હિંમતનગર તાલુકાના હુંજ ગામમાં રહેતા કેટલાક રહીશોને હજુ સુધી CC રોડની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ નથી ત્યારે હુજના મહાદેવ મંદિરનો રસ્તો અધુરો રહેતા આ વિસ્તારમાં આવેલ દરબાર વસાહતના રહીશોને રોજબરોજ અવર જવર કરવા માટે પારાવાળ મુશ્કેલીઓનો સામનો કરવાની નોબત આવી છે.

ગાંભોઈથી ભિલોડા જતા રોજ પર આવેલ હુંજની દરબાર વસાહત તરફ જવા માટે સરકારની વિવિધ યોજના અંતર્ગત અત્યારસુધી ગામમાં કેટલાય ફળીયાઓમાં નાના-મોટા દસ-વીસ મીટરના સિમેન્ટના રોડ રસ્તા બનાવાય છે. પરંતુ હુંજ ગામના છેવાડાના દરબાર વસાહતના ફળીયાઓમાં અડધા રોડ બનાવીને બાકીના રોડનું કામ અધુરૂ છોડી દેવામાં આવ્યું છે જે રસ્તો બનાવાયો હતો તે પણ નબળી કામગીરીને લીધે ચોમાસામાં અત્યારે ઉબડ ખાબડ બની જતાં નામોનિશાન દેખાતા નથી તેવો ગ્રામજનોનો આક્ષેપ છે. મહાદેવ મંદિર તરફના જતાં રોડથી દરબાર ફળીયામાં જતા રસ્તા પરથી લખાભાઇ દરબારના ઘર તરફના ડુંગર સાઇડના વસાહતનો ફળીયાના રોડ પર ઝાળીઝાંખરાને લીધે રસ્તો પણ દેખાતો નથી જે અંગે દરબાર વસાહતના રહીશોએ સ્થાનિક પંચાયતમાં રજુઆત પણ કરી છે.