સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના 85 વર્ષીય વૃદ્ધા છેલ્લા ચાર દિવસથી ગુમ થયા બાદ આજે તેમનો મૃતદેહ વડાલી-ખેડબ્રહ્મા હાઈવે પરથી મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. વડાલી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ તપાસની કાર્યવાહી હાથ ધરી છે.
વૃદ્ધા છેલ્લા ચાર દિવસથી ગુમ
મળતી માહિતી મુજબ, ઈડરના રહેવાસી 85 વર્ષીય હીરાબેન રાવળ ગત 14 માર્ચના રોજ વડાલી તાલુકાના વાડોઠ ગામે પોતાના પિયરમાં ભાઈઓના ઘરે ગયા હતા. માનસિક બીમારી ધરાવતા હીરાબેન 16 માર્ચના રોજ વાડોઠથી પરત ઈડર જવા માટે નીકળ્યા હતા, પરંતુ તેઓ ઘરે પહોંચ્યા ન હતા. પરિવારે શોધખોળ કરવા છતાં તેઓ મળી ન આવતા અંતે 18 માર્ચના રોજ વડાલી પોલીસ મથકે તેમના ગુમ થયાની જાણ કરવામાં આવી હતી.










