
Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ

Mar 12, 2026 11:53 pm
3 ઝોનમાં વેધર સ્ટેશનનું આયોજન , રાંધેજા, સરગાસણ અને GMC ઓફીસ પર બનશે , ગરમી, ઠંડી અને વરસાદના ચોક્કસ ડેટા જાણી શકાશે
Mar 12, 2026 11:44 pm
રોડ પર રખડતા પશુઓનો ત્રાસ , રાત્રી દરમિયાન આખલા યુદ્ધ જોવા મળ્યું , વાઘોડિયા વડોદરા રોડ પર આખલા યુદ્ધ , બાલાજી નંદન સોસાયટી પાસે આખલા બાખડ્યા , રોડ પરથી પસાર થતા વાહન ચાલકોમા ડર
Mar 12, 2026 11:25 pm
નકલી નોટ બનાવતા શખ્સને ઝડપી પાડ્યો, નૈતિક અગ્રાવત નામના શખ્સની ધરપકડ, 100-200 રૂપિયાની 38 નકલી નોટો ઝડપી પાડી, SOG દ્વારા આરોપીની ધરપકડ કરાઇ
Mar 12, 2026 11:07 pm
વિધાનસભા અધ્યક્ષ અને ગૃહમંત્રી પાસે મદદની કરી માગ, સોશિયલ મીડિયામાં મળતી ધમકીને લઇ મદદ માગી , હું કાયદાકીય પગલાં ભરવા માટે તૈયાર છુ, હું રાજીખુશીથી મારા પતિ સાથે રહુ છુ, મારી નાખવાની, ઉપાડી જવાની ધમકી મળી રહી છે, લડવામાં નહી સમજવામાં એક્તા દર્શાવવા અપીલ, કિંજલ રબારીએ આંતરજ્ઞાતિ લગ્ન કરતા ઉભો થયો વિવાદ
Mar 12, 2026 10:45 pm
બોર્ડની પરીક્ષા આપીને પરત ફરતી વખતે અકસ્માત, બે ગુજરાતી અને બે મહારાષ્ટ્રના યુવકોના મોત, સામે સામે બાઇક અથડાતા 4 યુવકોના મોત , બે બાઇક અથડાતા એકમાં લાગી હતી આગ
Mar 12, 2026 10:31 pm
ગોદરેજ ગાર્ડન સીટી નજીક ચાલી રહ્યું હતું જુગારધામ, સેવી સ્ટુડિયોના બ્લોક Aમાં ચાલી રહ્યું હતું જુગારધામ, મકાન માલિક વિસ્મય પંડ્યા સહિત 5 જુગારી ઝડપાયા, 63 હજાર રોકડ, 5 મોબાઇલ ફોન કબ્જે કરાયા , 2 ફોર વ્હીલર સહિત 25.23 લાખનો મુદ્દામાલ જપ્ત
Mar 12, 2026 09:57 pm
ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો નિર્ણય, પીડિતાની ગર્ભપાતની અરજી HC એ ફગાવી , 26 સપ્તાહનો ગર્ભ હોવાથી જીવને જોખમની કોર્ટની નોંધ, 6 મહિના ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે, વડોદરાની દુષ્કર્મની પીડિતાની હતી અરજી
Mar 12, 2026 09:37 pm
ચૂંટણી અધિકારી, મદદનિશ ચૂંટણી અધિકારી નિયુક્તિ , 33 જિલ્લાની 91 નગરપાલિકા માટે નિયુક્તી કરાઇ, રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આદેશ
Mar 12, 2026 09:37 pm
ટાવર-Cમાં રોકાણની લાલચે 1.27 કરોડની છેતરપિંડી, વસ્ત્રાપુરના વૃદ્ધ અને સગા સંબંધીઓ સાથે છેતરપિંડી, ગિફ્ટ સિટીના ટાવર-Cના વહીવટકર્તા સામે નોંધ્યો ગુનો, WTC નોઇડા ડેવલપમેન્ટ સામે પણ ગુનો દાખલ
Mar 12, 2026 09:18 pm
ત્રીજા દિવસે શોર્ટલિસ્ટ પ્રક્રિયા પૂર્ણ, કુલ 49,006 મતદાન, 46,284 મત માન્ય, 2,722 મત અમાન્ય જાહેર કરાયા , વિજેતા બનવા 1,92,851 પોઇન્ટ જરૂરી, સૌથી વધુ એકડા મેળવનાર ઉમેદવારો બનશે વિજેતા 5 મહિલા ઉમેદવારોને મળશે સ્થાન, કુલ 23 ઉમેદવારો વિજેતા જાહેર થશે, હાલ ઉમેદવારોની મતગણતરી પ્રક્રિયા ચાલુ
Mar 12, 2026 09:06 pm
અમદાવાદ ગ્રામ્ય કોર્ટે જામીન અરજી ફગાવી, જમીન NA કૌભાંડ કેસમાં અરજી નામંજૂર, પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ જેલમાં બંધ, જામીન મુક્તિ આપવા કોર્ટનો ઇન્કાર,જમીન કૌભાંડના ભ્રષ્ટાચારનો છે આરોપ
Mar 12, 2026 09:05 pm
વહીવટદાર તરીકે મિલિન્દ તોરવણેએ લીધો ચાર્જ, નવી બોડીની રચના સુધી તોરવણે રહેશે ચાર્જમાં, મનપાની ટર્મ પૂર્ણ થતા વહીવટદારનું શાસન
Mar 12, 2026 09:04 pm
પોલીસ જવાને ગળેફાસો ખાઈ કરી આત્મહત્યા, કૃષ્ણકાંત સોરઠીયાએ કર્યો આપઘાત , પોલીસ હેડક્વાટરમાં ફરજ બજાવતા હતા, બીમારીથી કંટાળીને અંતિમ પગલું ભર્યું, એક સપ્તાહમાં બે પોલીસકર્મીઓના આપઘાત
Mar 12, 2026 08:55 pm
મહિલા કંડક્ટર સાથે નોકરી મુદ્દે કરી ગેરવર્તણૂક, ડેપો મેનેજરની ગેરવર્તણૂંકનો વીડિયો થયો વાયરલ , મહિલા કંડક્ટરને ઓવરટાઇમ માટે કરી મજૂબર, મહિલા કંડક્ટર મેનેજરને આજીજી કરતી દેખાઇ
Mar 12, 2026 08:34 pm
પોતાના મકાનમાં ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત, 27 વર્ષિય યુવક રાજકોટમાં રહેતો હતો , આપઘાતને લઇને બાબરા પોલીસે તપાસ હાથ ધરી
Mar 12, 2026 08:25 pm
શંકાસ્પદ અવશેષો સાથે ચાર શખ્સોની ધરપકડ, નખ, વાળ, કસ્તુરી મૃગ જેવા પદાર્થો જપ્ત કરાયા , શંકાસ્પદ અવશેષોને ફોરેન્સીક માટે મોકલાયા
Mar 12, 2026 08:01 pm
CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે કારનું વિતરણ, 50 ધન્વંતરી રથને અપાઇ લીલી ઝંડી, 56 મોબાઈલ મેડિકલ વાનનું લોકાર્પણ, શ્રમયોગીઓ માટે નવી વ્યવસ્થા ઉપલબ્ધ, ડોક્ટર ટીમ સ્વાસ્થ્ય ચકાસણી કરશે, મેડિકલ વાનમાં 20 પ્રકારના ટેસ્ટ થશે
Mar 12, 2026 08:00 pm
રીક્ષાચાલક સલમાન પઠાણનો ભોગ બની યુવતી , 8 વર્ષ સુધી સબંધ બાદ કોર્ટ મેરેજ કર્યા , એક સંતાન બાદ મુસ્લિમ ધર્મ અપનાવવા દબાણ કર્યુ, સલમાને મુસ્લિમ પત્ની લાવવા માટે કરી વાત , પીડિતાએ વિરોધ કરતા માર મારી ધમકી આપી , યુવતી ભાગીને લોકોની મદદ માગી ઘરે પહોંચી , યુવતીએ બાપોદ પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ
Mar 12, 2026 07:59 pm
કાળુભા રોડ પર સૂર્યરાજ ટાવરની ઘટના , બિલ્ડીંગના સાતમા માળેથી પટકાતા શ્રમિકનું મોત, ઘટનાને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી
Mar 12, 2026 07:58 pm
નીલમ સિનેમા વિસ્તારમાં યુવકની હત્યા , ફાયરિંગમાં યુસુફ મણુંદ નામના યુવકનું મોત , જહીર ખોખરા નામના વ્યક્તિએ કરી હત્યા, ગોળી વાગતા ઇજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત, યુવકની હત્યાની ઘટનાથી લોકોમાં રોષ , આરોપી સામે કડક કાર્યવાહી કરવાની લોકોની માગ, પરિવારે લાશ સ્વીકારવાનો કર્યો ઇન્કાર
Mar 12, 2026 07:57 pm
શિક્ષક દંપતીના ઘરને બનાવ્યું નિશાન, મહાકાળી ટેનામેન્ટમાં ધોળા દિવસે ચોરી, દપંતી નોકરી પર ગયેલું હતું ત્યારે કરી ચોરી
Mar 12, 2026 07:45 pm
નાની ભૂલના કારણે પેન્શન નહીં અટકે, હવેથી માનવાચક શબ્દોની ભૂલ માફ, નામમાં 'ભાઈ' કે 'બેન' ની ભૂલ ચલાવી લેવાશે, પીપીઓ-આધાર કાર્ડની ઓળખ આપવી પડશે , હિસાબ અને તિજોરી નિયામક કચેરીનો નિર્ણય, વૃદ્ધ પેન્શનરોને કચેરીના ધક્કા નહિ ખાવા પડે, નામ સુધારવાની જટિલ પ્રક્રિયામાંથી મુક્તિ
Mar 12, 2026 07:39 pm
ગરબાડાના માનીક્યાર ગામે વૃદ્ધા પર દીપડાનો હુમલો, 70 વર્ષીય કમીબેન પર દીપડાએ કર્યો હુમલો, દીકરીના ઘરે લગ્નમાં આવેલી વૃદ્ધા પર હુમલો, ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી
Mar 12, 2026 07:37 pm
બપોરથી લોકો ગેસ બોટલ લેવા માટે લાઇનમાં લાગ્યા, રાંધણ ગેસની અછતની ભીતિએ લોકોની પડાપડી, એજન્સીધારક દ્વારા પોલીસ બંદોબસ્તની કરાઇ માગ
Mar 12, 2026 07:37 pm
આવતીકાલથી જગદીશ વિશ્વકર્મા ગુજરાતના પ્રવાસે, 13 થી 15 માર્ચે સંગઠનલક્ષી બેઠકો કરશે , વલસાડ, ધમરપુર, ડાંગ, સુરતમાં કરશે બેઠકો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ એક્ટિવ મોડમાં
Mar 12, 2026 06:55 pm
ક્રાઇમ બ્રાન્ચે બિહારના રામપુરથી ઝડપી પાડ્યો, પિતાએ કામ બાબતે ઠપકો આપતા કરી હતી હત્યા, માતાને પણ માર મારીને આરોપી પુત્ર થયો હતો ફરાર, આરોપી નામ અને વેશ બદલીને રહેતો હતો
Mar 12, 2026 06:21 pm
16.06 લાખની કિંમતનો દારુ ઝડપી પાડ્યો , દારૂનું કટીંગ ચાલતુ હતુ તે સમયે રેડ કરી, કુલ 36.28 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો, 3 બુટલેગરની ધરપકડ અન્ય 5 ફરાર
Mar 12, 2026 05:50 pm
સમગ્ર રાજ્યમાંથી 22416 નમૂના લેવાયા , નમૂના પૈકી 1197 નમૂના બિનપ્રમાણિત, 3009 નમૂનાની તપાસ હજુ સુધી બાકી , સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાને દંડ, 2 કરોડ 37 લાખ 60 હજારનો દંડ વસૂલાયો, રાજ્યભરમાંથી 2.13 લાખ કિલો જથ્થો જપ્ત કરાયો, દૂધ, ઘી, પનીર, માવાના નમૂના લીધા
Mar 12, 2026 05:49 pm
સાબરકાંઠા ખેતરમાં આગ લાગવાની ઘટના, હિંમતનગરના બેરણા ગામે ખેતરમાં લાગી આગ, સાગર નટવરભાઈ પટેલના ખેતરમાં લાગી આગ, ઘઉંનો તૈયાર પાક આગમાં બળીને થયો ખાખ
Mar 12, 2026 05:38 pm
પાર્સલમાંથી જીવાત નીકળતા ફૂડ વિભાગને જાણ કરી, ફૂડ ઇન્સ્પેક્ટરે અવધ રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરી, સેમ્પલ એકત્ર કરી ટેસ્ટિંગ માટે વડોદરા મોકલાયા
Mar 12, 2026 05:32 pm
ખાદ્ય પદાર્થના નમૂનાનો રિપોર્ટ વહેલો આવશે, અત્યાર સુધી વડોદરા લેબમાં નમૂનાનું થતું હતું ટેસ્ટિંગ, લાંબા સમયે આવતો હતો ખાદ્ય પદાર્થનો રિપોર્ટ, કાલાવડ રોડ ઉપર નવી લેબ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ, ફૂડ ટેસ્ટિંગ લેબ સાથે મેલેરિયા સેન્ટર પણ બનશે, સૌરાષ્ટ્રના શહેરોના ફૂડ નમૂનાનું ટેસ્ટિંગ થઈ શકશે
Mar 12, 2026 05:17 pm
આવતીકાલે હર્ષ સંઘવી નેત્રંગમાં રેલી કરશે , નેત્રંગમાં આદિવાસી સંમેલનનું આયોજન , આદિવાસી વિસ્તારમાં સરકારનો વધુ એક પ્રચાર
Mar 12, 2026 05:06 pm
વેરાવળના આજેઠા ગામના યુવક પર દુષ્કર્મનો ગુનોં નોંધાયો , સ્નેપચેટ મારફતે ઓળખાણ બાદ યુવતી સાથે મિત્રતા કેળવી , યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યાની ફરિયાદ, સ્પ્રિંગ ફિલ્ડ ફાર્મ હાઉસમાં યુવતીને માર માર્યાનો આક્ષેપ, યુવતીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી , પીડિત યુવતીની ફરિયાદ આધારે પોલીસે ગુનોં નોંધ્યો
Mar 12, 2026 04:45 pm
MLA શૈલેષ પરમારના સવાલમાં સરકારનો જવાબ, વીજ ખરીદી માટે ખાનગી એકમો પર નિર્ભરતા, 2 વર્ષમાં ખાનગી એકમો પાસેથી વીજળી ખરીદી, 101161 મિલિયન યુનિટ વીજળી ખરીદી , વર્ષ 2024માં 48808 યુનિટ વીજળી ખરીદી , વર્ષ2025 માં 52353 યુનિટ વીજળી ખરીદી , વર્ષ 2024માં પ્રતિ યુનિટ રૂ.4.61 ચૂકવણી, વર્ષ 2025 માં પ્રતિ યુનિટ રૂ.4.48 ચૂકવણી, વર્ષ 2024માં 22503 કરોડ ખર્ચ્યા, વર્ષ 2025માં વીજળી ખરીદવા 23430 કરોડ ખર્ચ્યા
Mar 12, 2026 04:36 pm
શાળા આરોગ્ય તપાસણીમાં ચોંકાવનારો ખુલાસો , વર્ષ 2024-25માં 169 બાળકો બિમાર મળ્યા , વર્ષ 2025-26માં 191 બાળકો બિમાર મળ્યા, કેન્સર, કિડની, હ્રદય રોગની સારવાર અપાઈ, કાન, નાક, ગળા, પેટની સમસ્યા સામે આવી
Mar 12, 2026 04:34 pm
AMC ના કામોમાં જ નિયમ ઉલ્લંઘન, પાલડી પાસે બ્રિજ પર 2 વાગ્યે પણ કામ ચાલુ, જીવરાજ પાર્ક પાસે ખાનગી સાઇટ પર કામ ચાલુ , શ્રમિકે કહ્યું અમને કોઈ સૂચના નથી , માથે તકડો હોવા છતાં શ્રમિકો કામ કરતા દેખાયા
Mar 12, 2026 04:10 pm
ફિશિંગ બોટ ગુરુ કૃપાથી મળ્યો મેડિકલ ડિસ્ટ્રેસ કોલ, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ શિપ C-149 તાત્કાલિક મદદે પહોંચી, ઇજાગ્રસ્ત માછીમારને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો, વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયો
Mar 12, 2026 04:08 pm
ઘોરવાડામાં ઘઉંના ખેતરમાં આગ લાગી , વીજતાર ટકરાતા ભયાનક તણખલા પડ્યા, 200 મણ ઘઉં બળીને ખાખ થયા , જગતના તાતનો કોળિયો છીનવાઈ ગયો, વીજતંત્રની ઘોર બેદરકારીના ગંભીર આક્ષેપ, મુળચંદભાઈ તારાલને મોટું આર્થિક નુકસાન, વીજતંત્ર ની બેદરકારી થી ખેડૂતને નુકશાન
Mar 12, 2026 03:57 pm
25 દિવસ પછી બીજો સિલિન્ડર બુક થશે, LPG વિતરણને લઈને સરકારનો નિર્ણય, સંભવિત અછતને રોકવા નિર્ણય, સંગ્રહખોરી અટકાવવા પગલાં, 30 ટકા ઘરોમાં PNG હોવાથી સ્થિતિ કાબુમાં
Mar 12, 2026 03:46 pm
કંપની દીઠ 125 ટ્રક આવતી હતી , જે અછતની અસરને પગલે 50 થી 60 થઈ , હજીરા વિસ્તારમાં ગેસની 3 કંપની છે , પુરવઠો નિયત્રંણમાં રાખવા ગેસ એજેન્સીનો નિર્ણય
Mar 12, 2026 03:29 pm
આણંદની આસોદર શાળામાં ગેસની અછત, શાળાના આચાર્યએ ગેસ એજન્સીને લખ્યો પત્ર, પીએમ પોષણ યોજના અંતર્ગત સિલેન્ડર માગ્યો, શાળાને માર્ચ 2026 થી 6 સિલિન્ડર ફાળવવા માંગ.
Mar 12, 2026 03:26 pm
પેટ્રોલ, ગેસની સ્થિતિ અંગે સમિતિ નજર રાખશે
ત્રણ સભ્યોની સમિતિની રચના કરાઇ
કમિટીમાં વિદેશમંત્રી અને પેટ્રોલિયમ મંત્રીનો સમાવેશ
સમિતિ દેખરેખ અને સંકલન સુનિશ્ચિત કરશે
Mar 12, 2026 03:17 pm
બાઢડા ગામે પુલ બેસી ગયો, લામધાર નદી પર પુલ બેસી ગયો, 5 લાખ રૂપિયાના ખર્ચે બનેલ પુલ બેસી ગયો, સીમતળ અને ગામતળ વચ્ચે પુલ બનાવ્યો હતો, ગ્રામજનોએ તપાસની માગ કરી.
Mar 12, 2026 03:14 pm
આજે સાંજે 4:30 લોકસભામાં આપશે નિવેદન
રાહુલ ગાંધીના સંબોધન પર સરકાર જવાબ આપશે
Mar 12, 2026 03:02 pm
આ જમીન રાજ્યના પ્રસિદ્ધ ‘વેળાવદર નેશનલ પાર્ક’ની નજીક હોવાથી કાળીયાર અને અન્ય વન્યજીવો માટે મહત્વના હેબીટાટ તરીકે ઉપયોગી બની રહેશે તેમ મંત્રીએ ઉમેર્યુ હતું. જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, તળાજા તાલુકાની મેથાળા બંધારા યોજના માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨૮૫ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. વર્ષોથી પડતર મેથાળા બંધારા યોજનાની કામગીરી આ વિસ્તારમાં ક્ષાર નિયંત્રણ માટે ખૂબ અગત્યની છે. આ યોજનાથી અંદાજે ૬૫૫ મીટર ઘનફૂટ વરસાદી પાણી સંગ્રહ થવાથી ૧૦ ગામો સાથે ૬,પ૫૦ હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે એટલું જ નહીં પરંતુ ભૂગર્ભજળ રીચાર્જ થવાની સાથે કૂવા-બોરવેલમાં પાણીના સ્તર ઉંચા આવશે. વધુમાં બંધારાના કારણે દરિયાઈ પાણી આગળ વધતું રોકાવાથી આ વિસ્તારમાં ક્ષારનું પ્રમાણ પણ આગળ વધતું અટકશે જેથી આ વિસ્તારના ખેડૂતો માટે આ પરિયોજના આશીર્વાદ સમાન બની રહેશે. ટેન્ડરની કામગીરી પૂર્ણ થયા બાદ અંદાજે બે વર્ષમાં આ યોજના પૂર્ણ કરવામાં આવશે તેમ,મંત્રી પટેલે ઉમેર્યું હતું.
Mar 12, 2026 03:01 pm
રાજ્ય સરકારના નિર્ણયથી આ વિસ્તારના ખેડૂતો તેમજ ગામજનોને ખૂબ મોટો ફાયદો થશે તેમ, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું. મંત્રી મોઢવાડિયાએ આ અંગે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં મેથાળા ગામ પાસે બગડ નદી ઉપર બંધારાની મહત્વાકાંક્ષી યોજનામાં વન વિભાગી કુલ પ૯૮.ર૪ર૭ હેક્ટર જમીન ડુબાણમાં જાય છે. આ પરિયોજના માટે કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરીના ભાગરૂપે સૈદ્ધાંતિક મંજૂરી તા. ૧૫ માર્ચ ર૦ર૪ના રોજ આપવામાં આવી હતી. તેની સામે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના મોણપુર ગામના સર્વે નં ૫૧૫/૧ ની ૫૯૮.૨૪૨૭ હેક્ટર બિન જંગલ જમીન વન વિભાગને ફાળવવામાં આવી છે.
Mar 12, 2026 03:01 pm
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શન હેઠળ વન વિભાગ અંતર્ગત આવતા વર્ષોથી પડતર એવા ભાવનગરના મેથાળા બંધારાના પ્રશ્નનો હકારાત્મક ઉકેલ આવ્યો છે. ભાવનગરના મેથાળા બંધારાની કામગીરીથી ક્ષાર નિયંત્રણની સાથે તેમાં વરસાદી પાણી સંગ્રહ થવાથી ૧૦ ગામની ૬,૫૫૦ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. આ મેથાળા બંધારાની જગ્યાએ વન વિભાગને વલ્લભીપુરના મોણપુર ખાતે પ૯૮.ર૪ર૭ હેક્ટર બિન જંગલ જમીન ફાળવવામાં આવી છે.
Mar 12, 2026 02:46 pm
કરોડો રૂપિયાના જીરા-વરિયાળીના સોદા અટવાયા, ૨૫૦ જેટલા કન્ટેનરો દરિયાઈ માર્ગે ફસાયા, વેપારીઓના 300 કરોડના નાણાં રોકાયા, શિપિંગ ભાડામાં 3 ગણો ભાવમાં વધારો, ૧૫૦૦ ડોલરનું ભાડું 5000 ડોલરે પહોંચ્યું, વીમા કંપનીઓએ હાથ ઊંચા કરતા નિકાસ ઠપ્પ, ઊંઝા માર્કેટ યાર્ડના વેપારીઓમાં ભારે ચિંતા.
Mar 12, 2026 02:40 pm
05 - Anand News : 40 લોકોને ભાગવત સપ્તાહમાં લઈ જવાના બહાને ખંભાતના ચિરાગ જોશીએ આચરી મોટી છેતરપિંડી
07 - Iran US Israel War 2026: સાયબર હુમલાઓ બન્યા તીવ્ર, ઇન્ટરનેટ અને એપ્લિકેશન્સ પર નિશાન
08 - Gold Silver Price Today : સોનાના વધ્યા ભાવ, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત
09 - T20 વર્લ્ડ કપની ઉજવણીમાં હાર્દિક પંડયા ભાન ભૂલ્યો, ક્રિકેટર સામે નોંધાઈ FIR, જાણો મામલો
10 - Priyanka Chopra- નિક જોનસ પર આભ તૂટ્યું! પરિવારમાં 30 વર્ષની વયે આ વ્યક્તિનું થયું નિધન
Mar 12, 2026 02:28 pm
ઇલેક્ટ્રોનિક સ્ટોરમાંથી સ્પીકરની ચોરી, ચોરી કરતી મહિલા CCTVમાં કેદ થઈ, ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી.
Mar 12, 2026 02:20 pm
મોડાસાના સાબરમતી CNG પંપ પાછળ આગની ઘટના, CNG પંપ પર અફરતફરીનો માહોલ, ફાયર બ્રિગેડની 3 ટીમ ઘટનાસ્થળે પહોંચી, સાવચેતીના ભાગરૂપે ગેસ પંપ બંધ કરાયો, આગની ઘટનાથી વન વિભાગ અજાણ, પાણીનો મારો ચલાવી આગ બુઝાવવા પ્રયાસ.
Mar 12, 2026 02:10 pm
ગળતેશ્વર તાલુકાના ભાજપ મહામંત્રીની સાથે ચાર લોકો સામે નોંધાઈ સેવાલિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, ગળતેશ્વર તાલુકાના ટીંબાના મુવાડાની થર્મલ ચોકડી પર આવેલ પાનની દુકાને કોલ્ડ્રીક્સ એજન્સીના કર્મચારી ભાવેશ ચૌહાણ પર હુમલો કરી માર મારવાની ઘટના બનતા ગળતેશ્વર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ અને હાલના તાલુકા મહામંત્રી રીપલ પટેલની સાથે અન્ય ત્રણ લોકો સામે નોંધાયો ગુનો. કંપનીએ પાન પાર્લર પર કોલ્ડ્રીંક્સ મુકવાનુ ફ્રીઝ આપ્યું હોવાથી કર્મચારી વિઝીટ કરવા અને ઓર્ડર લેવા ગયો હતો જયાં ભાવેશ ચૌહાણને જાહેરમાં માર મારી જ્ઞાતિવાચક શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
Mar 12, 2026 02:09 pm
ખેડા જિલ્લા ભાજપના વધુ એક નેતા સામે ફરિયાદ નોંધાઈ છે અને તાલુકા ભાજપ મહામંત્રી રિપલ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે, રિપલ પટેલના પિતા સહિત ચાર સામે ફરિયાદ નોંધાઈ છે. રિપલ પટેલ, પિતા શાંતિલાલ પટેલ, ડોક્ટર ચિન્ટુ પટેલ, જોગા પરમાર સામે ફરિયાદ નોધાઈ છે, ઠંડાપીણાંના સેલ્સમેન ભાવેશ ચૌહાણ પર હુમલો કર્યો અને ગળતેશ્વરના ટીંબાના મુવાડાની થર્મલ ચોકડી પાસે આ ઘટના બની હતી, સેલ્સમેનને જાતિવાચક શબ્દો કહી માર માર્યાની ફરિયાદ સેવાલીયા પોલીસે નોંધી અને એટ્રોસિટી હેઠળ ગુનો નોંધ્યો છે.
Mar 12, 2026 02:02 pm
ટેન્ડર પ્રક્રિયા પુર્ણ થતા કામગીરી શરૂ થશે, નદી ખાલી થાય ત્યારે સ્પાન તોડવામાં આવશે, સ્પાન તોડી કાટમાળ બહાર કાઢવા આવશે, વાસણા બેરેજનુ કામ હોવાથી નદી થશે ખાલી.
Mar 12, 2026 01:40 pm
01-સફાલે સ્ટેશન પર પહેલાનો સમય (આગમન/પ્રસ્થાન): 17:13 / 17:15 વાગ્યે
02-સુધારેલ સમય (આગમન/પ્રસ્થાન): 17:23 / 17:25 વાગ્યે
03-અર્થાત્, હવે આ ટ્રેન સફાલે રેલવે સ્ટેશન પર પહેલાથી નક્કી કરેલા સમય કરતાં 10 મિનિટ મોડે પહોંચશે અને પ્રસ્થાન કરશે. આ પણ જાણ કરવામાં આવે છે કે સફાલે સ્ટેશન સિવાય અન્ય કોઈપણ સ્ટેશનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પશ્ચિમ રેલવે મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ પોતાની મુસાફરીની યોજના બનાવતી વખતે ઉપરોક્ત સુધારેલ સમયનું ધ્યાન રાખે.
Mar 12, 2026 01:38 pm
યાત્રિયોની સુવિધા તેમજ ટ્રેનોની સમયપાલન (પંક્ચ્યુઅલિટી) જાળવવા માટે પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના અનુસંધાને ગાડી નંબર 19016 પોરબંદર–દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ના સફાલે રેલવે સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. આ સુધારેલ સમય 15 માર્ચ 2026 થી ચાલતી ટ્રેનથી અમલમાં આવશે
Mar 12, 2026 01:19 pm
આદિજાતિ વિભાગના અંદાજપત્રની માંગણી પર નિવેદન
‘સમાજમાં ગામડાં વિકાસ માટે ઝંખી રહ્યા છે’
‘1 કરોડ 25 લાખ લોકો કે જે આદિવાસી સમાજના છે’
‘રાજ્ય સરકારે 17.57 ટકા બજેટ ફાળવવું જોઈએ’
1.35 ટકા બજેટ વસ્તી પ્રમાણે સરકારે ફાળવ્યું
Mar 12, 2026 01:10 pm
આ સરકારી કાર્યવાહી અંતર્ગત પુરવઠા વિભાગ દ્વારા અંદાજે રૂ. ૬૨,૪૧૧.૮૫/-ની કિંમતના ચોખા અને અંદાજે રૂ. ૪,૦૦,૦૦૦/-ની કિંમતનું વાહન મળી કુલ રૂ. ૪,૬૨,૪૧૧.૮૫/- નો મુદ્દામાલ 'આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ' હેઠળ સીઝ કરવામાં આવ્યો છે. હાલ આ સમગ્ર મામલે વિભાગ દ્વારા કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે કે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની ડિલિવરી ક્યાં કરવાની હતી. આગામી સમયમાં પણ આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવાની તંત્ર દ્વારા ચીમકી આપવામાં આવી છે.
Mar 12, 2026 01:09 pm
પુરવઠા વિભાગની ટીમ દ્વારા વાહનચાલકની સઘન પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ તે આ અનાજના જથ્થાના વહન અંગે કોઈ પણ પ્રકારની સત્તાવાર પરવાનગી, પાસ-પરમિટ કે માન્ય બિલ રજૂ કરી શક્યો ન હતો. વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી ઝીણવટભરી તપાસમાં બહાર આવ્યું હતું કે, ગાડીમાં કુલ ૪૬ કટ્ટા ચોખા એટલે કે અંદાજે ૨૩૧૧.૫૫૦ કિલોગ્રામ જેટલો જથ્થો કોઈપણ માન્ય આધાર-પુરાવા વગર અનધિકૃત રીતે હેરફેર કરવામાં આવી રહ્યો હતો.
Mar 12, 2026 01:09 pm
આ કામગીરીની વિસ્તૃત જાણકારી આપતાં જિલ્લા પુરવઠા અધિકારી એ. જી. ગજ્જરે જણાવ્યું હતું કે, ગત તારીખ ૧૧/૦૩/૨૦૨૬ના રોજ પુરવઠા વિભાગની વિશેષ ટીમ વઢવાણ-લખતર રોડ પર સરપ્રાઈઝ ચેકિંગમાં હતી. આ દરમિયાન યોગીરાજ પેટ્રોલિયમ અને ઝમર ગામ પાસે પસાર થઈ રહેલી એક લેલન પીકઅપ ગાડી નંબર: GJ03BW7406 શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા વાહનની પ્રાથમિક તપાસ કરતા તેમાં અનાજનો મોટો જથ્થો ભરેલો હોવાનું માલૂમ પડ્યું હતું.
Mar 12, 2026 01:09 pm
સુરેન્દ્રનગર જિલ્લામાં અનાજની ગેરકાયદેસર હેરફેર અને કાળાબજારી જેવી અસામાજિક પ્રવૃત્તિઓને જડમૂળથી ઉખેડી નાખવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક અભિગમ અપનાવવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર કે. એસ. યાજ્ઞિકના સીધા માર્ગદર્શન હેઠળ પુરવઠા વિભાગ દ્વારા સતત મોનિટરિંગ અને તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના પરિણામ સ્વરૂપ ગત રોજ વઢવાણ-લખતર રોડ પર આકસ્મિક તપાસ દરમિયાન લાખોની કિંમતનો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે.
Mar 12, 2026 12:50 pm
5 દિવસથી રેસ્ટોરન્ટ બંધ હાલતમાં, ગેસની અછતના કારણે વેપારીની કફોડી હાલત, કર્મચારીઓને પગાર આપવો પણ મુશ્કેલ બન્યું, સરકાર પાસે વેપારીએ સહાયની માંગ કરી.
Mar 12, 2026 12:46 pm
2.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
બપોરે 12.36 કલાકે નોંધાયો આંચકો
ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 11 કિમી દૂર
સૌરાષ્ટ્રમાં સવારથી બીજો આંચકો નોંધાયો
Mar 12, 2026 12:35 pm
તબીબોની લોકોને સાવચેતી રાખવા અપીલ
બપોરના તડકામાં બહાર ન નીકળવા સલાહ
વધુમાં વધુ પાણી પીવાનું તબીબોનું સૂચન
બાળકો, વૃદ્ધોને ખાસ કાળજી રાખવા અપીલ
Mar 12, 2026 12:28 pm
મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવાની ધમકી
ફાયર વિભાગની 3 ગાડીઓ કોર્ટમાં પહોંચી
સુરક્ષા એન્જસીઓ તપાસ શરૂ કરી
Mar 12, 2026 12:20 pm
આ મોલ દ્વારા ખરીદદારો અને વેચાણકારો વચ્ચે સીધું જોડાણ સ્થાપિત થશે, જેના કારણે ગ્રાહકોને વિવિધ સ્વદેશી ઉત્પાદનો એક જ જગ્યાએથી સરળતાથી ઉપલબ્ધ થશે અને ઉત્પાદકોને પણ પોતાના ઉત્પાદનો માટે બજાર મળી રહેશે. આ ઉપરાંત, આ મોલનો ઉપયોગ સ્વદેશી મેળાઓ, હાટ અને વિવિધ પ્રદર્શનો માટે પણ કરી શકાશે, જેના કારણે ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને વધુ વેગ મળશે. રાજ્ય સરકાર દ્વારા 2026-27ના બજેટમાં ‘નમો સ્વદેશી અર્બન મોલ’ અને સ્વદેશી મેળાઓના આયોજન માટે ₹45 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ પહેલ સ્થાનિક કારીગરો અને નાના ઉદ્યોગકારોને સશક્ત બનાવશે અને આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
Mar 12, 2026 12:20 pm
ઉલ્લેખનીય છે કે, શહેરી વિકાસ વર્ષ 2025-26 દરમિયાન રાજ્યની 16 મહાનગરપાલિકાઓમાં પ્લાસ્ટિક ફ્રી ‘સ્વદેશી ફેસ્ટિવલ’ અંતર્ગત સ્વદેશી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક કારીગરો, સ્વ-સહાય જૂથોની બહેનો, શેરી ફેરીયાઓ અને નાના વેપારીઓને પોતાના ઉત્પાદનો પ્રદર્શિત અને વેચાણ કરવાની તક મળી હતી. હવે સ્વદેશી ઉત્પાદનોને વ્યાપક અને કાયમી બજાર ઉપલબ્ધ થાય તે માટે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કાયમી ‘નમો સ્વદેશી અર્બન મોલ’ શરૂ કરવામાં આવશે. આ મોલ સ્થાનિક કારીગરો, મહિલા સ્વ-સહાય જૂથો, શેરી ફેરીયાઓ અને નાના ઉદ્યોગકારોને પોતાના સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ કરવા માટે એક સુવ્યવસ્થિત અને આધુનિક પ્લેટફોર્મ પૂરું પાડશે.
Mar 12, 2026 12:20 pm
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ અંતર્ગત ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે ‘નમો સ્વદેશી અર્બન મોલ’ યોજના અમલમાં મૂકવામાં આવી રહી છે. આ યોજનાનો હેતુ મહાનગરપાલિકાઓમાં સ્વદેશી ઉત્પાદનોના વેચાણ માટે કાયમી અને આધુનિક બજાર વ્યવસ્થા ઊભી કરવાનો છે જેથી શહેરીજનો સ્વદેશી ઉત્પાદનો ખરીદવા પ્રોત્સાહિત થાય.
Mar 12, 2026 12:19 pm
આ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર શહેરી વિસ્તારોમાં સ્થાનિક કારીગરો અને નાના ઉદ્યોગકારોને મંચ આપવા માટે વિવિધ પહેલો અમલમાં મૂકી રહી છે. ગુજરાતમાં સ્વદેશી મેળાઓના સફળ આયોજન બાદ હવે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એમ 4 મહાનગરપાલિકાઓમાં ‘નમો સ્વદેશી અર્બન મોલ’ બનાવવામાં આવશે.
Mar 12, 2026 12:19 pm
ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં એક-એક ‘નમો સ્વદેશી અર્બન મોલ’ બનાવવામાં આવશે. દેશનો દરેક નાગરિક સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવે અને 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં પોતાનું યોગદાન આપે એ હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મેક ઇન ઇન્ડિયા’,‘આત્મનિર્ભર ભારત’ અને ‘હર ઘર સ્વદેશી’ જેવા અભિયાનો શરૂ કર્યા છે.
Mar 12, 2026 12:05 pm
અવિશ્વાસ પ્રસ્તાવ પર થશે મોટી જાહેરાત
સ્પીકર ઓમ બિરલા આપશે પોતાનું વકતવ્ય
2 દિવસની ચર્ચા બાદ નિર્ણય
10 ફેબ્રુઆરીથી આસન પર નહોતા સ્પીકર
સંસદમાં વિપક્ષ સામે આક્રમક માહોલ
Mar 12, 2026 12:00 pm
પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ મુસાફરોને સુરક્ષિત, સુગમ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ છે. આ જ દ્રષ્ટિકોણ હેઠળ ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ અંતર્ગત વટવા રેલવે સ્ટેશનનું વ્યાપક પુનર્વિકાસ કાર્ય ઝડપી ગતિએ હાથ ધરવામાં આવી રહ્યું છે. અંદાજિત ₹33.64 કરોડના ખર્ચે હાથ ધરાયેલા આ કામોનો મુખ્ય હેતુ સ્ટેશનને માત્ર પરિવહન કેન્દ્ર તરીકે નહીં પરંતુ શહેરના આધુનિક “સિટી સેન્ટર” તરીકે વિકસાવવાનો છે. આ સાથે વટવામાં લગભગ 3 કિલોમીટર લાંબા મેગા કોચિંગ ટર્મિનલના નિર્માણનો પણ પ્રસ્તાવ છે.
Mar 12, 2026 11:49 am
08 - US-Israel-Iran War : ઇરાને યુએસના ઓઇલ ટેન્કરને નિશાન બનાવતા દરિયામાં દહેશત, એક ભારતીયનું મોત
09 - Mahakumbh વાયરલ ગર્લ મોનાલિસાએ મુસ્લિમ બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન! સોશિયલ મીડિયા પર હોબાળો!
10 - Uttar Pradesh : માર્ચમાં જ આભમાંથી વરસી રહી છે આગ! યુપીના અનેક શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર!
Mar 12, 2026 11:40 am
રાજકોટ મનપામાં વહીવટદાર શાસન લાગુ,રેમ્યા મોહને વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યો,કમિશનર તથા સિટી ઇજનેર સાથે બેઠક યોજી,વિકાસકામોની અધિકારીઓ પાસેથી માહિતી મેળવી.
Mar 12, 2026 11:40 am
અમદાવાદમાં વધતી ગરમી વચ્ચે હિટ સ્ટ્રોકનો ખતરો,તબીબોની લોકોને સાવચેતી રાખવા અપીલ,બપોરના તડકામાં બહાર ન નીકળવા સલાહ,વધુમાં વધુ પાણી પીવાનું તબીબોનું સૂચન,બાળકો, વૃદ્ધોને ખાસ કાળજી રાખવા અપીલ.
Mar 12, 2026 11:39 am
અમદાવાદમાં કોર્ટને બોમ્બથી ઉડાવાની ધમકી,મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવાની ધમકી.ફાયર વિભાગની 3 ગાડીઓ કોર્ટમાં પહોંચી,સુરક્ષા એન્જસીઓ તપાસ શરૂ કરી.
Mar 12, 2026 11:16 am
નસવાડીમાં તંત્રના પાપે આધુનિક દવાખાનું ધૂળીયું બન્યું,5 કરોડનું આધુનિક દવાખાનું ધૂળ ખાય છે,ગઢબોરિયાદમાં લોકાર્પણ વગર નવીન બિલ્ડીંગ બંધ,100 ગામના ગરીબ દર્દીઓ પરેશાન,જૂના જર્જરિત મકાનમાં સારવાર લેવા મજબૂર,નેતાઓ અને અધિકારીઓની ભયાનક ઉદાસીનતા,ભર ઉનાળે પંખા વગર દર્દીઓ સારવાર લેવા મજબુર,છેવાડાના માનવીના આરોગ્ય સાથે ગંભીર મજાક.
Mar 12, 2026 11:14 am
ગુજરાત યુનિવર્સિટીમાં ભરતીનો વધુ એક વિવાદ,સિનિયર ક્લાર્ક ભરતીની વય મર્યાદાનો વિવાદ,મહિલાઓની વય મર્યાદામાં ફેરફાર થતા વિવાદ,જનરલ કેટેગરીમાં 5 વર્ષ વધુ વય મર્યાદા કરતા વિવાદ,અચાનક નિયમ બદલાતા ભરતી પર ઉઠ્યા સવાલ,અગાઉ 40 વર્ષ વય મર્યાદા નક્કી કરાઈ હતી,અંગત લોકો ફાયદો કરાવ્યાનો NSUIનો આક્ષેપ.
Mar 12, 2026 11:01 am
PM મોદીની અધ્યક્ષતામાં હાઈલેવલ બેઠક મળી
PM મોદીનું કેન્દ્રીય મંત્રીઓ સાથે મંથન
અફવા ફેલાવનારા તત્વો પર કડક નજર
વિપક્ષને આક્રમક રીતે જવાબ આપવા આદેશ
સોશિયલ મીડિયા પર સક્રિય રહેવા સૂચના
Mar 12, 2026 10:50 am
ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી અને કાળાબજારી અટકાવવાના હેતુથી કરવામાં આવેલી આ તપાસમાં ખાસ કરીને ડોમેસ્ટિક એટલે કે ઘરવપરાશના સિલિન્ડરનો જથ્થો પ્રાથમિકતાના ધોરણે નાગરિકોને મળી રહે તે માટે એજન્સી સંચાલકોને કડક સૂચના આપવામાં આવી છે. દરેક એજન્સીએ નિયત પૂરતો સ્ટોક જાળવવો અને નિયમ મુજબ તેનું વિતરણ કરવું અનિવાર્ય છે. જો કોઈ પણ કક્ષાએ અનિયમિતતા જણાશે તો કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નાગરિકોના હિત માટે અને બજારમાં કૃત્રિમ અછત ન સર્જાય તે માટે વહીવટી તંત્ર સતત સતર્ક છે. આગામી દિવસોમાં પણ આવી આકસ્મિક તપાસનો દોર ચાલુ રાખવામાં આવશે જેથી સામાન્ય જનતાના હકોનું રક્ષણ કરી શકાય.
Mar 12, 2026 10:50 am
જિલ્લા પુરવઠા અધિકારી એ. જી. ગજ્જરના સંકલન સાથે સમગ્ર જિલ્લાના તમામ તાલુકાઓમાં આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત સંબંધિત તાલુકાના મામલતદાર અને ફિલ્ડ સ્ટાફની બનેલી વિશેષ ટીમોએ પોતપોતાના કાર્યક્ષેત્રમાં આવતી ગેસ એજન્સીઓની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ તપાસ દરમિયાન એજન્સીઓ પાસે ઉપલબ્ધ ગેસ સિલિન્ડરના જથ્થાની ભૌતિક ચકાસણી કરવામાં આવી હતી તેમજ સ્ટોક રજિસ્ટર અને વિતરણ વ્યવસ્થાની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.
Mar 12, 2026 10:49 am
સુરેન્દ્રનગર જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો સાતત્યપૂર્ણ રીતે જળવાઈ રહે અને સામાન્ય જનતાને કોઈ પણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટર કે. એસ. યાજ્ઞિકની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જિલ્લાની વિવિધ ગેસ એજન્સીઓ પર આકસ્મિક તપાસની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
Mar 12, 2026 10:35 am
આરોપી નકલી ટિકિટના આધારે છેતરપિંડી કરતો
RPF દ્વારા આરોપી ઠગ ઉપેન્દ્ર દ્વિવેદીને ઝડપ્યો
3 વર્ષમાં 400 થી 500 નકલી ટિકિટો બનાવી
સુરત, ઉધના, અમદાવાદમાં જગ્યાએ છેતરપિંડી કરી
IRCTC એજન્ટ બતાવી અને કાર્ડની છેતરપિંડી કરતો
Mar 12, 2026 10:32 am
તો ભોગ બનનારનું કહેવું છે કે, તમને ભાગવત સપ્તાહમાં લઈ જવામાં આવશે અને 11,000 રૂપિયા દક્ષિણા આપવામાં આવશે તેમ કહી 3300 રૂપિયા પડાવ્યા હતા અને ઉઘરાણી કરતા ચેક આપ્યા અને તે પણ બાઉન્સ થયા હતા, 40 થી વધુ વ્યક્તિઓ પાસેથી એક લાખ ચાલીસ હજાર રૂપિયા પડાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે અને પેટલાદ શહેર પોલીસે સમગ્ર મામલે અરજી લઇ તપાસ હાથ ધરી છે.
Mar 12, 2026 10:32 am
આણંદના ખંભાતમાં ભાગવત સપ્તાહમાં લઈ જવાના બહાને ચિરાગ જોશીએ રૂપિયા પડાવ્યા હોવાનો આક્ષેપ લાગ્યો છે, ખંભાતના ચિરાગ જોશી સામે પોલીસ ફરિયાદ નોંધાય તેવી માગ લોકોએ કરી છે અને દક્ષિણા આપવાના નામે લોકો સાથે છેતરપિંડી કરાઈ છે, ઉઘરાણી કરતા ચેક આપ્યા હતા અને તે ચેક બાઉન્સ થયા લોકોને ખબર પડી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે અને ચિરાગ જોશી રૂપિયા લઈને ફરાર થયો છે, પેટલાદ પોલીસે અરજી લઇ વધુ તપાસ હાથધરી છે.
Mar 12, 2026 10:32 am
આણંદના પેટલાદમાં 40 લોકો સાથે છેતરપિંડી થઈ હોવાની વાત સામે આવી છે, ખંભાતના ચિરાગ જોશીએ 40 લોકો સાથેથી રૂપિયા પડાવ્યા હતા અને ભાગવત સપ્તાહમાં લઈ ગયો ન હતો. આણંદના પેટલાદમાં 40 લોકો સાથે છેતરપિંડી થઈ હોવાની વાત સામે આવી છે અને કાશી, બનારસમાં ભાગવત સપ્તાહમાં લઈ જવા માટે રૂપિયા લીધા હતા અને પછી રુપિયા પરત પણ આપ્યા નહી અને ચિરાગ જોશી લઈ પણ ગયો નહી જેના કારણે સમગ્ર મામલો પેટલાદ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
Mar 12, 2026 10:21 am
ન્યુ લક્ષ્મીનગર સોસાયટીમાં પીવાનું પાણી અશુદ્ધ, નવા બોરમાંથી ઓઇલ અને ગેસવાળું પાણીની ફરિયાદ, 140 મકાનના 700થી વધુ લોકોનું આરોગ્ય જોખમાયું, પાણીમાં અજાણી ગંધ તથા તેલ જોવા મળ્યું, 8 મહિનાથી સ્થાનિકો ગંદુ પાણી પીવા મજબૂર, તંત્રની ઘોર બેદરકારીથી રહિશોમાં આક્રોશ.
Mar 12, 2026 10:01 am
પકડાયેલા આરોપીઓ પાસેથી ₹1,03,150 રોકડ, 04 મોબાઇલ ફોન, 02 બેગ તેમજ 84 નકલી કૂપન નોટો જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં આઈપીએફ પ્રવીણ કુમાર, એએસઆઈ માનસિંહ, સીટી મંજીત કુમાર, સીટી ધીરજ અને સીટી અંકિતની મહત્વપૂર્ણ ભૂમિકા રહી. પકડાયેલા આરોપીઓને આગળની કાર્યવાહી માટે જીઆરપી અમદાવાદને સોંપવામાં આવ્યા છે, જ્યાં તેમની સામે બીએનએસ ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી છે. પશ્ચિમ રેલવે મુસાફરોને અપીલ કરે છે કે મુસાફરી દરમિયાન કોઈપણ અજાણ્યા વ્યક્તિની વાતોમાં ન આવે અને પોતાની રોકડ રકમ, મોબાઇલ ફોન તથા બેંક સંબંધિત માહિતી સુરક્ષિત રાખે.
Mar 12, 2026 10:01 am
બંને આરોપીઓ તેમના સાથીઓ સાથે રેલવે સ્ટેશનોના બુકિંગ હોલ, પ્લેટફોર્મ વગેરે સ્થળોએ ઉભા રહી મુસાફરો પર નજર રાખતા હતા અને ખાસ કરીને બિહાર તથા ઉત્તર પ્રદેશ જતાં ઓછા શિક્ષિત મજૂર વર્ગના મુસાફરોને નિશાન બનાવતા હતા. તેઓ મુસાફરો સાથે તેમની ભાષામાં વાતચીત કરીને વિશ્વાસ જીતતા અને ખોટી માહિતી આપતા કે રેલવેમાં રોકડ કે મોબાઇલ રાખવું પ્રતિબંધિત છે, તેથી પૈસા અને મોબાઇલ જમા કરાવી કાર્ડ બનાવવું પડશે. ત્યારબાદ તેમનો એક સાથી નકલી ₹500ના કૂપન નોટ આપીને કાર્ડ બનાવવાનું નાટક કરતો, જેથી મુસાફરને વિશ્વાસ થઈ જાય. આ રીતે વિશ્વાસમાં લઈ તેઓ મુસાફરો પાસેથી રોકડ અને મોબાઇલ લઈને ફરાર થઈ જતા અને મોબાઇલ દ્વારા પૈસાની લેવડદેવડ પણ કરી લેતા. આ રીતે તેઓ ભોળા અને ઓછા શિક્ષિત મુસાફરોને પોતાનો શિકાર બનાવતા હતા.
Mar 12, 2026 10:00 am
આરપીએફ ટીમના એએસઆઈ માનસિંહ, સીટી મંજીત કુમાર તથા સીઆઇબી સ્ટાફ દ્વારા સ્ટેશન પરિસરમાં સઘન શોધ અભિયાન હાથ ધરવામાં આવ્યું, જેમાં બે શંકાસ્પદોને ઝડપી લેવામાં આવ્યા. તેમની ઓળખ પરેશ કુમાર પટેલ (રહેવાસી સુરત) તથા કાઉડા (રહેવાસી ઉદયપુર) તરીકે થઈ.પૂછપરછ દરમિયાન આરોપીઓએ સ્વીકાર્યું કે તેઓ તેમના સાથી મિટ્ટુ સિંહ અને પ્રિન્સ સાથે મળીને અમદાવાદ, સાબરમતી, દિલ્હી, સિકંદરાબાદ, હૈદરાબાદ, જયપુર, ભોપાલ અને સુરત જેવા મોટા રેલવે સ્ટેશનો પર ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર જતાં ઓછા શિક્ષિત મુસાફરોને નિશાન બનાવતા હતા.
Mar 12, 2026 10:00 am
આ બહાને પ્રથમ ઘટનામાં એક મુસાફર પાસેથી ₹12,000 રોકડ અને એક મોબાઇલ ફોન ઠગાઈ કરીને લઈ લેવામાં આવ્યા, જ્યારે બીજી ઘટનામાં અન્ય એક મુસાફર પાસેથી ₹3,000 રોકડ, મોબાઇલ ફોન તેમજ તેના બેંક ખાતામાંથી અંદાજે ₹1,00,000ની છેતરપિંડી કરવામાં આવી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વરિષ્ઠ મંડળ સુરક્ષા આયુક્ત, અમદાવાદના માર્ગદર્શન હેઠળ ઇન્સ્પેક્ટર/ આરપીએફ અમદાવાદના નેતૃત્વમાં એક વિશેષ ટીમ (CPDS)ની રચના કરવામાં આવી. ટીમ દ્વારા સ્ટેશન પરિસરના સીસીટીવી ફૂટેજની વિગતવાર તપાસ દરમિયાન ચાર શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરવામાં આવી, જેમની માહિતી ક્રાઇમ બ્રાંચ તથા જીઆરપી સાથે શેર કરવામાં આવી.
Mar 12, 2026 10:00 am
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રેલવે સુરક્ષા દળ (આરપીએફ) દ્વારા નિરંતર સતર્કતા રાખવામાં આવી રહી છે. આ જ ક્રમમાં આરપીએફએ અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરો સાથે ઠગાઈ કરનાર એક આંતરરાજ્ય ગેંગના બે સક્રિય સભ્યોને પકડીને આગળની કાર્યવાહી માટે જીઆરપી અમદાવાદને સોંપ્યા છે. હાલમાં બે મુસાફરોએ આરપીએફ પોસ્ટ અમદાવાદ ખાતે ફરિયાદ નોંધાવી હતી કે કેટલાક અજાણ્યા લોકોએ તેમને એવું કહીને છેતર્યા હતા કે રેલવે પરિસરમાં રોકડ રકમ સાથે ફરવું પ્રતિબંધિત છે અને તેને રેલવે કાર્ડમાં જમા કરાવવી જરૂરી છે.
Mar 12, 2026 09:47 am
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટાયેલ પાંખની 5 વર્ષની મુદ્દત આગામી 11 માર્ચના રોજ પૂર્ણ થઈ હતી. લોકશાહી ઢબે ચૂંટાયેલી બોડીની ટર્મ પૂરી થતાની સાથે જ મનપામાં વહીવટદાર શાસનનો આરંભ થશે. રાજ્ય સરકાર દ્વારા આ મહત્વની જવાબદારી રાજકોટના પૂર્વ કલેક્ટર રમ્યા મોહનને સોંપવામાં આવી છે. તેઓ મહાનગરપાલિકાના ઈતિહાસમાં 12માં વહિવટદાર તરીકે કાર્યભાર સંભાળશે. રાજકોટના પૂર્વ કલેક્ટર રેમ્યા મોહનને મનપાના વહીવટદારની જવાબદારી અપાઈ છે.
Mar 12, 2026 09:43 am
રાજકોટ મનપામાં વહીવટદાર શાસન લાગુ આજથી થયું છે અને ગઈકાલે શાસકોની ટર્મ પૂર્ણ થઈ હતી અને આજે સવારે 11 વાગ્યે રેમ્યા મોહન વહીવટદાર તરીકે ચાર્જ સંભાળશે અને લોકોની રજૂઆત નેતાઓને બદલે અધિકારીઓ સાંભળશે. રાજકોટમાં હવેથી અધિકારીઓનું રાજ નહી ચાલે અને થોડા સમય માટે મનપામાં આજથી વહીવટદાર શાસન લાગુ થશે, શાસકોની ટર્મ પૂર્ણ થતાં વહીવટદાર શાસન લાગુ કરાયું છે અને મનપાના વહીવટદાર તરીકે રેમ્યા મોહનની નિમણૂક કરાઈ છે અને ગઈકાલે રાત્રિના પદાધિકારીઓએ પોતાની સરકારી ગાડીઓ કરી જમા અને પદાધિકારીઓ પોતાને મળેલી સરકારી ચેમ્બર પણ કરશે જમા.
Mar 12, 2026 09:34 am
કાળઝાળ ગરમીમાં સિંહો તળાવ કાંઠે પહોંચ્યા, ગરમીમાં પાણીની શોધમાં નીકળ્યો સિંહ પરિવાર, શેત્રુંજય ડુંગરમાંથી સિંહ પરિવારની તળાવ કિનારે લટાર, સિંહ પરિવારની લટારનો વીડિયો થયો વાયરલ.
Mar 12, 2026 09:27 am
પીએમ-કિસાન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ભારતના કુલ ૧૧ કરોડથી વધુ ખેડૂત પરિવારોને ૨૧ હપ્તાના માધ્યમથી કુલ ૪,૦૯,૦૦૦ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. જે અન્વયે ગુજરાતના ૬૯.૨૪ લાખ લાભાર્થી ખેડૂત પરિવારોને પણ ૨૧ હપ્તાના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ રૂ. ૨૨,૦૬૯ કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં ચૂકવવામાં આવી છે.
Mar 12, 2026 09:26 am
વધુ વિગતો આપતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પીએમ કિસાન યોજનાના ૨૨માં હપ્તા પેટે સમગ્ર દેશના ૯.૩૨ કરોડથી વધુ ખેડૂતોને રૂ. ૧૮,૬૪૦ કરોડથી વધુની સહાય વિતરણ કરવામાં આવશે. જે પૈકી ગુજરાતના આશરે ૪૯.૫૯ લાખ ખેડૂત પરિવારોને રૂ. ૧,૦૨૮ કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે. રાજ્ય કક્ષાથી લઈને ગ્રામ્ય કક્ષા સુધી, જિલ્લા, તાલુકા તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, માર્કેટ યાર્ડ, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન, પ્રધાનમંત્રી કિસાન સમૃધ્ધિ કેંન્દ્રો, પ્રાઇમરી એગ્રીકલચરલ ક્રેડિટ સોસાયટી ખાતે પણ આ કાર્યક્રમનું આયોજન કરીને વડાપ્રધાનના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.
Mar 12, 2026 09:26 am
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા. ૧૩ માર્ચના રોજ આસામના ગુવાહાટી ખાતેથી “પીએમ કિસાન સન્માન નિધિ યોજના”નો ૨૨મો હપ્તો રિલીઝ કરશે. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રેસ મીડિયાના મિત્રોને માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી તા. ૧૩ માર્ચના રોજ સાંજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આસામના ગુવાહાટી ખાતેથી “પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના”નો ૨૨મો હપ્તો રિલીઝ કરશે. આ કાર્યક્રમના માધ્યમથી વડાપ્રધાન દેશના ખેડૂતો સાથે સંવાદ કરીને વિશેષ સંબોધન કરશે. જે અનુસંધાને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે.
Mar 12, 2026 09:13 am
ધંધાકીય અદાવત અને રૃ.૨૫ કરોડની લેતીદેતીમાં લગભગ પહેલાં પોચેક भहिना આરોપીઓએ રેકી કરી ઓઢવના બિલ્ડર હિમંત રૂડાણીને મો પર રૂમાલ દબાવી છરા વડે ઘા ઝીંકી કરપીણ હત્યા કરી હતી અને ત્યારબાદ લાશને તેમની કારની ડેકીમાં જ નાંખી કાર વિરાટનગર પાસે પાર્ક કરી દીધી હતી. આરોપી બિલ્ડર મનસુખ ઉર્ફે જેકી લાખાણીએ ધંધાકીય અદાવત અને સ્પર્ધાને લઇ હિંમત રૂડાણીનું કાસળ કાઢવા પોતે પડદા પાછળ રહી ભાકૃતિ માણસોને સોપારી આપી આ કરપીણ હત્યા કરાવી હતી. હત્યાના આ કાવતરાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ હાલના સગીરને પણ સામેલ કરાયો હતો. જેમાં આ સગીર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમની વિવિધ કલમો હેઠળ ગુનો ઓઢવ પોલીસ મથકમાં નોંધાયો હતો.
Mar 12, 2026 09:13 am
જેમાં જુવેનાઈલ બોર્ડે મહેસાણા જનરલ હોસ્પિટલના કલીનીકલ સાયકોલોજીસ્ટ પાસેથી સગીરના રિપોર્ટને ધ્યાનમાં લઈ જુવેનાઈલ બોર્ડે આ સગીર વિરૂદ્ધ જુવેનાઈલ બોર્ડ સમક્ષ જ ઇન્કવાયરી ચલાવવાનું ઠરાવતો હુકમ કર્યો હતો. જુવેનાઇલ બોર્ડના આ હુકમથી નારાજ થઇ મૂળ ફરિયાદીએ એપેલેટ કોર્ટ એવી સ્પેશ્યલ ચિલ્ડ્રન કોર્ટ સમક્ષ હાલની અપીલ કરી હતી અને માગણી કરી હતી કે, કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને પુખ્ત વ્યકિત ગણીને તેની વિરૂદ્ધમાં કાર્યવાહી કરવી જોઈએ.
Mar 12, 2026 09:13 am
મૃતક બિલ્ડર હિંમત રૂડાણીના પુત્ર દ્વારા કરાયેલી અપીલ મંજૂર રાખતા સ્પેશ્યલ ચિલ્ડ્રન કોર્ટ આ કેસનો ટ્રાયલ સગીર વિરૂદ્ધ જુવેનાઇલ બોર્ડ સમક્ષ ઈન્કવાયરી ચલાવવા અંગેના બોર્ડના હુકમને પણ ગેરકાયદે અને રદબાતલ ઠરાવ્યો હતો. આ મર્ડર કેસની કરપીણતા અને ગંભીરતા ધ્યાને લઈ કાયદાના સંઘર્ષમાં આવેલ આ કિશોર વિરૂદ્ધ જુવેનાઇલ જસ્ટિસ એકટ હેઠળ નહીં પરંતુ તેને પુખ્ત ગણી તેની વિરુદ્ધ ઇન્સાફી કાર્યવાહી ચલાવવા મૃતક બિલ્ડર હિંમત રૂડાણીના પુત્ર ધવલ હિંમત રૂડાણી દ્વારા જુવેનાઇલ બોર્ડમાં અરજી કરવામાં આવી હતી.
Mar 12, 2026 09:12 am
અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂડાણી હત્યા કેસમાં મોટો વળાંક આવ્યો છે, સગીર આરોપીને પુખ્ત ગણાવી કેસ ચાલશે તેવી વાત સામે આવી છે, સગીર વિરુદ્ધ ટ્રાયલ ચલાવવાનો કોર્ટનો હુકમ છે. અમદાવાદના ઓઢવના બિલ્ડર હિંમત રૂડાણીની ધંધાકીય હરિફાઈ અને અદાવતમાં હત્યાના કેસમાં કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરને પુખ્તવયની વ્યકિત ગણી તે મુજબ, તેની વિરૂદ્ધ સેશન્સ કોર્ટમાં આવેલી સ્પેશ્યલ ચિલ્ડ્રર્ન કોર્ટ સમક્ષ ઇન્સાફી કાર્યવાહી અને ટ્રાયલ ચાલશે. ચિલ્ડ્રન કોર્ટના સ્પેશ્યલ જજ એમ.પી.પુરોહિતે આ કેસમાં સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સકના રિપોર્ટના આધારે કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરને પુખ્ત વયનો ગણી તે મુજબ તેની વિરૂદ્ધ ટ્રાયલ ચલાવવા હુકમ કર્યો હતો.
Mar 12, 2026 08:59 am
મટિયાલા ફિશ માર્કેટ પાસે દુર્ઘટના બની, સેક્ટર ૩ ની ઝૂંપડપટ્ટી બળીને સંપુર્ણ ખાખ થઈ, શ્રમિકોની ઝૂંપડીઓ આગને કારણે રાખ થઈ.
Mar 12, 2026 08:33 am
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) એ કર્કવૃત્તના વૈજ્ઞાનિક મહત્વ વિશે જાગૃતિ અને સમજણ લાવવા અને વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંશોધકો અને સામાન્ય નાગરિકો માટે તેને એક મહત્વપૂર્ણ શૈક્ષણિક અને સંશોધન બિંદુ તરીકે વિકસાવવાના ઉદ્દેશ્ય સાથે ટ્રોપિક ઓફ કેન્સર (TOC) સાયન્સ પાર્ક વિકસાવ્યો છે.
Mar 12, 2026 08:31 am
સાબરકાંઠા જિલ્લાના વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ પ્રસંગે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરકાંઠાના સલાલ ખાતે ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્કનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્કની મુલાકાત લઇ પાર્કના ભૌગોલિક અને ખગોળશાસ્ત્રીય મહત્વ વિશે જાણકારી મેળવીને વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો.
Mar 12, 2026 08:22 am
3.1ની તીવ્રતાનો આંચકો નોંધાયો, સવારે 3 વાગ્યે નોંધાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેન્દ્રબિંદુ મહુવાથી 23 કિમી દૂર.
Mar 12, 2026 08:11 am
વડોદરામાં લગ્ન પ્રસંગમાં આવેલા 2 ડોકટર અને એક ઈજનેર પીધેલી હાલતમાં છે અને ત્રણેય મૂળ અમદાવાદના રહેવાસી છે, ઈજનેર પરાગ ચૌહાણ, ડો. અંકુર ચૌહાણ, ડો. ધૈર્ય આચાર્યની ધરપકડ કરવામાં આવી છે, સમા સાવલી રોડ પર આ ઘટના બની હોવાની વાત સામે આવી છે અને ડોકટરે અન્ય કારને ટક્કર પણ મારી હોવાની વાત સામે આવી છે. જે કારને ટક્કર મારી હતી તે કારના ચાલકે પોલીસ કંટ્રોલમાં ફોન કરીને પોલીસને બોલાવ્યા હતા.
Mar 12, 2026 08:11 am
અમદાવાદથી વડોદરા લગ્ન પ્રસગે આવેલા 2 ડોકટર અને 1 ઈજનેરે પોલીસ સાથે માથાકૂટ કરી હતી અને નશો કરીને માથાકૂટ કરી હોવાની વાત સામે આવી છે, તો મામલો રોડ પર એટલો બિચકયો કે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા, અને તબીબ રોડ પર માથાકૂટ કરી પોલીસને પણ ગાળો બોલી રહ્યાં હોવાનો આક્ષેપ લાગ્યો છે, આ મામલે પોલીસે ફરિયાદ નોંધી છે અને જેલના હવાલે કર્યા છે.
Mar 12, 2026 08:10 am
વડોદરામાં લગ્નમાં આવેલા 2 ડોકટર અને 1 ઈજનેર પીધેલી હાલતમાં ઝડપાયા છે, અને પોલીસ સાથે માથાકૂટ કરતા વીડિયો વાયરલ થયો છે, આ મામલે પોલીસે ફરિયાદ નોંધી છે. વડોદરામાં બે તબીબ અને ઇજનેર નશામાં ઝડપાયા છે અને સમા સાવલી રોડ પર કારને ટક્કર મારતા બબાલ થઈ હોવાની વાત સામે આવી છે, અમદાવાદના બે તબીબ, ઇજનેર ઝડપાયા છે, ત્રણેય લોકો વડોદરા ખાતે લગ્નમાં આવ્યા હતા અને તબીબ અને ઇજનેરે પોલીસને અપશબ્દો કહ્યા હતા જેને લઈ બબાલ થઈ હતી.
Mar 12, 2026 07:49 am
આ અંગે વિગતો આપતા મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં સારા વરસાદના પરિણામે રાજ્યના મુખ્ય જળાશયોમાં હાલની સ્થિતિએ કુલ ૬.૪૬ લાખ MCFT એટલે કે, ૭૨ ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પાણીનો જથ્થો ૪.૧૫ ટકા વધારે એટલે કે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ગુજરાત જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં જ હાલની સ્થિતિએ ૭૪ ટકાથી વધુ એટલે કે ૨.૪૭ લાખ MCFT પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. રાજ્યમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં ૨.૩૪ લાખથી વધુ MCFT પાણીનો જથ્થો જળાશયોમાં ઉપલબ્ધ છે. આ સિવાય મધ્ય ગુજરાતમાં ૬૫,૧૭૯ MCFT, ઉત્તર ગુજરાતમાં ૪૧,૮૪૨ MCFT, સૌરાષ્ટ્રમાં ૫૩,૬૨૧ અને કચ્છ વિસ્તારમાં ૪,૩૯૨ MCFT પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
Mar 12, 2026 07:49 am
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ઉનાળાની સિઝનમાં રાજ્યના પ્રત્યેક નાગરિકને પીવાનું અને ખેડૂતોને સિંચાઈ માટેનું પૂરતું પાણી ઉપલબ્ધ થઈ શકે તે માટે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના જળાશયોમાં ઉપલબ્ધ પાણીના જથ્થાની માહિતી મેળવી હતી.
Mar 12, 2026 07:48 am
ઉનાળામાં ગુજરાતના નાગરિકોને પીવાનું અને સિંચાઈ માટેનું પાણી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારનું આગોતરું આયોજન છે. રાજ્યના મુખ્ય જળાશયોમાં હાલની સ્થિતિએ કુલ ૬.૪૬ લાખ MCFT એટલે કે, ૭૨ ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ: પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી.
Mar 12, 2026 07:36 am
આ સમગ્ર ઘટનામાં શિક્ષકે રૂપિયા આપાવાની ના પાડતા એક યુવતીએ તેમનો વીડિયો ઉતાર્યો હતો અને રૂપિયાની માગણી કરી હતી, જમીન બતાવવાના બહાને હોટલમાં બોલાવ્યા અને રૂપિયા પડાવી લીધા હતા, તો પહેલા યુવતીઓએ 85 લાખ રૂપિયા માંગ્યા અને રકઝકના અંતે શિક્ષકે 12 લાખ રૂપિયા આપ્યા હોવાની વાત સામે આવી છે.
