સાબરકાંઠામાં નકલી દૂધનો કારોબાર સામે આવ્યો છે, જેમાં ઘરમાં જ નકલી દૂધ બનાવવામાં આવતું હોવાની વાત સામે આવી છે, પોલીસને બાતમી હતી અને બાતમીના આધારે દરોડા પાડયા હતા, શખ્સ ઘરમાં દૂધ બનાવતો હતો અને તે દરમિયાન પોલીસ પહોંચી હતી અને તેની અટકાયત કરી હતી સાથે સાથે દૂધમાં કેમિકલ પણ ભેળસેળ કરવામાં આવતું હોવાની વાત સામે આવી છે.


[[$googlead]]

સાબરકાંઠામાં નકલી દૂધનો કારોબાર

સાબરકાંઠાના ઈડરના સિંગા ગામેથી 200 લીટર નકલી દૂધ ઝડપાયું છે, સાબરકાંઠા એસઓજી પોલીસે સમગ્ર ઘટનામાં બાતમી મળતા કાર્યવાહી કરી હતી, રહેણાંક મકાનમાં આ દૂધ બનાવવામાં આવતું હોવાની વાત સામે આવી છે, તો પોલીસે એ દિશામાં પણ તપાસ હાથધરી છે કે, આ દૂધ કોને કોને આપવામાં આવતું હતુ અને કેટલા સમયથી બનાવવામાં આવતું હતુ, ઝડપાયેલ શખ્સ સાથે અન્ય કોઈની સંડોવણી છે કે નહી તેને લઈ પણ તપાસ કરવામાં આવી છે.

દૂધ અસલી છે કે નકલી તે આ રીતે જાણી શકાશે

દૂધની શુદ્ધતાની તપાસ કરવા માટે તમે દૂધને એક બોટલમાં ભરી લો અને પછી હલાવો. આમ, દૂધમાં ફીણ લાંબા સમય સુધી બની રહે છે તો સમજી લો કે દૂધ મિલાવટી છે. આમ, ફીણ બન્યા પછી થોડીવારમાં ગાયબ થઇ જાય છે તો દૂધ શુદ્ધ છે. આમ, દૂધ અસલી છે કે નકલી તેની વાત સામે આવી જશે.

[[$alsoread]]

આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદ શહેરમાં હવા બની ઝેરીલી, થલતેજ વિસ્તારમાં સૌથી વધારે પ્રદૂષણ નોંધાયું



  • Follow us on: