લંકામાં રાવણનો વધ કરી દિવાળીને જયારે ભગવાન શ્રી રામ અયોધ્યામાં પ્રવેશ કર્યો ત્યારે અયોધ્યાવાસીઓએ દિપમાળ અને વિવિધ રંગોની રંગોળી બનાવી ભગવાનનું સ્વાગત કર્યું હતું. ત્યારથી આજ સુધી રંગોળી પુરવાની કળા અકબંધ રહી છે. જો કે આજની રંગોળીએ મોર્ડન લૂક અપનાવ્યો હોવાની સાથે સાથે રંગોળી રંગોળીનું મહત્વ પણ વધી રહ્યું છે. રંગોળીનાં રંગો વિનાની દિવાળી શક્ય નથી, રંગોળીનાં રંગો નદીની રેતી, તથા ચીરોડીમાંથી બને છે. રંગોળી પુરવા માટે લોકો ભીની માટી છે. છાણાનું લીપણ કરે છે. લીંપણ સુકાયા બાદ બહેનો તેના પર સફેદ, પીળો, ગુલાબી, લાલ પોપટી, મોરપીંછ જેવા જરૂરીવાળા રંગેથી સુસ્વાગતમ્, ભલેપધાર્યા, શુભ દિપાવલી, નૂતન વર્ષાભિનંદન, હેપ્પી દિવાલી, હેપ્પી ન્યુ યર જેવા લખાણો, ગણેશજી, લક્ષ્મીજીના પગલાં, ખંપાળી, શુભ-લગ્ન શ્રી જેવી ધાર્મિક રંગોળી તેમજ કુદરતી દ્રશ્ય પશુપક્ષીઓ, કેરી, ફુલ, ફ્રિહેન્ડ, જેવી વિવિધ ડિઝાઈનો રંગોળી બનાવે છે.

છેલ્લા ઘણા વર્ષથી આવી વિવિધ લખાણો તેમજ ડિઝાઈનવાળી રંગોળી ઘર આંગણે બનાવતી મહિલાઓ દ્વારા આવી રંગોળી બનાવવા માટે બજારમાં મળતાં રોલ, બીંબા વિવિધ ડિઝાઈનના ટપકાવતા પ્લાસ્ટિકનાં અને કાગળનાં પેપર તેમજ રંગોળી પૂરવાની ઉપયોગથી રંગોળી બનાવતી અત્યં સરલ અને આકર્ષક રહે છે. તો ઠેકઠેકાણે આ પર્વને અંતર્ગત બનાવવામાં આવતી રંગોળીઓના પગલે રીતે હરીફાઈ જોવા મળે છે. અને દરેક પોતાની રંગોળીને બજાથી ડીફરન્ટ લૂક આપી અન્યથી ચઢીયાતી બનાવવા રંગોળી બનાવતી વખતે રંગની સાથે સાથે કળશ, દિવડા, સોપરી લેશ, કે નાડાછડી, જરી, તેમજ ફુલોથી ડેકોરેશન કરતા હોય છે. જોકે રંગોળીએ જમાના સાથે કદમ મિલાવતા આધુનિક રૂપરંગ ધારણ કર્યા છે. દિવાળીમાં ઈકોફેન્ડલી રંગોળીની બોલબાલા હોય છે ત્યારે આ રંગોળીના રંગીન અને ડેકોરેટીવ કાગળ તથા હાર્ડબોડથી બનેલી આ રંગોળીને ઘરના ખૂણામાં કે સેન્ટરમાં મૂકી દેવાની હોય છે તેમાં ખરાબ કે ભૂંસાઈ જવાનો કોઈ ભય રહેતો નથી. આ પ્રકારની રંગોળી બજારમાં200 થી 350 રૂપિયા સુધી બજારમાં મળી રહે છે.

હાલ બજારમાં રંગોની સાથે રંગોળી બનાવવા માટેના તૈયાર ફર્મા પણ મળતા હોવાથી હવે રંગોળી બનાવવી આસાન બની છે. ઉપરાંત હવે રંગોળી પુરાવ માટે રોલર પણ બજારમાં મળતા થયા છે. આવા રોલરમાં રંગ ભરી જે-તે જગ્યાએ રોલર ફરેવી આકર્ષક રંગોળી બનાવી શકાય છે. જોકે હજુ પણ ગ્રામ્ય વિસ્તારમાં કેટલીક ગૃહિણીઓ દ્વારા જાતે બનાવવામાં આવેલ રંગાળીની પ્રથા હજુ જોવા મળે છે. સાથે સાથે શહેરી વિસ્તારમાં પણ કેટલીક યુવતીઓ હજુ પોતાની આવડત અનુસાર રંગોળી બનાવતી હોય છે. હાલ બજારમાં પર્વની શરૂઆત સાથે રંગો તેમજ રંગોળીના તૈયાર ફર્માની માંગમાં વધારો થયો છે. વિવિધ ડીઝાઈનના ફર્મા રૂ.30 થી લઈને રૂ.200 સુધી તેમજ રંગોળી પુરવાના રૂ.20 થી લઈ રૂ.50 સુધીના વિવિધ રોલર પણ વેપારીઓ દ્વારા વેચાણ અર્થે મુકાયા છે. રંગોળી બનાવવીએ એક કળા છે. રંગોળી ધાર્મિક સાંસ્કૃતિક સમાજના આસ્થાના પ્રતિક સમા છે. રંગોળી પ્રત્યે એક માન્યતા એવી છે કે ઘરનાં પ્રવેશદ્વારે રંગોળી કરવાથી લક્ષ્મીજીનો વાસ તથા રંગીન અને પ્રફુલ વાતાવરણ સર્જાય છે. દિવાળી દરમ્યાન નવવધુ પાસે રંગોળી પુરાવી તેને ઘરના વડીલ દ્વારા ભેટ આપવાનો પણ ઘણાં સમાજમાં જોવા મળે છે. તો કેટલાક લોકો રંગોળીને શુકનની નિશાની માની દિવાળીના શુભ દિવસોમાં જ નહીં પરંતુ બારે માસ ઘરના પ્રવેશ દ્વારે રંગોળી સજાવતા હોય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો