હિંમતનગર : સાબરકાંઠા જિલ્લાના તલોદ પોલીસે શુક્રવારે ડીઝલ ચોરીના બે જણાને અમદાવાદથી ઝડપી લીધા હતા. આ બંને જણાએ તાજેતરમાં તલોદના ટીમ્બા પાસે આવેલા પેટ્રોલ પંપ પરથી ટેન્કરમાંથી ડીઝલની ચોરી કરી હતી. ત્યારબાદ તલોદ પોલીસે તેમની પાસેથી ચોરીનું ડીઝલ અને ષુનામાં વપરાયેલી કાર કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે તલોદ પોલીસ સ્ટેશનના પીઆઈ સી.જી.રાઠોડે જણાવ્યું હતું કે તલોદ તાલુકાના ટીમ્બા ચોકડી પાસેના પેટ્રોલ પંપ પર પાર્ક કરેલા ટ્રકની ડીઝલ ટાંકીનું લોક તોડી 225 લિટર ડીઝલ (કિંમત રૂ.22,826)ની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ પીએસઆઈ બી.એલ.રાયજાદા અને તેમની ટીમે આ ષુનાની તપાસ હાથ ધરી હતી. પોલીસે હ્યુમન સોર્સ, સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરી હતી. આ તપાસમાં ગુનામાં સંડોવાયેલી સફેદ રંગની કાર નં.જીજે.01કેએલ.9698 અમદાવાદથી મળી આવી હતી. જે આધારે પોલીસે આ કાર અને ચોરીના ડીઝલ સાથે બે જણાને ઝડપી લીધા હતા. પકડાયેલામાં પિરમબહાદુર ઉર્ફે જીતુ ઉર્ફે નેપાળી વિરબહાદુર રાજપુત (રહે.મૃદુલ પાર્ક સોસાયટી, હરિદર્શન સોસાયટી, અમદાવાદ) અને દિગ્વિજયસિંહ રામસિંહ ડોડીયા (રહે.અમરાઈવાડી, જૂની દેના બેંક સામે, સત્યનારાયણનષર, અમદાવાદ) તરીકે થઈ હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: