સાબરકાંઠા જિલ્લા પોલીસવડાની રાહબરી હેઠળ શુક્રવારે એન્ટી નાર્કોટીકસ વીંગ દ્વારા પોશીના તાલુકાના દોતડ ગામની સીમમાંથી માદક પદાર્થ તરીકે ઓળખાતા 13.143 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે પોલીસે તેની અટકાયત કરી એન્ડીપીએસ એકટના ભંગ બદલ પકડાયેલા શખ્સને પોશીના પોલીસને હવાલે કરાયો હતો. આ અંગે એન્ટી નાર્કોટીકસ વીંગના પીઆઇ એલ.જે.વાળાના માર્ર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.કે.ગજ્જર અને તેમની ટીમ શુક્રવારે પોશીના પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે એવી બાતમી મળી હતી કે, દોતડ ગામે રોડની સાઇડમાં રહેતા પ્રવિણ બાબુભાઇ તરાલે પોતાના મકાનની બાજુમાં આવેલ ભોગવટાવાળા ખેતરમાં કોઇપણ જાતની પાસ પરમીટ લીધા વિના ગેરકાયદે ગાંજાનું વાવેતર કર્યુ હતુ. આ બાતમીના આધારે સાબરકાંઠા એન્ટી નાર્કોટીકસ વીંગ દ્વારા તરત જ દોતડ ગામે જઇ પ્રવિણ તરાલના ખેતરની મુલાકાત લઇ અંદાજે રૂપિયા 6.57 લાખથી વધુની કિંમતના અંદાજે 13.143 કિલોગ્રામના 10 છોડ ઝડપી લીધા હતા. ત્યારબાદ પોલીસે પુછપરછ કરી તેને ખેતરમાં કપાસની આડમાં ગાંજાનું વાવેતર કર્યુ હોવાની કબુલાત કર્યા બાદ પોલીસે રૂપિયા 6,57,150ની કિંમતનો જથ્થો કબ્જે લઇને તેને પોશીના પોલીસને હવાલે કરાયો હતો. ગાંજાના જથ્થા સાથે પોલીસે તેની અટકાયત કરી એન્ડીપીએસ એકટના ભંગ બદલ પકડાયેલા શખ્સને પોશીના પોલીસને હવાલે કરાયો હતો. પોલીસની રેડથી વિસ્તારમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
