સાબરકાંઠા જિલ્લા યુવા અધિકારીની કચેરીના જિલ્લા યુવા અધિકારીના માર્ર્ગદર્શન હેઠળ, માય ભારતના સક્રિય બે યુવા કાર્યકરોને તાજેતરમાં નવી દિલ્હીના ભારત સભા મંડપ ખાતે આયોજિત વિકસીત ભારત યુવા સંવાદ કાર્યક્રમમાં હાજર રહેવા મળેલા આમંત્રણ બાદ આ બંને યુવા કાર્યકરો સાથે રમતગમત અને જળશક્તિ વિભાગના કેબિનેટ મંત્રીએ વિકસિત ભારત યોજના અંતર્ગત સંવાદ કર્યો હતો.


આ અંગેની વિગત એવી છે કે, સાબરકાંઠા જિલ્લાના તલોદના કમલેશ સોલંકી અને ઈડરના મયુર પંડયાએ રાષ્ટ્રીય કક્ષાએ જિલ્લાનું ગૌૈરવ વધાર્યું છે. તેઓની સમાજ પ્રત્યેની નિષ્ઠાપૂર્વકની સેવાઓને ધ્યાનમાં રાખીને ભારત સરકારના મંત્રાલય દ્વારા ગત તા. 9મીથી 12 જાન્યુઆરી દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત વિકસિત ભારત યુવા સંવાદ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાન તરીકે નિમંત્રણ અપાયું હતુ. ત્યારબાદ આ બંને યુવા કાર્યકરોએ કેબિનેટ યુવા અને રમત-ગમત મંત્રી મનસુખ માંડવીયા અને કેબિનેટ જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ દ્વારા તેમના નિવાસસ્થાને રાત્રિ ભોજન માટે બોલાવાયા હતા. જ્યાં સંવાદ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવા માટે યુવાનો આગામી સમયમાં કેવી રીતે યોગદાન આપી શકે તે બાબતે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત, દેશના યુવાધનને બચાવવા માટે નશામુક્ત ભારત બનાવવાના સંકલ્પ સાથે કેવા નક્કર પગલાં ભરી શકાય તે વિષય પર માર્ગદર્શન અને ચર્ચા કરાઈ હતી. આમ સાબરકાંઠાના આ બે યુવાનોની ઉપલબ્ધિ જિલ્લા માટે ગૌરવ સમાન છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: