ગુરૂવારે હિંમતનગર બી.ડિવીઝન અને તલોદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ મોહનપુર ગામેથી મળી અંદાજે પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની રૂ.57 હજારની કિંમતની 115 ફીરકી સાથે ત્રણ જણાની અટકાયત કરી હતી.આ અંગે બી.ડિવીઝન પોલીસના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, શુક્રવારે હિંમતનગર બસસ્ટેન્ડ સામે આવેલ કોમ્પલેક્સ પાસેના રોડ પર એક્ટિવા લઈને બે ઈસમો ઉભા હતા. તેમની હિલચાલ શંકાસ્પદ જણાતાં પોલીસે બંનેને અટકાવી પુછપરછ કરી હતી. ત્યારબાદ બી.ડિવીઝન પોલીસે આયન કલ્પેશભાઈ વાઘેલા અને પિયુષ રાજેશભાઈ વાઘેલાને ઝડપી લઈ તેમની પાસેના કોથળામાંથી રૂ.12,500 ની કિંમતની 25 ચાઈનીઝ દોરીની ફીરકી કબજે લીધી હતી. ત્યારબાદ બંનેની અટકાયત કરી જાહેરનામાના ભંગ બદલ બી.ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. તલોદના પી.એસ.આઈ એસ.એમ.વસોયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમણે ગુરૂવારે પેટ્રોલીંગ દરમિયાન ફોજીવાડા ગામે આવેલ ઠાકોર ફળીયામાં રહેતા રવિન્દ્ર ગોવિંદભાઈ પ્રજાપતિ પાસે ચાઈનીઝ દોરીનો જથ્થો હોવાની માહિતી મળ્યા બાદ તલોદ પોલીસે રવિન્દ્ર પ્રજાપતિ મોહનપુરામાં ચાઈનીઝ દોરી વેચતો હોવાની જાણ થયા બાદ પોલીસે તરત જ તપાસ કરીને રવિન્દ્ર પ્રજાપતિના કબજામાંથી રૂા. 45 હજારની કિંમતની પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 90 ફીરકીઓ કબજે લીધી હતી. ત્યારબાદ પોલીસે જથ્થો કબજે લઈ રવિન્દ્ર પ્રજાપતિ વિરૂધ્ધં ફરિયાદ નોંધાવી હતી.

Vadodara : વાઘોડિયાના વલવા ગામમાં કિંમતી ખેરના લીલા ઝાડ કાપતા બે ચોર રંગેહાથ ઝડપાયા









