રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા ઓપરેશન કારાવાસ-2 હેઠળ તાજેતરમાં સાબરકાંઠા LCBએ બાતમીને આધારે મંગળવારે તલોદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગુલાબની મુવાડી પાસેની એલ્યુમિનીયમ સેકશનની ભંગારની કંપનીમાંથી રૂ.3 લાખથી વધુના એલ્યુમિનીયમ ભંગારની ચોરીમાં સંડોવાયેલ બંને જણાને હિંમતનગરમાંથી ઝડપી લીધા હતા. ત્યારબાદ પકડાયેલા બંને વિરૂધ્ધ તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. આ અંગે એલસીબીના પીઆઈ ડી.સી.સાકરીયા, પીએસઆઈ એસ.જે.ચાવડા તથા સ્ટાફના જણાવાયા મુજબ, મંગળવારે તેમને એવી બાતમી મળી હતી કે, ગત તા.23થી 25 ફેબ્રુઆરીના સમયગાળામાં ગુલાબની મુવાડીની સીમમાં આવેલ એલ્યુમિનીયમ સેકશનની કંપનીમાંથી 30 કિલો વજનના ભંગારના 40 ગઠ્ઠા મળી રૂ.3 લાખની મત્તાની ચોરી કરી હતી. જે અંગેની ફરિયાદ તલોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ પોલીસે બાતમીને આધારે હિંમતનગર બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી સની ગણપત ભરથરી અને મનોજ મંગળભાઈ રાવળ (બંને રહે.હરસોલી ચોકડી, જિ.ગાંધીનગર) હિંમતનગર બસ સ્ટેન્ડ વિસ્તારમાં ફરે છે જે આધારે એલસીબીએ બંનેને ઝડપી લઈ પુછપરછ કર્યા બાદ આ બંને જણાએ ચાર મહિના અગાઉ ગુલાબની મુવાડીની સીમમાં આવેલ એલ્યુમિનીયમ સેકશનની કંપનીમાં ચોરી કરી હોવાની કબૂલાત કર્યા બાદ તેમની ધરપકડ કરી વધુ તપાસ માટે તલોદ પોલીસને હવાલે કરાયા હતા.

Surat: 10 હજારની લાંચ માંગનાર હોમગાર્ડ જવાન શિવાજી ઉગલેની ACB દ્વારા ધરપકડ









