સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના નવાનગર ખાતે શુક્રવારે તા.5મી જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી. જે પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારિતા, શિક્ષણ વિભાગ તથા જિલ્લાના પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમમાં પ્રકૃતિના જતન અને સંવર્ધન માટે સામૂહિક વૃક્ષારોપણનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. હિંમતનગરના નવાનગર તળાવની પાળે વિવિધ 12 પ્રકારના પરંપરાગત અને સ્વદેશી વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં પ્રભારી મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લીમડો, આંબો, ભદ્રાક્ષ, અર્જુન સાદડ, પારસ પીપળ અને સિંદૂર જેવા પર્યાવરણ માટે અત્યંત ઉપયોગી એવા સ્વદેશી છોડવાઓનું રોપણ કરીને હરિયાળી ક્રાંતિને વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સાબરકાંઠાના સાંસદ અને હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા, જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલ અને જિલ્લા પોલીસવડા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલે પણ વૃક્ષારોપણમાં સહભાગી થઈ પર્યાવરણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ઉપરાંત નાયબ વન સંરક્ષક ડૉ.ડી.એફ.ગઢવી, નાયબ વન સંરક્ષક, સાબરકાંઠા વન વિભાગ પી.જે.ચૌધરી, કનુભાઈ પટેલ, વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, સરકારી કર્મચારીઓ અને નવાનગરના ગ્રામજનોએ ઉપસ્થિત રહ્યા હતા.

Amreli : પ્રેગ્નન્ટ સિંહણના મોતમાં મોટી કાર્યવાહી, 2 દિવસ સુધી સિંહણ તરફડતી રહી ને વન વિભાગ ઊંઘતું રહ્યું, બેદરકાર ફોરેસ્ટરની બદલી









