વિજયનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નવાઘરા ઉબરીય ગામની સીમમાં રવિવારે ખેતરનો શેઢો ખેડી નાખવા બાબતે બે ખેડૂત વચ્ચે થયેલો મામલો મારા મારી સુધી પહોંચી જતાં એક જણાને ઇજા થયાના આક્ષેપ સાથેની ફરિયાદ રવિવારે વિજયનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી. આ અંગે નવાઘરા ઉબરીયા ગામના ઇશ્વર નાથાજી પટેલે નોંધાવેલી ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ, તા.5મી જુલાઇના રોજ કાન્તિભાઇ ભીમાજીએ ઇશ્વરભાઇ પટેલના ખેતરનો શેઢો ખેડી નાખ્યો હતો. જે અંગે કહેવા જતાં કાન્તિભાઇએ નાથાજી સોમાજીને અપશબ્દો બોલી લાકડીથી હુમલો કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી કલેકટરના જાહેરનામાનો ભંગ કર્યો હોવાના આક્ષેપ સાથે ઇશ્વર પટેલે કાન્તિભાઇ પટેલ વિરૂધ્ધ રવિવારે વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓ સામે કાયદસેરની કાર્યવાહી હાથ ધરી હતી.
