હિંમતનગર ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં આવતા આરટીઓ સર્કલ પાસેથી એસઓજી પોલીસે નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે એક શંકાસ્પદ કારને રોકી તેની તલાશી લેતા તેમાંથી મોંઘી કિંમતનો હાઈબ્રિડ ગાંજો અને ચરસ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો
પોલીસે કારની તપાસ કરતા અંદરથી ત્રણ અલગ-અલગ પાર્સલ મળી આવ્યા હતા, હાઈબ્રિડ ગાંજો 48 ગ્રામ (કિંમત ₹1.78 લાખ). ચરસ 40 ગ્રામ. સામાન્ય ગાંજો 720 ગ્રામ પોલીસે સ્થળ પરથી બે આરોપીઓની ધરપકડ કરી છે અને કાર સહિત કુલ ₹5,74,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુનિલસિંહ ધર્મેન્દ્રસિંહ સોલંકી (ઉં.વ. 28, રહે. મોતીપુરા, હિંમતનગર). બળવંતભાઈ ચંદુભાઈ ભાટ (ઉં.વ. 23, રહે. સહકારીજીન, હિંમતનગર).










