રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના આદેશ અનુસાર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, 1881 હેઠળના કેસો, ખાસ કરીને કલમ 138 સંબંધિત બાબતો માટે શનિવારે સાબરકાંઠાની તમામ અદાલતોમાં ખાસ લોક અદાલતનું આયોજન કરાયું હતુ. જેમાં અંદાજે 405 કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાની તમામ અદાલતોમાં જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ અને મુખ્ય જીલ્લા ન્યાયાધીશના માર્ગદર્શન હેઠળ તથા સચિવ સી.પી.ચારણની ઉપસ્થિતમાં યોજાયેલ લોક અદાલતને સફળ બનાવવા માટે જિલ્લામાં હિંમતનગર તથા તાલુકા કોર્ટના બાર એસોસિયેશનના પ્રમુખ તેમજ વકીલઓ, પક્ષકારો હાજર રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો