વડાલી નગરના ધરોઈ રોડ ઉપર આવેલ 1500 વર્ષ અતિ પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિરના લાભાર્થે શિવપુરાણ મહાકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા સાત દિવસથી શ્યામસુંદર મહારાજ ઉપસ્થિત જનમેદનીને પોતાની અમૃતવાણી દ્વારા શિવપુરાણ કથાનું રસપાન કરાવી રહ્યા છે. ત્યારે રવિવારે કથાના પૂર્ણાહુતિ પ્રસંગે કથા મંડપ ખાતે ભાવિકોનો મહાસાગર ઉમટી પડયો હતો. કથાના સમાપન પ્રસંગે વિશ્વ શાંતિ માટે શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈજનાથ દાદા મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર માટે નગરજનોએ ઉત્સાહભેર મોટી રકમોના દાન આપી આયોજન કમિટીનો ઉત્સાહ વધાર્યો હતો. જ્યારે આયોજન કમિટી દ્વારા સમગ્ર વડાલી નગરના મંદિરોના પટ્વૂજારીઓ, સાધુ સંતો સહિત દાનવીરોનું બહુમાન કરી આભાર વ્યક્ત કર્યો હતો.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: