ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા મુસાફરોને વધુ સારી અને સુવિધાસભર પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે શુક્રવારે ઇડર બસ સ્ટેન્ડમાં નવી બે બસોના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે ધારાસભ્યએ ઈડરના સામાન્ય કાર્યકર પાસે રિબીન કપાવતાં શહેરીજનોમાં ભારે આનંદની લાગણી પ્રસરી હતી.


આ કાર્યક્રમ દરમિયાન ઇડર-વડોદરા અને ઇડર-ગાજીપુર રૂટ પર દોડનારી નવી બસોનું લોકાર્પણ કરાયું હતું. જે પ્રસંગે ઇડરના ધારાસભ્ય રમણ વોરા ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ વાત એ હતી કે, ધારાસભ્યએ લોકાર્પણનું જશ ભાજપના કાર્યકર શૈલેષ સગરને આપ્યો હતો અને તેના હસ્તે રિબીન કપાવી નવી બસોનું ઉદ્દઘાટન કરાવ્યું હતું. કાર્યક્રમમાં ઇડર પાલિકાના પ્રમુખ અનસુયાબેન પટેલ, કોલેજના પ્રમુખ અશ્વિન પટેલ, ઇડર એસ.ટી.ડેપોના મેનેજર હાર્દિક સગર સહિત ભાજપના કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા. લોકાર્પણ બાદ ધારાસભ્ય તથા ઉપસ્થિત કાર્યકરોએ નવી બસમાં બેસી પ્રતિકાત્મક મુસાફરી કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: