ઇડર તાલુકાના મોટાકોટડા ગામે આવેલ BSNLનો મોબાઈલ ટાવરછેલ્લા 10 દિવસથી બંધ હોવાને કારણે ખેડુતો સહિત અન્ય મોબાઈલ ધારકોને કવરેજ નહીં મળતાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી સત્વરે સંલગ્ન વિભાગ દ્વારા હકારાત્મક કાર્યવાહી થાય તેવી લાગણી પ્રવર્તી રહી છે.


આ અંગે મોટાકોટડા સહિત આસપાસના ગામોના ખેડૂતો તથા અન્ય મોબાઈલ ધારકોને છેલ્લા કેટલાક દિવસથી મોબાઈલનું કવરેજ મળતું ન હોવાને કારણે ખુબજ મુશ્કેલી પડી રહી છે. કયારેક તો અગત્યનું કામ હોય અથવા તો સારવાર માટે હોસ્પિટલ જવું પડે ત્યારે નેટર્વક પકડાતું ન હોવાને કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

તો બીજી તરફ અત્યારે સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં ચોમાસાનું આગમન થવાની તૈયારી છે ત્યારે ઈડર તાલુકા સહિત અન્ય ઠેકાણે ખેડુતો સરકારની વિવિધ સહાય યોજનાઓ, ઓનલાઈન અરજીઓ તેમજ સબસિડી સંબંધિત કામગીરીમાં મુશ્કેલી ઉભી થઈ રહી છે.

હાલમાં પપૈયાના વાવેતર માટે મળતી સબસિડીની અરજી પ્રક્રિયામાં ઓટીપી જરૂરી હોવાથી ખેડૂતોને ઓટીપી મળતો નથી, જેના કારણે તેઓ યોજનાના લાભથી વંચિત રહેવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે. ગ્રામમજનોના દાવા મુજબ મોટાકોટડા ગામનો બીએસએનએલનો ટાવર અવાર નવાર બંધ થઈ જાય છે. પરંતુ આ વખતે 10 દિવસથી સેવા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. અનેક રજૂઆતો છતાં કોઈ જવાબદાર કર્મચારી સ્થળ પર પહોંચ્યો નથી, જેના કારણે લોકોમાં રોષ વ્યાપ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: