ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા તાલુકા શાળાના પટાંગણમાં પ્રગતિનો પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઈ હતી. આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1ના બાળકોને મુખ્ય અતિથિ વિશેષ તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ ચૌધરી, CRC આકાશભાઈ પટેલ, ન.પાલિકા પ્રમુખ પ્રિયંકાબેન ખરાડી, આરોગ્ય સમિતિના ચેરમેન લતાબેન ભાવસાર, શિક્ષણ સમિતિના ચેરમેન લક્ષ્મીબેન, પરોયા સીટના ડેલિકેટ સવિતાબેન એસએમસી અધ્યક્ષ પ્રેમજીત સિંહ, શક્તિસિંહ સોલંકી, ભદ્રેશભાઈ પટેલ, જીલ્લા કારોબારી સભ્ય જીગ્નેશભાઈ ભાવસાર વગેરેની હાજરીમાં પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં દાતાઓ દ્વારા શાળાના વિકાસ કાર્યોમાં દાન પણ આપવામાં આવ્યું હતું.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: