્રીએ પણ દિક્ષા લીધી હતી. જેથી તેઓ આ વખતે ચાર્તુમાસ ગાળવા હિંમતનગર પધાર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો