હિંમતનગરના ખેડ-તસીયા રોડ પર ગત રાત્રે તસ્કરોએ એકસાથે ચાર જેટલી દુકાનોને નિશાન બનાવીને પોલીસ પેટ્રોલીંગ સામે સવાલો ઉભા કર્યા છે. આ આખી ઘટનાને પગલે વેપારીઓમાં ભારે રોષ અને ફફડાટ જોવા મળી રહ્યો છે.


તસ્કરોએ ચાર દુકાનોને નિશાન બનાવી

તસ્કરોએ સૌથી પહેલા સુંદરગઢ નજીક ગાયત્રી આશ્રમ પાસે એક પાન-મસાલાનો ગલ્લો તોડ્યો હતો. ત્યારબાદ નવા ગામ પાસે તસ્કરોએ પોતાની ચોરીનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું અને નીચે મુજબની ત્રણ દુકાનોના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો.

રોકડ અને સામાન પર હાથ સાફ

તસ્કરોએ આ દુકાનોમાંથી દુકાનમાં રાખવામાં આવેલી રોકડ રકમ ઉપરાંત, પાન-મસાલા, કરિયાણાનો કિંમતી સામાન અને ખેતી માટેની મોંઘી દવાઓ સહિતનો મુદ્દામાલ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સવારે જ્યારે વેપારીઓ પોતાની દુકાન ખોલવા આવ્યા ત્યારે તાળા તૂટેલા જોઈને ચોરી થયાનું માલૂમ પડ્યું હતું.

આ પણ વાંચો: Morbi: ઘનશ્યામપુર ગામની સીમમાં સર્જાયો અકસ્માત, ટ્રેક્ટરને ઓવરટેક કરવા જતા યુવકનું મોત

  • Follow us on: