ઇડરમાં આવેલા એક કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ચાલી રહેલા ટયુશન ક્લાસીસમાં ફાયર સેફ્ટી સહિતની જરૂરી સુવિધાઓના અભાવ અંગે તાજેતરમાં લેખિત રજૂઆત કરાઈ છે. જે સંદર્ભે એક જાગૃત્ત નાગરિકે ગાંધીનગરના ચીફ ફાયર ઓફિસરને લેખિત રજૂઆત કરી યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે. અરજીમાં કરાયેલા આક્ષેપ મુજબ, ઇડરમાં અનેક કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ભાડે દુકાનો અને ઓફિસો લઈ ટયુશન ક્લાસીસ ચલાવવામાં આવી રહ્યા છે. કેટલાક સ્થળોએ 100થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાનો દાવો કરે છે જેથી કોઈ દુર્ઘટના બને ત્યારે બાળકોના જીવ જોખમમાં મુકાવવાની શકયતા છે. જાગૃત્ત નાગરિકે ગાંધીનગર સ્થિત રાજયના ચીફ ફાયર ઓફિસરને કરેલી રજૂઆતમાં આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, ઈડરમાં અનેક સ્થળોએ સરકારના નિયમો મુજબ જરૂરી ફાયર સેફ્ટી સાધનો અને આકસ્મિક પરિસ્થિતીમાં બહાર નીકળવાના માર્ર્ગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ નથી. જેના કારણે આગ જેવી દુર્ઘટના સર્જાય તો વિદ્યાર્થીઓના જીવને જોખમ ઉભું થઈ શકે છે. જેથી સત્વરે સંબંધિત સત્તાધીશો દ્વારા સ્થળ તપાસ કરી નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે તેમજ નિયમોનું ઉલ્લંઘન થતું હોય તો જરૂરી કાર્યવાહી કરવામાં આવે. રજૂઆત બાદ ઇડરમાં દામોદર કોમ્પ્લેક્ષ, શનય કોમ્પ્લેક્ષ, ટાવર ચોક, બાલાજી કોમ્પ્લેક્ષ તેમજ શ્રીનગર વિસ્તારમાં ધમધમી રહેલા ટયુશન ક્લાસીસમાં સુરક્ષા ધોરણોનું પાલન કરાવવાની જવાબદારી તંત્રની બને છે.

નૅક પેકેજિંગ લિ.નો IPO 1 જુલાઈએે ખુલશે, પ્રિમિયમ ઇક્વીટી શેર 161 થી રૂ. 170નો પ્રાઇઝ બેન્ડ નક્કી કરાયો









