હિંમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વેપાર ભવનની કોમ્પ્યુટર ટાઈપની દુકાનમાંથી બે દિવસ અગાઉ એક શખ્સે અંદાજે રૂ.1.50 લાખની રોકડ ચોરી થઈ હતી.આ અંગે વેપાર ભવનમાં કોમ્પ્યુટર ટાઈપની દુકાન ધરાવતા ઝાકીરહસેન અબ્દુરરહમાન કાબલીવાલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તા.30 જૂનની રાત્રે તેમની દુકાનમાં ચાંદનગરમાં રહેતા શકીલશા રફીકશા દિવાને કોમ્પ્યુટરની દુકાનમાં પ્રવેશ કરી ઓફિસના ડ્રોવરનું તાળુ તોડી તેમાંથી રૂ.1.50 લાખની ચોરી કરી લઈ જતાં ઝાકીરહુસેન કાબલીવાલાએ શકીલશા દિવાન વિરૂધ્ધ બુધવારે બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો