વિજયનગર : વિજયનગર ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગતરોજ તાલુકા પંચાયતના કમ્પાઉન્ડ તેમજ વિજયનગર પશુ દવાખાનાથી કબીર મંદિરને જોડતા માર્ગ પર વ્યાપક સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અભિયાન દરમિયાન જેસીબીની મદદથી ઝાડ-ઝાંખરા, કચરો અને અન્ય ગંદકી દૂર કરવામાં આવી હતી. સાથે જ સફાઈ કર્મચારીઓ દ્વારા સમગ્ર વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા માટે સઘન કામગીરી કરવામાં આવી હતી. તલાટી કમ મંત્રીને નાગરિકોને જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા તેમજ સ્વચ્છતા જાળવવામાં સહભાગી બનવા અપીલ કરી હતી. ગ્રામજનો દ્વારા પણ પંચાયતની આ કામગીરીને આવકારી સ્વચ્છ વિજયનગર માટે સહયોગ આપવાની તૈયારી દર્શાવવામાં આવી હતી.
