સાબરકાંઠા જિલ્લાના સર્વગ્રાહી વિકાસના મોડેલ, સહકારી, શૈક્ષણિક અને ઐતિહાસિક ગૌરવની પ્રતીતિ કરાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બુધવારથી પ્રગતિ પથ યાત્રાનો પ્રાંતિજ તાલુકાના વદરાડ ખાતે આવેલ સેન્ટર ઓફ એક્સેલન્સથી શરૂ થઈ હતી. જેનું સમાપન હિંમતનગરમાં કરાયું હતું. પ્રગતિ પથ યાત્રાના પ્રથમ દિવસે બુધવારે વદરાડ સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતેથી શરૂ થઇ હતી, જ્યાં બાગાયત અધિકારી બિપિનસિંહ પઢીયાર દ્વારા સેન્ટરની સ્થાપના તેમજ સંસ્થા દ્વારા કરવામાં આવતી આધુનિક કામગીરી અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. ત્યાંથી યાત્રા સલાલ ખાતે આવેલા વૈશ્વિક મહત્વ ધરાવતા કર્કવૃત સાયન્સ પાર્ક ખાતે પહોંચી હતી જ્યાં ખગોળ વિજ્ઞાન અને પૃથ્વીની ગતિવિધિઓ વિશે જીવંત પ્રયોગો દ્વારા માર્ર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ હિંમતનગરના ઐતિહાસિક ન્યાય મંદિર (કોર્ટ) ખાતે પ્રથમ દિવસની પ્રગતિ પથ યાત્રાનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રગતિપથ યાત્રામાં સાબરકાંઠાના સાંસદ, ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પાલિકા પ્રમુખ અરૂણાબેન કડિયા, જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંઘ સાંદુ, પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, અગ્રણી કનુભાઈ પટેલ સહિત વિવિધ હતા.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: