નેત્રામલી : ઇડર તાલુકાના નેત્રામલી ગામે લાંબા સમયથી બંધ હાલતમાં પડેલું HDFC બેંક દ્વારા નવું એટીએમ (ATM) ફરીથી સક્રિય કરવામાં આવ્યું છે. સંદેશ સમાચાર પત્રનો અહેવાલ અને ગ્રાહકોની માંગને ધ્યાનમાં રાખીને એટીએમ શરૂ થતાં જ સ્થાનિક ગ્રામજનો, વેપારીઓ અને આસપાસના વિસ્તારના ગ્રાહકોમાં ભારે આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. અગાઉ નેત્રામલી ગામે એટીએમની સુવિધા ઉપલબ્ધ હોવાથી નાની-મોટી જરૂરિયાતો માટે રોકડ રકમ મેળવવામાં સરળતા રહેતી હતી. પરંતુ, કોઈ કારણસર આ એટીએમ સેવા બંધ થઈ જવાથી સ્થાનિક લોકોને નાણાકીય વ્યવહારો માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. રોકડ ઉપાડવા માટે ગ્રાહકોએ લાંબું અંતર કાપીને અન્યત્ર જવું પડતું હોવાથી ભારે હાલાકી સર્જાઈ હતી. આ ગંભીર સમસ્યા અંગે અગાઉ અહેવાલ તારીખ 3/7/2026 ના રોજ સંદેશ સમાચાર પત્રમાં રજૂ કરવામાં આવ્યો હતો.
