ગણેશચતુર્થી આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે હિંમતનગર સહિત જિલ્લાના અન્ય ઠેકાણે બજારોમાં ગણેશજીની મૂર્તિઓની ખરીદી માટે ભક્તોની ભીડ વધી રહી છે. આ વર્ષે પર્યાવરણ પ્રત્યેની જાગૃતિને કારણે બજારમાં માટીની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ અને પીઓપીની મૂર્તિઓ વચ્ચે ભાવ અને માંગમાં તફાવત દેખાઈ રહ્યો છે. માટીની ઈકો-ફ્રેન્ડલી મૂર્તિઓ પર્યાવરણને નુકસાન ન પહોંચાડતી માટીની મૂર્તિઓની માંગમાં ઉછાળો આવ્યો છે.
ગણેશચર્તુથી નિમિત્તે ગણેશજીનું મૂર્તિઓનું વેચાણ કરતા હિંમતનગરના એક દુકાનદારે જણાવ્યું હતું કે મારે ત્યાં આ વર્ષે મહારાષ્ટ્ર કલેક્શનની મૂર્તિની માંગ વધારે છે. કુદરતી રંગો અને વધારાની મહેનતના કારણે આ મૂર્તિઓ અન્ય મૂર્તિઓ કરતાં મોંઘી છે. જોકે નાની માટીની મૂર્તિઓ 6 ઈંચ થી લઈને 5 ફૂટ સુધીની રૂ.350 મૂર્તિઓ છે, છતાં 120 મૂર્તિનુ બુકિંગ થઈ ચુકયું છે ગણેશની મૂર્તિઓના ભાવ અંગે તેમણે જણાવ્યું હતું કે અત્યારે બજારમાં રૂ.150 થી લઈને 22500 સુધીની નાની મોટી મૂર્તિઓ વેચાણ માટે મુકાઈ છે અન્ય એક દુકાનદારે જણાવ્યું હતુ કે મારે ત્યાં રૂ.200 થી લઈને 10 હજાર સુધીની માટીની મૂર્તિઓ છે. જોકે આ વર્ષે મહારાષ્ટ્ર કલેક્શન અને કલકત્તા કલેક્શનની માંગ વધારે છે.
