
Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ

Mar 05, 2026 11:58 pm
બે યુવકોની પોલીસે અટકાયત કરી, બંને યુવકોને પોલીસે ઝડપી કાયદાનું ભાન કરાવ્યું, બેડી ચોકડી પાસે પોલીસની ગાડી ઉપર ચડી ફોટો શૂટ કરાવ્યું હતું , વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી
Mar 05, 2026 11:37 pm
સાવલીમાં રામસિંહ વાઘેલા બિનહરીફ જાહેર , ડેસર ઝોન-6માં સૂરપાલસિંહ પરમારને મેન્ડેટ, ડેસરથી કુલદીપસિંહ રાઉલજીએ પણ ભર્યું છે ફોર્મ, ડેસરમાં ભાજપ વિરુદ્ધ ભાજપનો જંગ થઇ
Mar 05, 2026 11:03 pm
દેત્રોજનો પરિવાર દુબઈમાં ફસાયો , પરિવાર 21 ફેબ્રુઆરીએ દુબઈ ફરવા ગયો હતો, તેમની પરત આવવાની ફ્લાઇટ 28 ફેબ્રુઆરીની હતી, જે યુદ્ધના કારણે રદ કરવામાં આવી છે, એમ્બેસી તરફથી કોઈ સ્પષ્ટ જવાબ નહીં , પરિવારે બે-ત્રણ વાર ઇન્ડિયન એમ્બેસીનો સંપર્ક કર્યો, , પરંતુ હજુ સુધી સત્તાવાર એડવાઈઝરી કે મદદ મળી નથી
Mar 05, 2026 10:37 pm
અધિક કલેક્ટર આર.કે.ઓઝાની વડોદરા બદલી, પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલ સાથે કૌભાંડમાં આવ્યું હતું નામ, રાજેન્દ્ર પટેલ સાથે જમીન NA કોભાંડમાં સંડવાયેલા હતા, વડોદરા ખાતે હાજર થયા બાદ થઈ શકે છે સસ્પેન્ડ
Mar 05, 2026 10:10 pm
7 માર્ચે આપાતકાલિન સાયરન વગાડાશે, સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન વાગશે સાયરન , નવા સાયરનની ખરીદી કરવામાં આવશે, ટેસ્ટિંગ માટે સાયરન વગાડવામાં આવશે
Mar 05, 2026 09:39 pm
રાષ્ટ્રીય હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ ગરમ અને ભેજવાળા વાતાવરણની કરી આગાહી, ગુજરાત, ગોવા, આંધ્રપ્રદેશ માટે એલર્ટ જાહેર
Mar 05, 2026 09:30 pm
ટ્રાફિકના કારણે એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચી , વેપારીને હાર્ટ એટેક આવતા બોલાવી હતી એમ્બ્યુલન્સ, માંગનાથ રોડ પર ટ્રાફિક જામ થયો હતો , એમ્બ્યુલન્સ ન પહોંચતા વેપારીને લારીમાં લઈ જવાયા , સારવાર દરમિયાન વેપારીનું મૃત્યુ નિપજ્યું, ટ્રાફિક સમસ્યાએ લીધો વધુ એક નો ભોગ
Mar 05, 2026 09:15 pm
વઘઈ વિસ્તારમાં વન વિભાગે કાર્યવાહી કરી , નાયબ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ રેડ કરી હતી, બાતમીના આધારે ઉગાના ગામે ઘરમાં તપાસ કરી હતી , વિનોદ તુળશીરામ ભગરેના ઘરે લાકડાનો જથ્થો ઝડપાયો , બીન પાસ-પરમિટના સાગના લાકડાના 295 નંગ મળ્યા , વન વિભાગે આશરે ₹1,65,000ના મુદ્દામાલ જપ્ત કર્યા
Mar 05, 2026 08:54 pm
વાહ પીઝા એન્ડ ભેળ શોપની ગંભીર બેદરકારી, આરોગ્ય વિભાગે ઘટનાસ્થળની મુલાકાત કરી, 'વાહ પીઝા એન્ડ ભેળ' એકમમાં જોવા મળી ગંદકી , તપાસમાં રસોડામાં વંદા ફરતા હોવાનું ખુલ્યું, આરોગ્ય વિભાગે એકમ અચોક્કસ મુદત માટે સીલ કર્યું
Mar 05, 2026 08:47 pm
ગ્રામ્ય ડીસ્ટ્રીક્ટ કોર્ટના સુપ્રિટેન્ડન્ટ પર હુમલો કર્યો , કુતરાના માલિકે પણ સુપ્રિટેન્ડન્ટને માર માર્યો, જર્મન સેફર્ડ કુતરાએ કર્યો અચાનક હુમલો, કુતરાના માલિકે ફરિયાદ ન કરવાની આપી હતી ધમકી, નારોલ પોલીસે વિજય પારેખ સામે ગુનો નોધ્યો
Mar 05, 2026 08:37 pm
સુરત કોર્ટે દુષ્કર્મ મુદ્દે સંભળાવ્યો ચુકાદો, પીડિતાને 6 લાખનું વળતર ચૂકવવા આદેશ આપ્યો , અમરોલી પોલીસે 24 દિવસમાં ચાર્જશીટ ભરી, વિશાલ ચૌહાણ નામના આરોપીને જેલ હવાલે, કાયદાના કડક અમલથી ગુનેગારોમાં ભારે ફફડાટ
Mar 05, 2026 08:35 pm
સુરત અને અમરેલીથી આરોપીઓની ધરપકડ, કૌશિક પેથાણી, ધ્રુવ ડોબરીયાની ધરપકડ , કૌશિક પેથાણીનું સ્કેમ સર્કલમાં અલીબાબા નામ હતું, નોકરીની લાલચ આપીને યુવકોને ફસાવતો હતો, ઇન્ટરવ્યૂ, લખવાની પ્રેક્ટિસ કરાવતો હતો , US, લાઓસ, શ્રીલંકાની મુલાકાત લઇ ચૂક્યા છે, સાઉથ, આફ્રિકા, જ્યોર્જિયામાં નવા સેન્ટર ખોલવાના હતા, આરોપીઓ રીક્રુટમેન્ટની જાહેરાત આપતા હતા , 70 હજારથી 1.50 લાખ પ્રતિ વ્યક્તિ મેળવતો હતો, ધ્રવ ડોબરીયાએ 5 લોકોને વિદેશ મોકલ્યા હતા, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશના લોકોને ફસાવતા હતા
Mar 05, 2026 08:08 pm
દર્શનાર્થે આવેલા વૃદ્ધને બનાવ્યા શિકાર, શેરડીના રસમાં નશાકારક દ્રવ્ય આપી લુંટ ચલાવી, ગણપતિ મંદિર પાસે બેભાન કરી લૂંટ ચલાવી, 2 લાખના દાગીના અને રોકડ ચોરાઈ, 2 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ, પોલીસની અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી
Mar 05, 2026 07:37 pm
2500 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી , આગામી દિવસોમાં કામોની શરૂઆત થશે , રોડ પ્રોજેક્ટના 600 કરોડથી વધુ કામોને મંજૂરી , ડ્રેનેજના 219 કરોડના કામોને મંજૂરી
Mar 05, 2026 06:27 pm
મધ્ય-પૂર્વના તણાવથી ગુજરાત ગેસનો નિર્ણય, ઉદ્યોગોને 50% ગેસ કાપની નોટિસ, 6 માર્ચથી અમલી બનશે નવા પ્રતિબંધો, કતારથી આવતા LNG સપ્લાયમાં વિક્ષેપ, ક્રૂડના વધતા ભાવથી ઉત્પાદન ખર્ચ આસમાને, નોન-MGO ગ્રાહકોનો ગેસ સપ્લાય શૂન્ય કરાયો, ગુજરાત ગેસની ગ્રાહકોને ગાઈડ લાઇન અનુસાર ગેસ વાપરવા કરાઇ અપીલ
Mar 05, 2026 06:07 pm
બેડી ચોકડી પાસે ગાડી ઉપર બેસી શૂટિંગ કર્યું , પોલીસની ગાડી ઉપર આખરે કોણ બેઠું?, વીડિયો વાયરલ થયા બાદ તપાસ શરૂ થઈ
Mar 05, 2026 05:56 pm
કોંગ્રેસે વિવિધ કમિટીઓની કરી જાહેરાત, સ્ટ્રેટેજી કમિટીમાં 3 સભ્યોને અપાયું સ્થાન, હેમાંગ વસાવડા, લાલજી દેસાઇ સ્ટ્રેટેજી કમિટીમાં, પરેશ ધાનાણી, ગેનીબેન ઠાકોર કેમ્પેઇન કમિટીમાં, સિદ્ધાર્થ પટેલ, બિમલ પટેલ ચૂંટણી વ્યવસ્થા કમિટીમાં, શૈલેષ પરમાર, ઋત્વિક મકવાણા, મનીષ દોશી ચૂંટણી ઢંઢેરો કમિટીમાં, અમી યાજ્ઞિક, લલિત કગથરા, ગ્યાસુદ્દીન શેખ મીડિયા કમિટીમાં
Mar 05, 2026 05:43 pm
વડીયામાં પેટ્રોલ–ડીઝલ લેવા લોકોની પડા પડી , અફવા ફેલાતા લોકો પેટ્રોલ ડીઝલ લેવા પહોંચ્યા , ખેડૂતો ટ્રેક્ટરમાં બેરલોમાં ડીઝલ ભરવા આવ્યા
Mar 05, 2026 05:26 pm
CEOની તમામ શાખાના કામની સમીક્ષા કરી , કર્મચારી તાલીમ મોડ્યુલમાં રચનાત્મકતા લાવવા તાકીદ, રાજ્યવ્યાપી તંત્રની વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી, ચૂંટણી સંચાલન, સંકલન, મતદારયાદી અંગે માહિતી મેળવી, મીડિયા સેલ, ફરિયાદ, આઈ.ટી.ની કામગિરીનો તાગ લીધો
Mar 05, 2026 05:25 pm
બાકી ભાડા મુદ્દે મનપાએ 40 નોટિસ ઈશ્યુ કરી , સેક્ટર-16 માં 40 ભાડૂઆતોને નોટિસ આપી , કુલ 28.50 લાખની વસૂલાત માટે અલ્ટીમેટમ અપાયું , સમયસર નાણાં નહીં ભરાય તો દુકાનો સીલ કરાશે , લાંબા સમયની બાકી ઉઘરાણી માટે અભિયાન , તંત્રની આકરી ચેતવણીથી વેપારીઓમાં ફફડાટ
Mar 05, 2026 05:11 pm
ગત વર્ષે યોજાયેલી ભરતી પરિક્ષાનું આખરી પરિણામ વેબસાઈટ પર જાહેર થયું , પીએસઆઈ ની 472 જગ્યાઓની આખરી યાદી તથા 95 ઉમેદવારોની પ્રતિક્ષા યાદી જાહેર , પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર થયું આખરી પરિણામ
Mar 05, 2026 04:51 pm
અમદાવાદ સાયબર ક્રાઈમે પશ્ચિમ બંગાળથી પકડ્યો, આરોપી સૌરવ બિશ્વાસની ધરપકડ કરી , સ્કૂલ અને કોર્ટને મળ્યા હતા ધમકી ભર્યા ઈ મેઈલ, ખાલિસ્તાની સમર્થનમાં મોકલાયા હતા ધમકીભર્યા પત્રો, ડોલરના બદલામાં આઈડી વેચતો હતો આરોપી, ગુજરાત સહિત 6 રાજ્યોમાં આપી હતી ધમકી , આરોપી ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલ હોવાના ખુલાસો
Mar 05, 2026 04:33 pm
જાગનાથ મહાદેવની ચાલીમાં પથ્થરમારો કર્યો , સામાન્ય બોલાચાલીમાં હિંસક હુમલો કર્યો , 100 લોકોના ટોળાએ મચાવ્યો હંગામો , ઘર,વાહનોને નિશાન બનાવ્યા નુકસાન પહોંચાડ્યું , વીજળી અને ગેસના મીટરો તોડ્યા, એડવોકેટના ઘરે લૂંટ ચલાવી ફરાર થયા , ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી શરૂ
Mar 05, 2026 04:11 pm
3.4 ની તીવ્રતાનો આંચકો નોંધાયો , 3:08 કલાકે ભૂકંપનો આંચકો નોંધાયો , બોટાદથી 28 કિમી દૂર કેન્દ્ર બિંદુ નોંધાયું
Mar 05, 2026 03:51 pm
આવશ્યક દવાઓની યાદીમાં કરાયો વધારો , દવાની સંખ્યા 1,386થી વધીને 1,479 કરાઇ, 150 દવાઓનો ઉમેરો કરવામાં આવ્યો , બિનજરૂરી દવા આવશ્યક કેટેગરીમાંથી દૂર કરી, મેડિકલ ડિવાઈસીસ 287 થી વધારીને 349 કર્યા, હૃદયરોગની 116 દવાનો સમાવેશ કરાયો , કેન્સરની 56 - માનસિક રોગોની 43 દવાનો સમાવેશ
Mar 05, 2026 03:30 pm
જમીન NA કૌભાંડ કેસ EDએ કોર્ટમાં કરી ચાર્જશીટ , રાજેન્દ્ર પટેલ, ચંદ્રસિંહ મોરી વિરુદ્ધ આરોપનામું , રાજેન્દ્ર પટેલ સામે 9 કરોડથી વધુ રકમનું આરોપનામું , 1500 કરોડથી વધુ રકમની જમીન કૌભાંડનો ઉલ્લેખ, આગામી દિવસોમાં ચાર્જફ્રેમની પ્રક્રિયા હાથ ધરાશે
Mar 05, 2026 03:15 pm
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પાઉંભાજીનો વેપાર કરતાં પતિ પત્ની પર ધારીયા અને લોખંડના પાઇપ વડે હુમલો. મૂળ રાજસ્થાનના અને ૨૦ વર્ષથી ધ્રાંગધ્રાના બસ સ્ટેશન સામે પાવભાજીની લારી ચલાવતાં પતિ પત્ની પર હુમલો,ચાર જેટલા શખ્સો પાવભાજી ની લારી ચલાવતા ના રહેણાંક મકાને પહોંચી અને રૂપિયાની માંગણી કરી હતી.
Mar 05, 2026 03:07 pm
પોરબંદરના માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીની મોર પીંછ થી લગ્ન કંકોત્રી લખાવામાં આવી ભગવાન કૃષ્ણ રુકમણી વિવાહ પ્રસંગ. તા27.3 થી 31.3 સુધી યોજશે.
Mar 05, 2026 03:06 pm
અમદાવાદ-દુબઇની ફ્લાઈટ મોડી ,ફ્લાઇટ સમય કરતા 5 કલાક મોડી,સવારે 9.20 બદલે 3 વાગે આવશે ફ્લાઈટ,દુબઇ ટેક ઓફમાં વિલંબ થવાના કારણે વિલંબ.
Mar 05, 2026 02:57 pm
1. Iran-Israel War: હોર્મુઝ સામુદ્રધુનીને લઇને ઇરાનનું મોટું નિવેદન, ફક્ત આ દેશો માટે જ રહેશે બંધ
2.Gandhinagar: સરકારના આશ્વાસનથી કંટાળ્યા ઉમેદવારો, ચિત્ર શિક્ષકોએ હલ્લાબોલ કરી આંદોલનની ચીમકી આપી
3.Canadaમાં પ્રખ્યાત પંજાબી યુટ્યુબર Nancy Grewalની હત્યા, જાણો શું હતુ કારણ?
5.Canada: PM કાર્નીએ PM મોદીના ભરપેટ વખાણ કર્યા, કહ્યુ 'પીએમ મોદી એક અસાધારણ વ્યક્તિ'
6.Surat: સરથાણામાં સિગરેટ પીવાની ના પાડતા વોચમેનનું બાઈક સળગાવી મૂક્યું
7.Junagadh News: ચાલુ બસે મોબાઈલ પર વાત કરવી ભારે પડી, એસટી ડ્રાઈવર દિલીપ કોટીલા સસ્પેન્ડ
8.Gujarat Weather News: રાજ્યમાં તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થશે, દરિયાઈ વિસ્તારોમાં ઉકળાટ વધશે
10.Gandhinagar News: સચિવાલયમાં બ્લોક નંબર 14માં 9મા માળે બે લિફ્ટ ખોટકાઈ
Mar 05, 2026 02:43 pm
સુરત પાંડેસરામાં શંકાસ્પદ પનીર ઝડપાયું,એસઓજી અને ફૂડ વિભાગના દરોડા,1401 કિગ્રા શંકાસ્પદ પનીર જપ્ત કરાયું,પામોલીન તેલમાંથી બનતું હતું ઝેરી પનીર,મહેશકુમાર શર્માની પોલીસે ધરપકડ કરી,બે વર્ષથી ડેરીઓમાં થતું હતું વેચાણ,સેમ્પલ રિપોર્ટ બાદ કડક કાર્યવાહી થશે,28 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો.
Mar 05, 2026 02:35 pm
ભરૂચમાં 11 વર્ષની સગીરા પર અડપલા,સગીરાના પિતા ઉઠી જતા આરોપી ફરાર,સી ડિવિઝન પોલીસે આરોપીને ઝડપ્યો,આરોપી પિયુષ ઉર્ફે પિયાની ધરપકડ કરાઇ,પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા રિમાન્ડ મંજૂર.
Mar 05, 2026 02:12 pm
ભાવનગર-અમદાવાદ હાઈવે પર અકસ્માત,સનેડી ચોકડી પાસે બે કાર વચ્ચે અકસ્માત,અકસ્માતમાં 1 વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત,અકસ્માતમાં 3થી 4 વ્યક્તિને ગંભીર ઇજા,ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા.
Mar 05, 2026 01:59 pm
રાજકોટ મનપાની અંતિમ સ્ટેન્ડિંગ કમિટી બેઠક,વર્તમાન શાસકોનો માર્ચમાં કાર્યકાળ પૂરો થશે,કમિી બેઠકમાં 115 દરખાસ્તો મૂકવામાં આવી,470 કરોડથી વધુના વિકાસકામોને મંજૂરી,115માંથી 108 દરખાસ્તોને બેઠકમાં મંજૂરી,વધુ ખર્ચથી 90 કરોડના કામ અટકાવ્યાઃ ચેરમેન.
Mar 05, 2026 01:59 pm
ગીર સોમનાથના ભેભા ગામે પતિ કરી પત્નીની હત્યા,ઘરેલુ કંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી,ગળાના ભાગે હથિયારના ઘા ઝીંકી હત્યા,હત્યારા પતિને ગામ લોકોએ ઝડપી લીધો,ઝાડ સાથે બાંધી પોલીસને હવાલે કર્યો,પોલીસે આરોપી પતિ વિરુદ્ધ તપાસ હાથ ધરી.
Mar 05, 2026 01:47 pm
કચ્છના અંજારમાં લુખ્ખા તત્વો બેફામ,સામાન્ય બાબતને લઈને દુકાનમાં તોડફોડ,5થી 7 લોકોના ટોળાએ કરી મારામારી,પાઇપ અને ધોકા સાથે દુકાનમાં તોડફોડ,મારામારીની ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત,લુખ્ખાઓના આતંકની ઘટના CCTVમાં કેદ.
Mar 05, 2026 01:42 pm
Mar 05, 2026 01:30 pm
રાજ્યમાં ગરમીનું જોર વધશે,હવામાન વિભાગની આગાહી,સૌથી વધુ રાજકોટ 39.2 ડિગ્રી નોંધાયું,આગામી દિવસમાં 1થી 2 ડિગ્રી વધશે,ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાયા,દરિયાઈ વિસ્તારમાં ઉકળાટ રહેશે.
Mar 05, 2026 01:14 pm
દરગાહમાં તોડફોડને લઈને વાતાવરણ તંગ
કબ્રસ્તાનમાં આવેલ દરગાહમાં કરાઇ તોડફોડ
સુન્ની સમાજના લોકોની DySP-મામલતદારને રજૂઆત
Mar 05, 2026 01:02 pm
કોર્ટ બિલ્ડિંગને બોમ્બથી ઉડાવાની ધમકી
ઇ-મેઇલથી મળી બોમ્બથી ઉડાવાની ધમકી
SOG, બોમ્બ સ્કવોર્ડ દ્વારા કોર્ટમાં ચેકિંગ
ઇ-મેઇલ કોણે કર્યો તેને લઇ સાયબરની તપાસ
Mar 05, 2026 01:01 pm
શાયોના પ્લાઝામાં વોચમેનનું બાઈક સળગાવ્યું
સિગરેટ પીવાની ના પાડતા લુખ્ખાઓ ઉશ્કેરાયા
ઉશ્કેરાયેલા લુખ્ખાઓએ બાઇકને આગ લગાડી
લુખ્ખાઓની કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ
Mar 05, 2026 12:47 pm
RSS વડા મોહન ભાગવત અમદાવાદની મુલાકાતે,મણિનગર હેડગેવાર ભવન ખાતે રાજ્યપાલ સાથે બેઠક,રાજ્યપાલ સાથે બેઠક યોજી વિસ્તૃત ચર્ચા કરી,મોહન ભાગવત બે દિવસના ગુજરાત પ્રવાસે છે.
Mar 05, 2026 12:46 pm
ગાંધીનગરના સચિવાલયમાં લિફ્ટ ખોટકાઇ,બ્લોક 14માં 9મા માળે બે લિફ્ટ ખોટકાઇ,લિફ્ટ અટવાતા બીજા બ્લોકમાં જવાની ફરજ પડી,બ્લોક 14માં માર્ગ મકાન, શહેરી વિકાસ વિભાગ,લિફ્ટ બંધ પડતા તાત્કાલિક શરુ કરવા કવાયત,સદનસીબે કોઇ મોટી જાનહાનિ નહી.
Mar 05, 2026 12:45 pm
સુરતના સરથાણામાં લુખ્ખાઓનો આતંક,શાયોના પ્લાઝામાં વોચમેનનું બાઈક સળગાવ્યું,સિગરેટ પીવાની ના પાડતા લુખ્ખાઓ ઉશ્કેરાયા,ઉશ્કેરાયેલા લુખ્ખાઓએ બાઇકને આગ લગાડી,લુખ્ખાઓની કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ.
Mar 05, 2026 12:41 pm
વડોદરામાં મહિલા હેડ કોન્સ્ટેબલનો આપઘાત,27 વર્ષીય પ્રિયંકા પ્રજાપતિએ કર્યો આપઘાત,ગળેફાંસો ખાઈ હેડ કોન્સ્ટેબલે જીવન ટૂંકાવ્યું,કપુરાઇ પોલીસ મથકમાં ફરજ બજાવતી હતી,તાજેતરમાં જ PSIની પરીક્ષા પાસ કરી હતી,હેડ કોન્સ્ટેબલના આપઘાતનું કારણ અકબંધ,બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી.
Mar 05, 2026 12:34 pm
વડોદરા કોર્ટને ઉડાવી દેવાની ધમકીથી રોષ,કાલે યોજાશે બરોડા કાઉન્સિલ ગુજરાતની ચૂંટણી,ચૂંટણીના આગળના દિવસે મળ્યો ધમકીભર્યો મેલ,વકીલોએ કહ્યું આ કેસ અમને સોંપી દો,એક આરોપી ઝડપાયો છતાં મેલ આવ્યો:વકીલ,આરોપીઓ પકડાતા કેમ નથી :વકીલ,ન્યાય પ્રક્રિયામાં વિલંબ યોગ્ય નથી:વકીલ.
Mar 05, 2026 12:22 pm
દુબઈમાં ફસાયેલા ગુજરાતીઓ પરત ફર્યા,નડિયાદ BAPS મંદિરે ભવ્ય સ્વાગત થયું,200થી વધુ યાત્રીઓ સુરક્ષિત પરત ફર્યા,બોમ્બ ધડાકાથી ભયભીત હતા યાત્રિકો,UAE સરકાર અને મંદિરના પ્રયાસો સફળ,ખાસ વિમાન મારફતે ભારત લાવવામાં આવ્યા,દુબઈ મા અત્યંત ખરાબ માહોલ હતો:યાત્રી,સ્પેશ્યલ વિમાન મારફ્તે પરત લાવ્યાઃ યાત્રી.
Mar 05, 2026 12:08 pm
અમરેલીના ધારીમાં વિદ્યાર્થિનીનો આપઘાત,પરીક્ષાના ડરથી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો,ધો. 12ની વિદ્યાર્થિનીનો ઝેરી ટીકડા ખાઇ આપઘાત,બે પેપર નબળા જતા વિદ્યાર્થિની ગભરાઈ હતી,પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી.
Mar 05, 2026 12:08 pm
અમરેલી-કુંકાવાવ રોડ પર મેડિકલ વેસ્ટ મળ્યો,ઠેબી નદીના પુલ નીચે મેડિકલ કચરાના ઢગલા,ખુલ્લેઆમ મેડિકલ કચરો ફેંકાતા ગંભીર ખતરો,તંત્ર તપાસ કરી કડક પગલાં ભરે તેવી માગ.
Mar 05, 2026 11:57 am
સુરતના રાંદેરમાં પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો,ઘરફોડ ચોરી કરનાર બે આરોપી ઝડપાયા,આરોપીઓ મહિલાના કપડા પહેરી ચોરી કરતા,રાંદેર પોલીસે 4 પૈકી બે આરોપીની કરી ધરપકડ,કબૂતર ખાનામાં લાખો રુપિયાની કરી હતી ચોરી.
Mar 05, 2026 11:56 am
રાજકોટ મનપા ચૂંટણીના પડઘમ,કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા શરૂ,જેનીબેન ઠુમ્મર અને માનસિંગ ડોડીયા હાજર,આજે 1થી 9 વોર્ડના ઉમેદવારોને સાંભળશે,આવતીકાલે 10થી 18 વોર્ડના ઉમેદવારોને સાંભળશે,જ્ઞાતિગત સમીકરણો આધારે ટિકિટ નક્કી થશે.
Mar 05, 2026 11:46 am
સુરતના ઓલપાડમાં ડૂબી જવાથી યુવકનું મોત,સીમલથુ ગામે 3 મિત્રો તળાવમાં ન્હાવા ગયા હતા,3 પૈકી 2 મિત્રો અન્ય મિત્રને લેવા ગામ ગયા હતા,ગુમ મિત્રની બાઇક, કપડા તળાવ કિનારેથી મળ્યા,ભારે જહેમત બાદ જીતેશ રાઠોડનો મૃતદેહ મળ્યા.
Mar 05, 2026 11:36 am
04 - Ahmedabad News : અમદાવાદના આનંદનગર વિસ્તારમાં યુવતી સાથે થઈ લૂંટ, પોલીસનો કાફલો ઘટના સ્થળે
06 - Bihar Politics: નીતિશ કુમાર ચાલ્યા દિલ્હી ! કહ્યું હું રાજ્યસભાનો સભ્ય બનવા માગુ છું
07 - Petrol Diesel Price Today: 5 માર્ચે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા? કાચા તેલના ભાવમાં સતત વધારો
08 - ઇરાન સાથેના યુદ્ધ વચ્ચે Trump ની મોટી જીત, સેનેટમાં ટ્રમ્પ વિરુદ્ધનો અવિશ્વાસ પ્રસ્તાવ નિષ્ફળ
10 - Bihar Politics: નીતિશ કુમાર જશે રાજ્યસભામાં ? જાણો બિહારમાં કેટલું બદલાઇ શકે સત્તાનું સમીકરણ
Mar 05, 2026 11:30 am
ફરી એકવાર મેલ દ્વારા ધમકી અપાઈ, ગત મહિને પણ ધમકી અપાઈ હતી, કોર્ટમાંથી સૌને બહાર જવા અપીલ કરાઈ, ડોગ અને બૉમ્બ સ્કવોડ દ્વારા તપાસ શરૂ.
Mar 05, 2026 11:29 am
જામનગરના દરેડા પાસે પાણીની લાઈન તૂટી હોવાની વાત સામે આવી છે અને જાહેર માર્ગ પણ પાણીની લાઈન તૂટતા હજારો લિટર પાણીનો વેડફાટ થયો છે. જામનગરના દરેડ પાસે પાણીની લાઇન તૂટી છે અને જાહેર માર્ગ પર પાણીના ઊંચા ફુવારા ઉડ્યા છે, ખામી સર્જાતા લાખો લિટર પાણીનો વેડફાટ થયો છે અને હાઈવે પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા છે, અચાનક લાઈન તૂટી છે અને સ્થાનિકોએ તંત્રને જાણ કરી છે, પણ હજી સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી.
Mar 05, 2026 11:24 am
પરિવાર પર ગંદા પાણીની કોથળીઓ ફેંકી, ગાડી રોકી પરિવારને ઢોર માર માર્યો, 12થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી, ઈજાગ્રસ્તોને સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા, પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી.
Mar 05, 2026 10:43 am
વધુ એક ફલાઇટ દુબઇથી અમદાવાદ પહોંચી, 170 મુસાફર સાથેની ફ્લાઇટ અમદાવાદ પહોંચી, દુબઇમાંં ફસાયેલા લોકોને સરકાર પરત લાવી, પરત આવેલા તમામે સરકારનો આભાર માન્યો.
Mar 05, 2026 10:32 am
સુરતના રાંદેરમાં ચપ્પુના ઘા ઝીંકી સુલતાન અહેમદની હત્યા કરવામા આવી છે અને રમઝાન મહિનો હોવાથી મૃતક તેની માતાને મળવા આવ્યો હતો અને બન્ને ભાઈઓ વચ્ચે માથાકૂટ થઈ હતી, તો પોલીસે સમગ્ર ઘટનામાં હત્યાનો ગુનો નોંધ્યો છે અને આરોપી ભાઈની અટકાયત કરી છે, કેમ આ હત્યા કરવામાં આવી તે બાબતે પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે, તો ભાઈએ જ ભાઈની હત્યા કરી દેતા પરિવારજનો પણ કંઈ કહેવા માટે તૈયાર નથી.
Mar 05, 2026 10:32 am
સુરતના રાંદેરમાં ભાઈએ ભાઈની હત્યા કરી હોવાની વાત સામે આવી છે અને ઝઘડો ઉગ્ર બનતા પિતરાઈ ભાઈ પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ મોત થયું છે. સુરતના રાંદેરમાં ભાઇએ કરી ભાઇની હત્યા અને સામાન્ય બાબતે બે ભાઇ વચ્ચે થયો હતો ઝઘડો અને ઝઘડો ઉગ્ર બનતા પિતરાઇ ભાઇ પર હુમલો કર્યો અને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે, રમઝાન મહિનો ચાલતો હોવાથી મૃતક માતાને મળવા માટે આવ્યો હતો અને બન્ને ભાઈ વચ્ચે માથાકૂટ ઉભી થતા બબાલ થઈ હતી.
Mar 05, 2026 10:30 am
આ રાજકીય જીત બાદ વ્હાઈટ હાઉસને ઈરાન અને તેના સહયોગી સંગઠનો વિરુદ્ધ કડક પગલાં લેવા માટે વધુ મોકળું મેદાન મળ્યું છે. હાલમાં મધ્ય પૂર્વમાં જે રીતે ઈઝરાયલ અને અમેરિકા સંયુક્ત રીતે ઈરાનના સૈન્ય મથકોને નિશાન બનાવી રહ્યા છે, તે જોતા આગામી દિવસોમાં સંઘર્ષ વધુ ઉગ્ર બનવાની શક્યતા છે. આ મતદાનના પરિણામોથી સ્પષ્ટ થાય છે કે અમેરિકી સંસદનો મોટો હિસ્સો હાલની યુદ્ધની નીતિને સમર્થન આપી રહ્યો છે.
Mar 05, 2026 10:30 am
સેનેટમાં રિપબ્લિકન પાર્ટીના સભ્યોએ એકજૂથ થઈને ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન કર્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ, જો આ ઠરાવ પસાર થયો હોત તો ટ્રમ્પને કોઈપણ નવા સૈન્ય હુમલા કે આદેશ જારી કરતા પહેલા સંસદની મંજૂરી લેવી અનિવાર્ય બની જાત. હવે આ અવરોધ દૂર થતા રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા સૈન્ય અભિયાનને પોતાની રણનીતિ મુજબ વધુ તીવ્ર બનાવી શકે છે.
Mar 05, 2026 10:30 am
ઈરાન સાથે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ દરમિયાન વિપક્ષ દ્વારા એક ખાસ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલનો મુખ્ય હેતુ રાષ્ટ્રપતિની 'વોર પાવર્સ' એટલે કે યુદ્ધ જાહેર કરવાની અને લશ્કરી આદેશો આપવાની શક્તિઓને મર્યાદિત કરવાનો હતો. જોકે, સેનેટમાં થયેલા મતદાનમાં આ પ્રસ્તાવ નિષ્ફળ રહ્યો હતો. બિલના સમર્થનમાં 47 મત પડ્યા હતા, જ્યારે તેની વિરુદ્ધમાં 53 મત પડ્યા હતા.
Mar 05, 2026 10:29 am
મધ્ય પૂર્વમાં ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે અમેરિકી રાજકારણમાં એક મોટો વળાંક આવ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની યુદ્ધ સંબંધી સત્તાઓને અંકુશમાં લેવા માટે યુએસ સેનેટમાં રજૂ કરવામાં આવેલો ઠરાવ પસાર થઈ શક્યો નથી. આ પરિણામ ટ્રમ્પ વહીવટીતંત્ર માટે મોટી રાજકીય જીત સમાન માનવામાં આવે છે.
Mar 05, 2026 10:29 am
સાઉદી અરબે ઈરાન તરફથી આવી રહેલા વધુ એક ડ્રોનને રસ્તામાં જ તોડી પાડ્યું. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ડ્રોન પૂર્વ દિશામાંથી આવી રહ્યું હતું અને જોર્ડન સરહદ નજીક અલ-જૌફ વિસ્તારની નજીક પહોંચી રહ્યું હતું. આજે સવારે પણ સાઉદી અરબે ત્રણ ડ્રોનને તોડી પાડવાની જાણકારી આપી હતી.
Mar 05, 2026 10:12 am
ઈરાને ગઈકાલે રાત્રે ફરીથી ઇઝરાયલ તરફ ઘણી મિસાઇલો છોડી. આ માહિતી ઇઝરાયલની સેનાએ આપી છે. લોકોને સાવચેત કરવા માટે મોબાઇલ ફોન પર એલર્ટ મોકલવામાં આવ્યું. આ પછી યરુશલમ અને મધ્ય ઇઝરાયલના ઘણા વિસ્તારોમાં સાયરન વાગવા લાગ્યા.
Mar 05, 2026 10:09 am
નવા માલકનેસ ગામે ખેડૂતના ભાગીદાર વાડીએ મકાનની છત પર રખોપું કરી રહેતા હતા અને તે દરમિયાન અચાનક સિંહે આવીને હુમલો કર્યો હતો, નવા માલિકનેસ ગામના મનુંભાઈ સુખાભાઈ જાદવ (ઉ.વ.૪૫) પર સિંહ કર્યો હતો હુમલો અને માથાના ભાગે સામાન્ય ઇજાઓ થતા 108ની મદદથી સારવાર અર્થ ખાંભા બાદ અમરેલી ખસેડાયા છે, આ ઘટનાને પગલે ખાંભા વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
Mar 05, 2026 10:08 am
અમરેલીના ખાંભા તાલુકામાં સિંહે એક વ્યકિત પર હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે અને નવા માલકનેસ ગામે યુવક પર હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે. અમરેલી જિલ્લામાં ફરી ચાર પગનો આતંક સામે આવ્યો છે અને ખાંભા તાલુકાના નવા માલકનેસ ગામે ખેડૂતના ભાગીદાર પર મોડી રાત્રે સિંહે હુમલો કરતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, ખેતરમાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, તો અમરેલી વન વિભાગે આ મામલે તપાસ શરૂ કરી છે.
Mar 05, 2026 09:58 am
કુવૈત નજીક એક તેલ ટેન્કર (જહાજ) પાસે જોરદાર વિસ્ફોટ થયાના સમાચાર છે. આ ઘટના મુબારક અલ-કબીર વિસ્તારથી લગભગ 55 કિમી દૂર સમુદ્રમાં બની હતી. ટેન્કરના કેપ્ટને જણાવ્યું કે જહાજની ડાબી બાજુએ વિસ્ફોટ થયો અને ત્યારબાદ એક નાની બોટ ત્યાંથી જતી દેખાઈ. વિસ્ફોટ પછી જહાજમાંથી તેલ સમુદ્રમાં ફેલાઈ ગયું અને જહાજમાં થોડું પાણી પણ ભરાઈ ગયું. જોકે બધા ક્રૂ મેમ્બર સુરક્ષિત છે.
Mar 05, 2026 09:54 am
ઓવરટેક જેવી નજીવી બાબતે એક વૃદ્ધ અને ઢોર માર્યો છે અને વૃદ્ધને માર મારતા તેમને પણ ઈજા પહોંચી છે, પોલીસ આવા અસામાજિક તત્વો સામે કેમ ઢીલી પડે છે તે ખબર નથી પડતી, વીડિયોમાં દેખાય છે કે, વૃદ્ધને ઢોર માર માર્યો છે તેમ છત્તા પોલીસે ફકત પ્રોહિબિશનનો કેસ નોંધતા વલસાડ પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.
Mar 05, 2026 09:53 am
વલસાડમાં પોલીસનો ડર ના હોય એમ બે આરોપીએ જાહેરમાં એક વૃદ્ધને માર માર્યો હતો અને લોકો જોઈ રહ્યાં હતા, દારૂ પીધેલી હાલતમાં વૃદ્ધને માર માર્યો હોવાની વાત સામે આવી છે. વલસાડમાં જાહેરમાં બે યુવકોએ મચાવ્યો આતંક અને ઓવરટેક જેવી નજીવી બાબતે વૃદ્ધને માર્યો માર, તો વૃદ્ધને બે લુખ્ખાઓ જાહેર રોડ પર લાતો મારી રહ્યા છે અને રસ્તા ઉપર નીચે સુવડાવીને વૃદ્ધને માર માર્યો છે, તો ઘટનાની જાણ થતા પોલીસે સ્થળે પર પહોંચીને બે લુખ્ખાઓની અટકાયત કરી હતી.

Mar 05, 2026 09:31 am
મધ્ય પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ છઠ્ઠા દિવસે અત્યંત ભયાનક સ્તર પર પહોંચી ગયું છે. ઇઝરાયલી વાયુસેનાએ રાતોરાત ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે. આ ઓપરેશનમાં 100 થી વધુ ફાઇટર જેટ્સ સામેલ હતા, જેણે તેહરાન સહિત ઈરાનના વિવિધ સૈન્ય મથકો પર 250 થી વધુ બોમ્બ ફેંક્યા હતા. અમેરિકાના સહયોગથી કરવામાં આવેલા આ હુમલાનો મુખ્ય ટાર્ગેટ પૂર્વી તેહરાનમાં આવેલું રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) નું મુખ્યાલય હતું.
Mar 05, 2026 09:31 am
ઈરાન સિવાય ઇઝરાયલે લેબનોનમાં પણ પોતાના હુમલા તીવ્ર બનાવ્યા છે. ઈરાન સમર્થિત હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર થયેલા બોમ્બમારામાં રાજધાની બેરૂત, ટાયર અને દક્ષિણ લેબનોનના વિસ્તારો ખંડેરમાં ફેરવાઈ ગયા છે. લેબનોનમાં અત્યાર સુધીમાં 70 લોકોના મોત થયા છે અને 400 થી વધુ લોકો ઘાયલ થયા છે. સરહદી વિસ્તારોમાં ઇઝરાયલી સૈનિકો (IDF) ની મોટી ટુકડીઓ તૈનાત કરી દેવામાં આવી છે. આ ભીષણ હુમલા બાદ તેહરાનમાં અનેક સ્થળોએ ભયાનક વિસ્ફોટો અને આગની જ્વાળાઓ જોવા મળી રહી છે, જે દર્શાવે છે કે મધ્ય પૂર્વ હવે એક અનિશ્ચિત અને લાંબા યુદ્ધ તરફ ધકેલાઈ ગયું છે.
Mar 05, 2026 09:31 am
ઇઝરાયલી સૈન્યના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ એફી ડેફ્રીના જણાવ્યા અનુસાર, અત્યંત સચોટ ગુપ્ત માહિતીના આધારે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. આ હુમલામાં માત્ર રિવોલ્યુશનરી ગાર્ડ્સ જ નહીં, પરંતુ ઈરાનની ગુપ્તચર એજન્સીઓ, આંતરિક સુરક્ષા દળો અને સાયબર યુદ્ધ એકમના મુખ્યાલયોનો પણ નાશ કરવામાં આવ્યો છે. ઇઝરાયલે દાવો કર્યો છે કે તેણે ઈરાનની આશરે 300 સંરક્ષણ પ્રણાલીઓ અને બેલિસ્ટિક મિસાઇલોને નષ્ટ કરી દીધી છે. એટલું જ નહીં, ઈરાનના પરમાણુ પ્લાન્ટની અંદર આવેલા કેટલાક સંવેદનશીલ સ્થળો પર પણ હુમલા કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે.
Mar 05, 2026 09:30 am
અમદાવાદ એરપોર્ટથી ગલ્ફ ફ્લાઇટો પર અસર યથાવત, સતત પાંચમા દિવસે પણ અનેક ફ્લાઇટ રદ્દ થઇ, દુબઇ,અબુધાબી,દોહા સહિત ગલ્ફ રૂટ પ્રભાવિત, હાલમાં રેગ્યુલર ફ્લાઇટ સેવા કાર્યરત નહીં, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ્દ થવાનો સિલસિલો યથાવત, અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યા ઘટી.
Mar 05, 2026 09:21 am
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધમાં અત્યાર સુધીમાં 1045 લોકોના મોત થયા છે. આ માહિતી અલ જઝીરાએ આપી છે. જ્યારે અમેરિકી સેનેટે એક પ્રસ્તાવને રોકી દીધો હતો, જેનો હેતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પની ઇરાન વિરુદ્ધની સૈન્ય કાર્યવાહીને મર્યાદિત કરવાનો હતો. આ પ્રસ્તાવની વિરુદ્ધમાં 53 મત પડ્યા હતા અને 47 મત સમર્થનમાં હતા.
Mar 05, 2026 09:12 am
તેલંગાણાથી બે ઉમેદવારોની જાહેરાત કરી, અભિષેક મનુ સિંઘવી, વેમ નરેન્દ્ર રેડ્ડી લડશે જંગ, અનુરાગ શર્મા હિમાચલ પ્રદેશથી લડશે જંગ, ફુલો દેવી નેતામને છત્તીસગઢથી ઉમેદવાર બનાવ્યા, હરિયાણામાં કરમવીરસિંહ બૌદ્ધને ઉમેદવાર બનાવ્યા, હિમાચલ પ્રદેશથી અનુરાગ શર્માને ઉમેદવાર બનાવ્યા, એમ. ક્રિસ્ટોફર તિલક તમિલનાડુમાંથી ઉમેદવાર બનાવ્યા.
Mar 05, 2026 09:11 am
અમદાવાદના પોશ વિસ્તાર આનંદનગરમાં લૂંટની ઘટના બની છે અને ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો, પોલીસે યુવતીના નિવેદનના આધારે ફરિયાદ નોંધી છે અને આસપાસના સીસીટીવી તપાસ માટે લીધા છે, ટુ વ્હિલર પર આવીને આરોપીઓ લૂંટ થઈને ફરાર થયા હતા, તો સમગ્ર ઘટનામાં પોલીસની અલગ-અલગ ટીમ આ મામલે તપાસ કરી રહી છે.
Mar 05, 2026 09:10 am
અમદાવાદમાં રિક્ષામાં જતી યુવતી સાથે લૂંટની ઘટના બની છે અને ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં લૂંટની ઘટના બની છે અને ટુ-વ્હિલર પર આવેલા વ્યક્તિએ ચલાવી લૂંટ, રિક્ષામાં જતી યુવતીના હેન્ડબેગની લૂંટ થતા યુવતીએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને આનંદનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Mar 05, 2026 08:59 am
આ ઘટનામાં 87 લોકોના મોત થયા છે, જ્યારે 32 ને બચાવી લેવાયા છે. બીજી તરફ, ઈઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ અને બેરુતના દક્ષિણ વિસ્તારો પર પણ હુમલા તેજ કર્યા છે. બુધવારે થયેલા હુમલા એટલા પ્રચંડ હતા કે ઈરાની ટીવીને સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઇની સ્મારક સેવા પણ રદ કરવી પડી હતી.
Mar 05, 2026 08:59 am
મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત વિનાશક પરિસ્થિતિમાં પહોંચ્યો છે. ગુરુવારે સવારે ઈરાને ઈઝરાયલ પર શ્રેણીબદ્ધ મિસાઈલ હુમલા કર્યા હતા, જેનાથી છ દિવસથી ચાલી રહેલું આ યુદ્ધ વધુ ઉગ્ર બન્યું છે. વળતા પ્રહારમાં અમેરિકા અને ઈઝરાયલે ઈરાનના સૈન્ય મથકો અને પરમાણુ કાર્યક્રમોને નિશાન બનાવ્યા છે. અમેરિકી સંરક્ષણ સચિવ પીટ હેગસેથના જણાવ્યા અનુસાર, હિંદ મહાસાગરમાં અમેરિકી સબમરીન દ્વારા છોડવામાં આવેલા ટોર્પિડોથી ઈરાનનું એક શક્તિશાળી યુદ્ધ જહાજ ડૂબી ગયું છે.
Mar 05, 2026 08:55 am
પોલીસે ટ્રકમાંથી રૂ.27.40 લાખની કિંમતની 8784 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે અને પોલીસે દારૂ તેમજ ટ્રક મળી કુલ રૂ.52.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, પોલીસે રાકેશ ભીમજી મોરી અને કિશન સુરેશ દવેની ધરપકડ કરી છે, ક્યાંથી દારૂ આવતો હતો અને કયા ઉતારવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
Mar 05, 2026 08:55 am
બોટાદ એલસીબી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે અને બે આરોપીની ધરપકડ કરી છે, ગઢડા તાલુકાનાં મોટા ઉમરડા ગામ પાસેથી દારૂ ભરેલ ટ્રક ઝડપાયો છે. બોટાદ LCB PIઅને તેમની ટીમને બાતમી મળી હતી કે, દારૂ ભરેલો ટ્રક ભાવનગરથી અમરેલી જઈ રહ્યો છે જેથી પોલીસે ગોઠવી હતી વોચ અને વોચ દરમિયાન દારૂનો જથ્થો ઝડપી પાડયો છે, બાતમી વાળો ટ્રક આવતા પોલીસે ટ્રકને રોકી તપાસ કરતા દારૂનો જથ્થો હોવાનું સામે આવ્યું છે.
Mar 05, 2026 08:45 am
માથા અને મોઢાના ભાગે પથ્થર મારીને કરી હત્યા, નેપાળી યુવક રાહુલ વિશ્વકર્માની કરાઈ હત્યા, સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી.
Mar 05, 2026 08:45 am
બેફામ કાર પુલની દીવાલ સાથે અથડાઈ, લોખંડની ગ્રીલે કારને નીચે પડતી બચાવી, કારમાં સવાર દંપતી અને બાળકનો બચાવ, એરબેગ્સ ખુલતા પરિવારનો આબાદ બચાવ, ડ્રાઈવરને ઝોકું આવતા અકસ્માતની ઘટના.
Mar 05, 2026 08:18 am
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ કહ્યું છે કે, હાલમાં એ કહી શકાય નહીં કે કેનેડા, ઈરાન સામેના યુદ્ધમાં સેના મોકલશે કે નહીં, તેમણે કહ્યું કે કેનેડા તેના સહયોગીઓ સાથે ઊભું રહેશે, પરંતુ જરૂર પડ્યે લશ્કરી મદદ આપવાની શક્યતાને પણ નકારી શકાય નહીં.
Mar 05, 2026 08:15 am
વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આરોપી મોહમ્મદયાકુબ શેખની ધરપકડ કરી કપૂરાઈ પોલીસને કર્યો હવાલે અને મહોમ્મદયાકુબ સામે વડોદરા શહેર જિલ્લા ઉપરાંત અમદાવાદમાં પણ નોંધાયા છે ચાર ગુના, કપૂરાઈ પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ રિકવર કરવા હાથ ધરી કાર્યવાહી છે, કપૂરાઈ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
Mar 05, 2026 08:14 am
વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો રીઢો આરોપી, તો આરોપી વિરુદ્ધ અલગ-અલગ ગુના નોંધાયા છે, અને વડોદરા અને અમદાવાદમાં આરોપીએ ચોરી કરી હોવાની વાત સામે આવી છે. વડોદરામાં કપૂરાઈ બાઇપાસ પર પાર્ક કરેલી કારનો કાચ તોડી કરી હતી ચોરી અને કારમાંથી બેગમાં મુકેલા 3 હજાર ડોલર કપડા સહિતની છ બેગની ચોરી કરી આરોપી ફરાર થયો હતો, વડોદરા ક્રાઈમ બ્રાન્ચ આ મામલે તપાસ કરી રહી હતી અને બાતમીના આધારે આરોપીને ઝડપી લેવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે.
Mar 05, 2026 08:05 am
ખંડણી, બ્લેકમેઇલિંગના આરોપી માનસિંગનું મોત, મામલતદાર આત્મહત્યા પ્રયાસ કેસમાં જેલમાં હતો, ગંભીર બીમારી બાદ આરોપી માનસિંગ દરજીનું મોત.
Mar 05, 2026 08:05 am
નદીમાં ન્હાવા પડેલા બે મિત્રો ડૂબ્યા, ફાયર વિભાગે શોધખોળ હાથ ધરી.
Mar 05, 2026 08:04 am
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. આ દરમિયાન એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇરાને અમેરિકાને ગુપ્ત રીતે વાતચીતનો પ્રસ્તાવ મોકલ્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, ઇરાનની ગુપ્તચર એજન્સીના અધિકારીઓએ CIA સાથે પરોક્ષ સંપર્ક કરીને યુદ્ધ સમાપ્ત કરવા અંગે ચર્ચા કરવાની ઓફર કરી છે.
Mar 05, 2026 08:03 am
તેઓ પણ રવિવારે સાંજ સુધી ઉધના સ્ટેશને રોકાઈને તમામ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યુ હતું. તેમજ જરૂર જણાય તે રીતે ટ્રેનો દોડાવવા મંજૂરી આપી હતી. એટલું જ નહીં મુસાફરોને મુશ્કેલી નહીં પડે તેની તમામ તકેદારી રાખવામાં આવી હતી. મુસાફરોની ભીડને જોતા ઉધના સ્ટેશન પર આરપીએફ (RPF) અને જીઆરપી (GRP) દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. પ્લેટફોર્મ નંબર ૧ થી ૫ સુધી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેથી કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને. સ્ટેશન પર પીવાના પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ વધારવા માટે પણ સ્થાનિક તંત્રને સૂચના અપાઈ છે. દરમિયાન ગરમીને ધ્યાને લઈ રેલવેતંત્ર અને વિવિધ સંસ્થાઓ દ્વારા મુસાફરોને પાણીની બોટલનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
Mar 05, 2026 08:03 am
ત્યારબાદ બીજી માર્ચને હોળીના તહેવાર પહેલા પહેલી માર્ચના રોજ રેલવે દ્વારા ઉત્તરપ્રદેશ અને બિહાર તરફ રૂટિનની મળી કુલ ૮ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી હતી. તેમાં પણ શનિવારે મોડી સાંજ જ મુસાફરોનો જમાવડો થતાં રેલવેએ વહેલી સવારે ૩.૩૦ વાગ્યાની આસપાસ એક અનરિઝર્વ ટ્રેન દોડાવી દીધી હતી. જેને કારણે મુસાફરોની સાથે તંત્રને મોટી રાહત થઈ હતી. ભીડને કારણે મુંબઈ ડિવિઝનના ડીઆરએમ સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઉધના સ્ટેશને આવી પહોંચ્યો હતો.
Mar 05, 2026 08:03 am
આ વખતે હોળીના તહેવાર પહેલા ફેબ્રુઆરી મહિનાના દરેક રવિવારે મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. ૧૫ અને ૨૨ ફેબ્રુઆરીના રોજ સ્થિતિ એવી હતી કે પ્લેટફોર્મ પર પગ મૂકવાની પણ જગ્યા નહોતી. ખાસ કરીને ૧૫ ફેબ્રુઆરીએ જ્યારે હસનપુર સ્પેશિયલ (૦૯૦૩૧) દોડાવવામાં આવી ત્યારે રેકોર્ડબ્રેક ભીડ નોંધાઈ હતી. ૨૨ ફેબ્રુઆરીએ પણ જયનગર અને રક્સૌલ માટે વધારાની સ્પેશિયલ ટ્રેનો મૂકવા છતાં જનરલ કોચમાં મુસાફરો ઘેટાં-બકરાની જેમ ભરાઈને જવા મજબૂર બન્યા હતા.
Mar 05, 2026 08:02 am
સુરતમાં વસતા પરપ્રાંતીયો હોળી-ધુળેટીના તહેવાર નિમિત્તે અચૂક માદરે વતન જાય છે. દરમિયાન આ વખતે રેલવેતંત્ર દ્વારા આગોતરું જ આયોજન કરી દેવામાં આવ્યું હતું. હોળી પહેલાના રવિવારે અનરિઝર્વ ટ્રેનોમાં ભીડ થશે તેવી ધારણા હોવાથી રેલવેએ સ્પેશિયલ અનરિઝર્વ ટ્રેનો દોડાવવાની તૈયારી કરી દીધી હતી. દરમિયાન હોળી પહેલાં ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડ તરફની ટ્રેનોમાં કુલ ૧.૯૦ લાખ મુસાફરો માદરે વતન ગયા છે. તેમજ આ થકી રેલવેને કુલ ૫.૭૩ કરોડની આવક થવા પામી છે.
Mar 05, 2026 07:54 am
આરોપીએ બે કલાકમાં ૨૫,૦૦૦ થાઈ બાટ આપવાનું વચન આપ્યું હતું. પરંતુ કોઈ રકમ આપવામાં આવી નહોતી. ત્યારબાદ તપાસ કરતાં ફ્લાઈટ ટિકિટ કેન્સલ થયેલી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, ત્યારબાદ કંપની સંચાલકોએ તેમને રકમ પરત આપવાની ખાતરી આપી હતી, પરંતુ તેમણે ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધું હતું. આ અંગે સાયબર હેલ્પલાઈન ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તપાસ દરમિયાન રૂ. ૫૦,૬૬૩ વિવિધ ખાતામાં હોલ્ડ કરાયા હતા, જેમાંથી કોર્ટ ઓર્ડરથી રૂ. ૧૯,૦૪૯ પરત મળ્યા હતા. આ પ્રકરણમાં વધુ તપાસ માટે હાલમાં વોટ્સએપ નંબર ધારક વિરુદ્ધ પીઆઈ જે.સી.જાદવે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે.
Mar 05, 2026 07:54 am
વેબ પેજ પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર સંપર્ક સાંધતાં પાંચ દિવસના મુંબઈથી ફુકેટ અને બેંગકોકના પેકેજ અંગે વાતચીત થઈ હતી. ટુર ટ્રાવેલ્સની આ કંપની થકી સભ્યદીઠ રૂ. ૫૧,૦૦૦ મુજબ કુલ રૂ. ૧,૦૨,૦૦૦ પેકેજ નક્કી થયું હતું. શરૂઆતમાં ફ્લાઈટ બુકિંગ માટે ૩૦ ટકા રકમ રૂપે રૂ. ૩૨,૦૦૦ ગૂગલ પે દ્વારા ટ્રાન્સફર બાદ હોટલ બુકિંગ માટે રૂ. ૩૦,૦૦૦ તથા બાકી ૪૦ ટકા રૂપે રૂ. ૪૦,૦૦૦ ચૂકવ્યા હતા. કંપનીએ આંતરરાષ્ટ્રીય કરન્સી (થાઈ બાટ) માટે વધુ રકમ માંગતા ICICI બેંક એપ મારફતે રૂ. ૬૪,૫૦૦ ટ્રાન્સફર કર્યા હતા.
Mar 05, 2026 07:54 am
સુરતમાં થાઇલેન્ડ ટૂરના નામે ઓનલાઇન ઠગાઈ થઈ હોવાની વાત સામે આવી છે, વેસુમાં મહિલા સાથે થાઇલેન્ડ ટૂરના નામે ઠગાઈ થઈ છે અને ટુકડે-ટુકડે રૂ.1.66 લાખ પડાવી લેવામાં આવ્યા છે. વેસુ વિસ્તારની ગૃહિણીએ મોબાઈલ પર થાઈલેન્ડ ટૂર પેકેજ ઓનલાઈન બૂક કરાવ્યા બાદ રૂ. ૧,૬૬,૫૦૦ની ઠગાઈનો ભોગ બની છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, વેસુ મહારાણા પ્રતાપ રોડ સ્થિત શિલ્પ રેસિડેન્સીમાં રહેતા ઉર્વશીબેન ભાવીનભાઈ શાહ ગત ૯ ઓક્ટોબરે તેમના પતિના મોબાઈલ પરથી થાઈલેન્ડ ટૂર માટે સર્ચ કરતાં યશ ટૂર એન્ડ ટ્રાવેલ નામની વેબસાઈટ મળી આવી હતી.
Mar 05, 2026 07:46 am
અજાણ્યા વાહનની ટક્કરથી બાઇકચાલકનું મોત, અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા અકસ્માત, અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો દાખલ.
Mar 05, 2026 07:38 am
પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે મોટો નિર્ણય, દિલ્હી-ટોરોન્ટો વચ્ચે ત્રણ ફ્લાઇટ્સ વધારી, 11 માર્ચ સુધી 3 વધારાની ફ્લાઇટ ઓપરેટ કરાશે, દિલ્હી-ફ્રેન્કફર્ટ વચ્ચે 3 નવી ફ્લાઇટ્સ ઓપરેટ કરાશે, દિલ્હી-પેરિસ વચ્ચે 1 વધારાની ફ્લાઇટ્સ ઓપરેટ કરાશે, 10 માર્ચ સુધી વધારાની ફ્લાઇટ્સ ઓપરેટ કરાશે.
Mar 05, 2026 07:35 am
સ્પાઈસજેટની UAEથી ભારત માટે ખાસ ફ્લાઈટ્સની જાહેરાત કરી છે અને સ્પાઈસજેટ એરલાઈન્સે 5 થી 7 માર્ચ દરમિયાન 20 ફ્લાઈટ ઓપરેટ કરશે, ફુજૈરાહ અને દુબઈથી મુંબઈ તેમજ દિલ્હી માટે ઓપરેટ થશે,મુસાફરોની વધતી માગને લઈ આ નિર્ણય કરાયો છે.
Mar 05, 2026 07:35 am
એર ઈન્ડિયાએ ટોરોન્ટો, ફ્રેન્કફર્ટ અને પેરિસ માટે વધારાની ફ્લાઈટ્સની કરી જાહેરાત, અને પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિને કારણે મુસાફરોની વધતી માગને લઈ એર ઈન્ડિયાએ મહત્વનો નિર્ણય લીધો છે, 5 થી 11 માર્ચ દરમિયાન દિલ્હી અને ટોરોન્ટો વચ્ચે 3 વધારાની ફ્લાઈટ્સ ઓપરેટ કરાશે અને 7 થી 10 માર્ચ દરમિયાન દિલ્હી અને ફ્રેન્કફર્ટ વચ્ચે 3 નવી ફ્લાઈટ્સ ઓપરેટ કરાશે, 7 થી 10 માર્ચ દરમિયાન દિલ્હી અને પેરિસ વચ્ચે 1 વધારાની ફ્લાઈટ ઓપરેટ કરાશે.
Mar 05, 2026 07:35 am
મિડલ ઈસ્ટમાં વણસેલી યુદ્ધની સ્થિતિમાં ભયના ઓથાર વચ્ચે ફસાયેલા ભારતીય મુસાફરો દુબઈથી પરત ફર્યા છે અને અમદાવાદ એરપોર્ટ પર મોડી રાતે પરત ફર્યા છે. ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધથી સ્થિતિ વણસી છે અને મુસાફરોનું કહેવું છે કે, સરકારે સંપૂર્ણ સહયોગ આપ્યો છે અને બે દિવસમાં બોમ્બ અને મિસાઇલ ફૂટ્યા છે અને તેના અવાજ સાંભળ્યા છે, રોકાયેલા દરેક મુસાફરને મફ્તમાં સુવિધા મળી હોવાની વાત સામે આવી છે.
Mar 05, 2026 07:27 am
પશ્ચિમ રેલવેને અત્યાર સુધી 5.73 કરોડની આવક, અત્યાર સુધીમાં 1.90 લાખ લોકોએ કરી મુસાફરી, સુરતથી યુપી-બિહાર અને ઝારખંડ માટે મુસાફરી.
Mar 05, 2026 07:23 am
શ્રીલંકા નજીક ઇરાનના યુદ્ધ જહાજ પર હુમલો, યુદ્ધ જહાજ IRIS દેના ભારતથી પરત ફરી રહ્યું હતું, યુદ્ધ જહાજ પર હુમલો થતા 87 ઇરાની સૈનિકોના મોત, શ્રીલંકાના નૌકાદળે 32 ઘાયલને બચાવ્યા હતા, જહાજ પર આશરે 180 નૌસૈનિક સવાર હતા, ગુમ થયેલા લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન.
