વિજયનગર : વિદ્યાર્થીઓમાં ટ્રાફ્કિના નિયમો અને માર્ગ સલામતી અંગે જાગૃતિ આવે તે હેતુથી શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ખાતે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પોલીસ વિભાગના અધિકારીઓ તથા શાળાના સ્ટાફ્ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે પોલીસ ઇન્સ્પેક્ટર રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સ્ટાફમાંથી કોન્સ્ટેબલ જલપાબેન, કાન્તાબેન તથા અનુજભાઈએ પણ હાજરી આપી હતી. શાળાના આચાર્ય આર.પી. પટેલએ તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં પોલીસ ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફ્કિ સાઇન, રોડ પરના ચિહનો તથા સિગ્નલ અંગે પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી. નાની ઉંમરે લાયસન્સ વિના વાહન ન ચલાવવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ ટ્રાફ્કિ નિયમોનું પાલન કરવાની શપથ લીધા હતા.
