હિંમતનગરઃ સમર્થ જ્વેલરીએ તાજેતરમાં આણંદમાં શો-રૂમનો શુભારંભ કર્યો છે. અગાઉથી જ સમર્થ જ્વેલરીના શો-રૂમ વિસનગર, હિંમતનગર અને ગાંધીનગરમાં કાર્યરત છે. આણંદમાં ગ્રાહકોને આરામદાયક ખરીદીનો અનુભવ મળે તે માટે શોરૂમમાં ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. લગ્નપ્રસંગની ખરીદી કરતા ગ્રાહકો માટે શોરૂમમાં બે ખાસ પ્રસન્નતા રૂમ બનાવાયા છે, જ્યાં પરિવાર સાથે શાંતિથી જ્વેલરી પસંદ કરી શકશે. ઉપરાંત બાળકો સાથે આવતા ગ્રાહકો
માટે ચાઇલ્ડ કેર રૂમની વ્યવસ્થા રખાઈ છે. શોરૂમના ઉદ્ઘાટન પ્રસંગે ગ્રાહકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. પ્રથમ ત્રણ દિવસમાં જ 3,500થી વધુ ગ્રાહકોએ શોરૂમની મુલાકાત લીધી છે. ઉદ્દઘાટન નિમિત્તે સમર્થ જ્વેલરી દ્વારા વધુ ઉંમર, વધુ ડિસ્કાઉન્ટ ખાસ ઓફર રાખવામાં આવી હતી, જે 23 ઓગસ્ટ રવિવાર સુધી ચાલશે. સમર્થના શોરૂમમાં સોના, હીરા અને ચાંદીના દાગીનાનું વિશાળ કલેક્શન ઉપલબ્ધ છે.
