સમગ્ર દેશના અસંખ્ય ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતાં તથા મોંઘવારી સહિત ખેતી ખર્ચમાં વધી જતાં ખેડુતોને ખેતી પોસાઈ શકે તેમ નથી જેથી સાબરકાંઠા કિસાન સભાના નેજા હેઠળ તાજેતરમાં સાબરકાંઠાના સાંસદ તથા ધારાસભ્યોને અપાયેલા આવેદનપત્રમાં વડાપ્રધાનને સંબોધી કેટલીક માંગણીઓ અંગે યોગ્ય કરવાની માંગ કરી છે. આ આવેદનપત્ર સાંસદના નિવાસ સ્થાને તથા ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા
તથા ભાજપ કાર્યાલયમાં અપાયું હતું. જે પ્રસંગે ગુજરાત કિસાન સભાના અગ્રણી પરસોતમદાસ પરમાર, સભ્ય નીતિશ નાયર, સત્યેગા લેઉવા, સાબરકાંઠા જિલ્લા કિસાન સભાના જિલ્લા
પ્રમુખ સોનસિંહ મકવાણા, ઉપપ્રમુખ દિલાવરસિંહ ઝાલા, દિનેશ પરમાર તથા અન્ય કાર્યકરોની ઉપસ્થિતીમાં અપાયેલા આવેદનપત્રમાં જણાવાયા મુજબ, ખેડૂત, ખેત મજૂરના દેવા માફ,
પાક માટે એમએસપીની ગેરંટી માટેનો કાયદો બનાવો, અમેરિકા સાથે મુક્ત વ્યાપાર સમજુતી રદ કરો, 60 વર્ષની ઉંમરે ખેડૂત ખેત મજૂરો માટેનો કાયદો બનાવો, રાસાયણિક ખાતરની કૃત્રિમ
અછત દૂર કરો, ખાતરના વિતરણમાં ઓટીપી સિસ્ટમ બંધ કરો, પાક રક્ષણ માટે પાક વીમા, યોજના શરૂ કરો, મજૂર વિરોધી ચાર લેબર કોડ રદ કરો, મનરેગા યોજના ફરી શરૂ કરો, સ્માટૅ મીટર લગાડવાનું બંધ કરવાની માંગ કરાઈ હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો