બાયડ : સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અરવલ્લી જિલ્લાની તાલુકા કક્ષાની યોજાયેલી કબડ્ડી સ્પર્ધામાં બાયડની જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સની વિદ્યાર્થિનીઓએ અંડર-14 વયજૂથમાં ઉતકૃષ્ટ પ્રદર્શન કરી તાલુકામાં પ્રથમ સ્થાન મેળવી જિલ્લા કક્ષા માટે ક્વોલિફાઈડ થઈ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી શાળા અને બાયડનું નામ રોશન કર્યુ છે. વિદ્યાર્થિનીઓની આ સિદ્ધિ બદલ બાયડની તક્ષશિલા વિદ્યાલયના ટ્રસ્ટી અતુલભાઈ પટેલ, મેનેજીંગ ડાયરેક્ટર તપનભાઈ પટેલ, ધૈર્યભાઈ પટેલ તેમજ શાળાના વડાઓ અને શિક્ષકોએ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો