હિંમતનગર, ગાંભોઈ : હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગાંભોઈ ત્રણ રસ્તા પાસેના પુલ નીચેથી બુધવારે સ્થાનિક પોલીસે દારૂની હેરાફેરીના ગુનામાં સંડોવાયેલા બે જણાને પોલીસે ઝડપી લઈ બંને વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે ગાંભોઈના પીઆઈ એ.આર.ચૌધરી તથા સ્ટાફના જણાવાયા મુજબ, ત્રણ માસ અગાઉ દારૂની હેરાફેરી કરવા બદલ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ધોલવાણી ગામના કુલદીપ કાંતિભાઈ ભગોરા અને નિલેશ કાંતિભાઈ ભગોરા વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હોવા છતાં આ બંને જણા નાસતા ફરતા હતા. દરમિયાન ગાંભોઈ પોલીસને બુધવારે મળેલી બાતમીને આધારે બંનેને ગાંભોઈ ત્રણ રસ્તા બ્રિજ પાસેથી ઝડપી લેવામાં આવ્યા હતા.
