હિંમતનગર બી. ડિવિઝન પોલીસે બાતમીના આધારે એમ.ડી. (મેફેડ્રોન) ડ્રગ્સના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી તેની સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવાધનને નશાના રવાડેથી બચાવવા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ર્ગત આ સફળ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, બી.ડિવીઝન પીઆઈ ડી.એન.વસાવા તથા સર્વેલન્સ સ્કોડના પીએસઆઈ એ.પી. માળી અને ટીમને મળેલી બાતમીના આધારે માળીના છાપરીયા વિસ્તારમાં મહાકાળી માતાજીના મંદિરની બાજુમાં આવેલા ગોપાલભાઈ અર્જુનભાઈ ગવારીયાના મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. જેની તપાસ દરમિયાન આરોપીના કબજામાં રહેલી નાઈટીના ખિસ્સામાંથી 4.84 ગ્રામ ગેરકાયદેસર એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે રૂ.14,520 હોવાનું મનાય છે. આ ઉપરાંત રૂ.5,000 કિંમતનો મોબાઇલ ફોન અને આધારકાર્ડ સહિત કુલ રૂ.19,520નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો