સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હિંમતનગર શહેરના વ્યસ્ત ગણાતા હાથમતી બ્રીજ પરથી એક અજાણી યુવતીએ અચાનક નીચે કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ત્યાં હાજર લોકોની સમયસૂચકતા અને નસીબના જોરે યુવતીનો જીવ બચી ગયો છે.
અગમ્ય કારણોસર ઉઠાવ્યું પગલું
ઘટનાની મળતી માહિતી અનુસાર, યુવતીએ કયા કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. બ્રીજ પરથી નીચે પટકાવાને કારણે યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.