Mar 05, 2026 07:10 am
તો સેવ બનાવવાના કારખાનામાં આ આગ લાગી હોવાની વાત સામે આવી છે, તો આ આગમાં કોઈ જાનહાની નથી અને ફાયર વિભાગે આગને કાબુમાં લીધી છે અને હાલ કુલિંગ કામગીરી ચાલી રહી છે અને કારખાનાના માલિકનું પોલીસે અને ફાયર વિભાગે નિવેદન લીધું છે, ઉનાળાની શરૂઆત થતાની સાથે શહેરમાં આગ લાગવાના બનાવો શરૂ થયા છે.
Mar 05, 2026 07:10 am
અમદાવાદ શહેરના સરસપુર શહેર કોટડા પોલીસ સ્ટેશનની સામે મોડી રાત્રે સેવ બનાવવાના કારખાનામાં આગ લાગતા ફાયર બ્રિગેડની 16 ગાડીઓ દોડી ગઈ હતી અને આગને કાબુમાં લેવામાં આવી છે, તો ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો સ્ટાફ પણ પહોંચ્યો હતો અને આગ લાગવાનું કારણ અકબંધ છે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.
Mar 05, 2026 07:09 am
અમદાવાદ શહેરમાં આગ લાગવાની ઘટના અવાર-નવાર બને છે, ત્યારે અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં આગ લાગી હતી અને ફાયર ફાયટર દ્વારા આગને કાબુમાં લેવામાં આવી છે. અમદાવાદમાં કારખાનામાં ભીષણ આગ લાગી હતી અને મોડી રાતે સેવ બનાવવાના કારખાનામાં આગ લાગતા દોડધામ મચી હતી, તો શહેર કોટડા પોલીસ સ્ટેશનની સામે આ આગ લાગી હતી અને 16 ફાયર ફાયટર દ્વારા આગ પર કાબૂ મેળવાયો છે. તો ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
Mar 05, 2026 06:57 am
RSP, નેપાળી કોંગ્રેસ સહિતના પક્ષ મેદાનમાં, 110 બેઠકો પર યોજાઇ રહ્યું છે મતદાન, કોશી, મધેશ, બાગમતી, ગંડકીમાં મતદાન, લુમ્બિની, કરનાલી અને સુદુરપશ્ચિમમાં મતદાન, મુખ્ય પક્ષો અને નવા રાજકીય જૂથો ચૂંટણી મેદાનમાં, કેપી શર્મા, ગગન થાપા, બોલેશન શાહ લડી રહ્યા છે ચૂંટણી.
Mar 05, 2026 06:56 am
સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) એ કહ્યું છે કે, ઈરાની આક્રમકતા શરૂ થયા પછી અત્યાર સુધીમાં યુએઈ તરફ છોડવામાં આવેલી 189 બેલેસ્ટિક મિસાઈલો શોધી કાઢવામાં આવી છે. યુએઈના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેમાંથી 175 મિસાઈલોને તોડી પાડવામાં આવી હતી, 13 સમુદ્રમાં પડી હતી અને એક મિસાઈલ દેશની અંદર પડી હતી.
Mar 05, 2026 06:55 am
માર્ચ શરૂ થવા પહેલાં જ ઉત્તર-પશ્ચિમ ભારત માં તાપમાન ઝડપથી વધવા લાગ્યું છે, જેના કારણે લોકોને એપ્રિલ જેવી ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. હવામાન વિભાગ અનુસાર, આ વિસ્તારમાં આવેલા ઘણા રાજ્યો જેમ કે રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં મહત્તમ તાપમાન 35 થી 37 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જે સામાન્ય કરતાં 3-5 ડિગ્રી વધુ છે.
Mar 05, 2026 06:55 am
છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે.
Mar 05, 2026 06:54 am
વાતાવરણીય પરિબળોનું મિશ્રણ ઉનાળાના અકાળ આગમનમાં ફાળો આપી રહ્યું છે. IMD અનુસાર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં તાપમાન સામાન્ય કરતાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. જ્યારે વેસ્ટર્ન ડિસ્ટરબન્સના કારણે 4 થી 6 માર્ચ દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં હળવી હિમવર્ષા થવાની શક્યતા છે, પરંતુ તેની અસર ઓછી રહેશે.
Mar 05, 2026 06:54 am
IMDની આગાહી સામે આવી છે, જેમાં મેદાની પ્રદેશો, અંતરિયાળ વિસ્તારોમાં ગરમી પડશે અને 90 દિવસમાં લૂ લાગવાના કિસ્સાઓ પણ વધી શકે છે, માર્ચમાં વરસાદ પડશે અને દેશના મોટાભાગના પ્રદેશોમાં સામાન્ય કરતાં વધુ ગરમી રહેશે સાથે સાથે ઉત્તર-પશ્ચિમ, મધ્ય ભારતમાં તાપમાન સામાન્યથી નીચું રહેશે, માર્ચમાં ગુજરાતમાં હીટ વેવના દિવસોની સંખ્યા વધુ રહેશે અને આંધ્રપ્રદેશના જુદાજુદા વિસ્તારોમાં પણ હીટવેવ રહેશે.
Mar 05, 2026 06:54 am
રાજ્યમાં ગરમીનું જોર વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ગરમ પવન ફૂંકાતા વધશે ગરમી અને સૌથી વધુ તાપમાન રાજકોટમાં 39.2 ડિગ્રી નોંધાયું છે. 5 જિલ્લાઓમાં 38 ડિગ્રીને પાર તાપમાન પહોંચી ગયું છે, અમદાવાદ, ડીસા, ગાંધીનગરમાં 38 ડિગ્રી, અમરેલી, વડોદરામાં 38 ડિગ્રી તાપમાન સુરત, સુરેન્દ્રનગર, મહુવા, કેશોદમાં 37 ડિગ્રી તો ભુજ, ભાવનગર, વેરાવળમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Mar 05, 2026 06:42 am
મોડી રાતે સેવ બનાવવાના કારખાનામાં આગ, શહેર કોટડા પોલીસ સ્ટેશનની સામે લાગી આગ, 16 ફાયર ફાયટર દ્વારા આગ પર કાબૂ મેળવાયો.
Mar 05, 2026 06:42 am
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે મેચ, જે ટીમ જીતશે તે સીધી ફાઇનલમાં પહોંચશે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કાંટે ટી ટક્કર, બંન્ને ટીમના ખેલાડીઓ જબરજસ્ત ફોર્મમાં, T-20 વર્લ્ડકપની ફાઇનલ 8 માર્ચે રમાશે, અમદાવાદના નમો સ્ટેડિયમમાં રમાશે ફાઇનલ.
Mar 05, 2026 06:41 am
નીતીશ કુમારનો પુત્ર JDUમાં જોડાશે:સૂત્ર, પુત્ર નિશાંત કુમાર JDUમાં જોડાશે:સૂત્ર, સીએમ નીતીશ કુમાર હવે રાજ્યસભા જશે, આજે નીતીશ કુમાર ભરી શકે છે ફોર્મ, બિહારમાં નવા સીએમ અંગે અસમંજસ.
Mar 05, 2026 06:41 am
1300 ગ્રામ અફીણ મળી આવ્યું, મોટલ ધ વિલેજ પાસેથી બે આરોપી ઝડપાયા, પરેશ ગોલતર અને અંકુર રામાણીની ધરપકડ, 6.50 લાખનું અફીણ SOG પોલીસે જપ્ત કર્યુ.
Mar 05, 2026 06:40 am
બુધવારે સાંજના 6 વાગ્યા સુધી 3796 કોલ્સ નોંધાયા, સામાન્ય કરતા 530 વધુ કોલ્સ નોંધાયા, ઉત્સવ વચ્ચે અણધાર્યા બનાવોમાં વધારો.

Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ

Dabhoi: ડભોઇ સેવા સદન પાસે જ રોડ પર ખાડાથી હાલાકી

Panchmahal: બોડેલી સેવાસદન ખાતે જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરાયું

Dabhoi: ડભોઈના બજારોમાં પ્લાસ્ટિકની તાડપત્રી ખરીદવા ઘરાકી નીકળી

Vadodara: વાઘોડિયાના વિકાસપથ પર તૂટેલી રેલિંગ વાહન ચાલકો માટે જોખમી

દીવાનો ધર્મ છે બધાને પ્રકાશ આપવાનો

માયામાંથી મોહ વગેરે અનર્થો પેદા થાય છે

મને વિદ્યા આપો તો તમારું કામ કરી આપું

મૈસૂરનું દૈવી અને સાંસ્કૃતિક ગૌરવ શ્રી ચામુંડેશ્વરી દેવીનું મંદિર

કર્મના સોફ્ટવેરને સમજવું

દીવાનો ધર્મ છે બધાને પ્રકાશ આપવાનો