હિંમતનગર બી-ડિવીઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ બાયપાસ રોડ પર બુધવારે ફરજ દરમિયાન કામે જતા હતા ત્યારે એક અજાણી કારના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી બાયપાસ રોડ પરના ટોલટેક્ષ નજીક પોલીસ કર્મીને અડફેટે લેતાં તેને ઈજા પહોંચી હતી. ત્યારબાદ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લવાયા હતા. અકસ્માતની ઘટના અંગે બી-ડિવીઝન પોલીસે સીસીટીવી ફુટેજની ચકાસણી કરી કારચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, બુધવારે બાયપાસ રોડ પર જતાં અરવિંદભાઈ ગમાર પોલીસની કામગીરીના ભાગરૂપે બાયપાસ રોડ પર આવેલ ટોલટેક્ષ નજીકથી જતા હતા ત્યારે એક કારના ચાલકે પૂરપાટ ઝડપે આવી પોલીસ કર્મીને અડફેટે લઈ ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ આ ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા હતા અને બી-ડીવીઝન પોલીસે સીસીટીવી ફુટેજ તપાસીને કારના ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: