હિંમતનગરઃ પ્રાંતિજ તાલુકાના તાજપુર-મજરા હાઈવે પર આવેલ એક કોફીબાર સામે મંગળવારે રાત્રે એક કાર ડિવાઈડર પર ચઢી સર્વિસ રોડ પર જઈ પલ્ટી ખાઈ જતાં બે જણાને ઈજા પહોંચી હતી. જે અંગેની વિગત એવી છે કે મંગળવારે રાત્રે તાજપુર-મજરા રોડ પરથી જઈ રહેલ કાર નં.જીજે.27ઈએચ.9322 ચાલક હિંમતનગર તરફ જતા હતા ત્યારે અચાનક ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં કાર ડિવાઇડર પર ચઢી સર્વિસ રોડ પર પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા બે જણાને ઈજા પહોંચતા તેમને 108 મારફતે સારવાર માટે ખસેડાયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો