વડાલી : રોટરી ડિસ્ટ્રિક્ટ 3055ના વર્ષ 2025-26ના ડિસ્ટ્રિક્ટ એવોર્ડ સમારંભમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર નીગમભાઈ ચૌધરીના હસ્તે રોટરી ક્લબ ઓફ્ વડાલી રાઉન્ડ ટાઉનને વર્ષ દરમિયાન કરવામાં આવેલી ઉત્કૃષ્ટ સેવાકીય કામગીરી બદલ અનેક પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવી.ક્લબના પ્રમુખ અજમતખાનને 30થી ઓછી સભ્ય સંખ્યાવાળા ક્લબોમાં શ્બેસ્ટ ક્લબ - સિલ્વર એવોર્ડશ્ એનાયત કરવામાં આવ્યો. ઉપરાંત, આંખોના આરોગ્ય ક્ષેત્રે નિઃશુલ્ક આંખ તપાસ, મોતિયાબિંદ સર્જરી અને રોટરી ગ્લોબલ ગ્રાન્ટ દ્વારા આધુનિક નેત્ર ચિકિત્સા સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા બદલ શ્બેસ્ટ આઈ એક્ટિવિટી - ગોલ્ડ એવોર્ડશ્ અર્પણ કરવામાં આવ્યો,ધ રોટરી ફાઉન્ડેશન (TRF)માં નોંધપાત્ર યોગદાન બદલ સમગ્ર રોટરી ડિસ્ટ્રિક્ટ 3055માં ક્લબે બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ઉપરાંત વર્ષ દરમિયાન ક્લબની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે અનેક અન્ય એવોર્ડ અને પ્રશંસાપત્ર અર્પણ કરાયો હતો.
