હિંમતનગર : સાબરકાંઠા એસઓજીએ મંગળવારે બાતમીને આધારે વિજયનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સરોલી ગામે રહેતા ઉનાજી દિનેશભાઈ ખરાડીએ ગેરકાયદે રીતે પોતાના ખેતરમાં પ્રતિબંધિત ગાંજાનું વાવેતર કર્યું હોવાની બાતમીને આધારે એસઓજીના પીઆઈ એ.એમ.વાળા, પીએસઆઈ કે.યુ.ચૌધરી તથા તેમની ટીમે સરોલી ગામે પહોંચી જઈ ખેતરમાંથી અંદાજે 15.580 કિલો ગ્રામના ગાંજાના 10 છોડ ઝડપી લીધા હતા જેની કિંમત અંદાજે રૂ.7.79 લાખ આંકીને એસઓજીએ બે મોબાઈલ મળી રૂ.7.81 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ઉનાજી ખરાડી વિરૂધ્ધ વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: