હિંમતનગર, બડોલી : ઈડર નગરપાલિકા દ્વારા ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ)ના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ અંગે ગુજરાત સરકારના ઠરાવ તથા નામદાર હાઇકોર્ટમાં થયેલ રીટ તેમજ વખતો વખતના જાહેરનામાના અનુસંધાને તાજેતરમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે ઈડર પાલિકાના ચીફ ઓફિસર જૈમિનકુમાર ચૌધરીના માર્ર્ગદર્શન હેઠળ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા નગરપાલિકા વિસ્તારમાં આવેલ કેટલીક દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જ્યાં વેપારીઓને ગ્લુટ્રેપના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર લાગેલા પ્રતિબંધ અંગે સમજ અપાઈ હતી. ત્યારબાદ નગરપાલિકા દ્વારા વેપારીઓને સરકારના નિયમોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો તેમજ પ્રતિબંધિત વસ્તુના વેચાણ અંગે જાગૃત્તિ લાવવાના હેતુથી કાર્યવાહી કરવામાં આવી હતી.
