વડાલી : વડાલી તાલુકાના ડોભાડા ગામે ડોભાડા રાજપૂત સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો. રાજપુત સમાજના 1થી 3 નંબર લાવનાર તેજસ્વી 31 દીકરા દીકરીઓનું સન્માન આ તબક્કે કરવામાં આવ્યું. તેમજ સરકારી અને ખાનગી ક્ષેત્રે વિશિષ્ટ પદવી મેળવનાર સમાજના વ્યક્તિઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું. આ તબક્કે વડીલો દ્વારા સમાજના કુરિવાજો દૂર કરી વ્યસન મુક્ત થઈ યુવાનો શિક્ષણ મેળવે એ બાબત ઉપર ભાર મૂકી સમાજને ઉચ્ચ કક્ષાએ લઈ જવા સૂચન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં સમાજના વડીલો,આગેવાનો, તેમજ યુવા ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા
