સામાન્ય રીતે છેલ્લા કેટલાક સમયથી નશાખોરો તથા અસામાજીક તત્વો જયારે પણ ચોરી કરે છે ત્યારે તેમને કશી ખબર હોતી નથી ત્યારે હિંમતનગર તાલુકાના રાયગઢ ખાતે આવેલ અંતિમધામમાંથી થોડાક સમય અગાઉ અજાણ્યા શખ્સો મૃતદેહને અગ્નિદાહ આપવા માટે ઉપયોગમાં લેવાતી લોખંડની સગડીનો કેટલોક ભાગ ચોરી કરીને લઈ ગયા હતા. એટલુ જ નહીં પણ સ્મશાનમાં આવેલ પતરાના શેડ પણ કટાઈ ગયો હોવાને કારણે ચોમાસામાં અગ્નિદાહ આપવા માટે મુશ્કેલી પડે તેવું ગ્રામજનો માની રહ્યા છે. આ અંગેની વિગત એવી છે કે, રાયગઢમાં ગામના સિમાડામાં આવેલ અંતિમધામમાં અવાર નવાર અનેક સમાજના કોઈ સ્વજનનું અવસાન થાય ત્યારે ડાઘુઓ શબને લઈ સ્મશાન ગૃહમાં જાય છે પરંતુ થોડાક સમય અગાઉ સ્મશાન ગૃહમાં રખાયેલ સગડીનો કેટલોક ભાગ અજાણ્યા શખ્સો ચોરી કરીને લઈ ગયા હતા. તો બીજી તરફ સ્મશાન ગૃહમાં લગાવાયેલ લોખંડની એંગલો અને તેની ઉપર લગાવાયેલ શેડના પતરા પણ ગરમી તથા વરસાદને કારણે વાતાવરણની અસરોથી કટાઈ ગયા છે. તો બીજી તરફ હવે ચોમાસુ માથે છે ત્યારે જરૂર પડે કોઈ સ્વજનનું અવસાન થાય અને આ સ્મશાનમાં અગ્નિદાહ આપવાની જરૂર પડે ત્યારે જો વરસાદ ચાલુ હોય તો ડાઘુઓને વરસાદ બંધ થાય ત્યાં સુધી રાહ જોવાની નોબત આવે તેવી શકયતા ગ્રામજનો દર્શાવી રહ્યા છે જેથી સંલગ્ન વિભાગ અથવા સ્થાનિક પંચાયત દ્વારા આ અંતિમધામને ઉપયોગી બને તેવું બનાવવું જોઈએ.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: