હિંમતનગર : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શુક્રવારે સાબરડેરીના કેટલ ફીડ પ્લાન્ટ ખાતે પર્યાવરણ જાગૃત્તિ અને હરિત સંદેશ પ્રસરાવવા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક કચેરી હિંમતનગરના અધિકારી પ્રિયંકા પટેલ, ચિરાગ ખરાડી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પર્યાવરણ સંરક્ષણ, હરિયાળી વધારવા અને પ્રદૂષણ નિયંત્રણ અંગે જાણકારી અપાઈ હતી. ઉપસ્થિત અધિકારીઓએ પર્યાવરણ બચાવવા માટે વૃક્ષારોપણ અને કુદરતી સંસાધનોના સંરક્ષણનું મહત્વ સમજાવ્યુ હતું. સાબરડેરી કેટલ ફીડ પ્લાન્ટના સ્ટાફ સભ્યો દ્વારા પણ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન વૃક્ષો વાવો, જીવન બચાવોનો સંદેશ આપવામાં આવ્યો હતો. સાબરડેરી દ્વારા ચેરમેન શામળ પટેલના નેતૃત્વમાં પર્યાવરણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં ભવિષ્યમાં પણ આવા જાગૃત્તિ કાર્યક્રમો યોજવાની ખેવના વ્યક્ત કરાઈ હતી.

Amreli : પ્રેગ્નન્ટ સિંહણના મોતમાં મોટી કાર્યવાહી, 2 દિવસ સુધી સિંહણ તરફડતી રહી ને વન વિભાગ ઊંઘતું રહ્યું, બેદરકાર ફોરેસ્ટરની બદલી