Mar 12, 2026 07:36 am
તો આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો શિક્ષકને 3 યુવતીએ બોલાવ્યા હતા હોટલમાં બોલાવ્યા હતા અને શિક્ષકનું અપહરણ કરી 12 લાખ પડાવ્યાનો આરોપ લાગ્યો છે, તો શિક્ષક પાસે મરજી વિરુદ્ધ સબંધ બાંધી રૂપિયા પડાવ્યા હોવાની વાત સામે આવી છે, સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યુવતીઓ પાસેથી હજી રૂપિયા રિકવર કરવામાં આવ્યા નથી, અને યુવતીઓએ અન્ય કોની સાથે આવી રીતે રૂપિયા પડાવ્યા છે તે દિશામાં તપાસ ચાલુ છે.
Mar 12, 2026 07:36 am
રાજકોટમાં નિવૃત શિક્ષક પાસે ગાંધીનગરની 3 યુવતીએ બળજબરીથી રૂપિયા પડાવી લેતા ફરિયાદ નોંધાઈ છે, રાજકોટ એ ડિવિઝન પોલીસ મથકે આ ફરિયાદ નોંધાઈ હોવાની વાત સામે આવી છે. રાજકોટમાં મરજી વિરુદ્ધ સંબંધ બાંધી શિક્ષક પાસે રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે અને નિવૃત શિક્ષક બટુકભાઈ પટેલે નોંધાવી ફરિયાદ, ગાંધીનગરની ત્રણ યુવતી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જમીન બતાવવાના બહાને હોટલના રૂમમાં બોલાવ્યા હોવાની વાત છે.
Mar 12, 2026 07:23 am
છેલ્લા 3 વર્ષથી મિલકત વેરો ન ભરનારા સામે આકરું વલણ, આખો દિવસ વેરા વસુલાત માટે કડક કોમ્બિંગ, 7000થી વધુ પ્રોપર્ટીનો 3 થી 4 કરોડનો વેરો બાકી, વારંવારની નોટિસ છતા વેરો ન ભરતા પ્રોપર્ટી સીલ, સાંજ સુધીમાં 10થી વધુ કોમર્શિયલ પ્રોપર્ટી સીલ.
Mar 12, 2026 07:21 am
કારે રિક્ષાને હડફેટે લેતા ચાર લોકો ઇજાગ્રસ્ત, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા, મોરબી પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી.
Mar 12, 2026 07:06 am
જહાજને કઈ હદે નુકસાન પહોંચ્યું છે તે તત્કાળ જાળી તામું નથી. જહાજ પર હુમલા માટે ઉપયોગમાં લેવાયેલા હથિયાર અંચે પણ સત્તાવાર રીતે હજુ સુધી કંઈ જાણવા મળ્યું નથી. ઉલ્લેખનીય છે કે હોમુંઝની ખાડી સમગ્ર વિશ્વ માટે એક મુખ્ય દરિયાઈ કોરિડોર છે. જ્યાંથી વૈશ્વિક ઊજર્જા પુરવકાનો નોંધપાત્ર હિસ્સો પસાર થાય છે. ઓમાનના મંદર પર એક મોટો હુમલો થયો છે. ઈરાને બુધવારે સલાયાહ અંદર પર ડ્રોન છોડયા હતા. ઓછામાં ઓછા ત્રણ ઓઈ બે ટેન્ડમાં આગ લાગી હતી. જેમાં લાખો લિટર ફૂડ ઓઈલ બળી થવું છે. સુમળા ખાદ હૂડ ઓઈલ ટેન્ડરમાંથી કાળા ધુમાડાના ગોટેગોશ ગીકળ્યા હતા. હુમલા બાદ સાબાર બંદર ખાલી કરાવવામાં આવ્યું છે. ઓમાનના દહિલપૂર્વ છે.
Mar 12, 2026 07:06 am
જે ખલીકા બંદરેથી ઉપડીને કંડલા જઈ રહ્યું હતું ત્યારે હોમુંઝની ખાડી પાર કરતી વખાતે તેના પર હુમવો થશે. હુમલાના કારણોની તપાસ જારી છે. રોવલ માઈ નેવી દ્વારા જારી કરાયેલી તસવીરોમાં જવાજ પરથી પુમાડાના ગોટેગોટા નીકળતા દેખાઈ રહ્યા હતા. હુમલા બાદ જહાજના એન્જિન રૂમ અને પાછલા ભાગમાં પ્રચંડ વિસ્ફોટ સાથે આગ લાગી હતી. જેને બાદમાં બુઝવી લેવાઇ હતી. ઓમાનના કાંઠેથી લગભગ ૧૧ દરિયાઇ માઇલ ઉત્તરે આ હુમલો થયો હતો. યુનાઇટેડ કિંગ્ડમ મેરિટાઇમ ટ્રેડ ખોપરેશ-સે પણ સુમવાની પુષ્ટિ કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 'મયૂરી નારી' જહાજ પર હુમલા બાદ ઓમાની નેવીએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને જમાજ પરના ૨૦ ફૂ પેમ્બરને બચાવી લીધા હતા જયારે બાકીના ત્રણ કૂ મેમ્બર લાપતા છે.
Mar 12, 2026 07:05 am
ઈરાને બુધવારે નોમુંઝની ખાડીમાં થાઈલેનના એક માલવાહક જહાજ નિશાન બનાવી હુમલો કરતાં જહાજને ભારે નુકસાન થયું છે. યુએઈના ખલીકા બંદરેથી ઉપડેલું આ જહાજ ગુજરાતના કેટલા બંદરે આવી રહ્યું હતું. હુમલા સમયે જહાજ પર કુલ ૨૩ ફૂ મેમ્બર હતા, જેમાંથી ૨૦ને બચાવી લેવાયા છે જ્યારે ત્રતા મેમ્બર હજુ લાપતા છે. રોયલ થાઈ નેવીએ હુમલા અંગે નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે હુમલાનો શિકાર બનેલું મયુરી નારી" જકાજ પાઇલે-:ની કંપની પેસિયસ શિપિંગ પીસીએલનું મોટું માલવાહક જહાજ છે.
Mar 12, 2026 07:05 am
ગુજરાત આવી રહેલા થાઇ શિપ પર ઇરાને હુમલો કર્યો છે અને કંડલા બંદરે આવી રહ્યું હતું ‘મયૂરી નારી’ કાર્ગોશિપ અને 20 ક્રૂ મેમ્બરને બચાવી લેવાયા, 3 ક્રૂ હજી લાપતા છે. થાઇ કંપની પ્રેસિયસ શિપિંગનું કાર્ગો જહાજ હતું અને ઓમાનના દરિયાકાંઠેથી 11 માઇલ ઉત્તરે હુમલો કરવામાં આવ્યો છે, કાર્ગો શિપ પર હુમલા અંગે MEAનું નિવેદન સામે આવ્યું છે, ભારતે હુમલાની ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે અને સંઘર્ષમાં કોમર્શિયલ શિપિંગને નિશાન ન બનાવો. અમેરિકા અને ઈરાય વચ્ચેના યુદ્ધના ૧૨મા દિવશે હોમુંઝની ખાડી યુવનું એપિસેતર બની ગઈ છે.
Mar 12, 2026 06:52 am
માર્ચ મહિનામાં પરંતુ સામાન્ય કરતાં સાત ડિગ્રી વધુ તાપમાન નોંધાઈ રહ્યુ છે અને આકરા ઉનાળાનો લોકો અનુભવ કરી રહ્યા છે. હજુ તો ઉનાળાની શરૂઆત જ છે અને યલો તેમજ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહયા છે. ત્યારે એપ્રિલ અને મે મહિનામાં કેવી સ્થિતિ સર્જાશે તેની ચિંતા લોકોમાં પ્રસરી છે. હાલ વધેલી ગરમીને પગલે બપોરના સમયે માર્ગો સુમસામ જોવા મળી રહયા છે. બીજી તરફ ઠંડા-પીણાના સ્ટોલ ઉપર લોકોની ભીડ વધવા લાગી છે. દિવસભર આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જેમાં સૌથી વધુ બપોરના સમયે સૂર્ય નારાયણ તપતાં તોબાહ પોકારતી આકરી ગરમી પડી રહી છે.
Mar 12, 2026 06:52 am
ઉત્તર ગુજરાતમાં પણ મોટાભાગના વિસ્તારોમાં દિવસનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે. સોમવારે બનાસકાંઠાના ડીસામાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ હતું. જ્યારે મંગળવારે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ હતું. સતત બીજા દિવસે પારો 41 ડિગ્રી રહ્યો હતો. મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં પણ ગરમી વધી હતી. હજુ આગામી દિવસોમાં પણ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવેલ હોય લોકોને આકરી ગરમી સહન કરવી પડશે.
Mar 12, 2026 06:51 am
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો વલ્લભ વિદ્યાનગરમાં 42.3 ડિગ્રી, અમદાવાદમાં 41.4, ગાંધીનગરમાં 40.7 ડિગ્રી, ડીસામાં 40.7, વડોદરામાં 41.6 ડિગ્રી તાપમાન, સુરતમાં 41 ડીગ્રી, અમરેલીમાં 40.9 ડિગ્રી, પોરબંદરમાં 40.2 ડિગ્રી, વેરાવળમાં 40.7 ડિગ્રી, રાજકોટમાં 41 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Mar 12, 2026 06:51 am
અમદાવાદ,ગાંધીનગર,વડોદરા, મહેસાણા,સાબરકાંઠા, આણંદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તેમજ દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ પવન ફૂંકાશે તેવી પણ આગાહી કરવામાં આવી છે, બીજી તરફ માર્ચમાં મહિનામાં રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઇ છે અને માર્ચ મહિનાની ગરમીએ રેકોર્ડ તોડ્યો છે, દિવમાં 100 વર્ષ જૂનો ગરમીનો રેકોર્ડ તૂટયો છે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.
Mar 12, 2026 06:51 am
ગરમીને લઇ હવામાન વિભાગની આગાહી સામે આવી છે અને રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગે 3 દિવસ હિટવેવની આગાહી ગુજરાત માટે કરી છે જેમાં રાત્રે પણ ગરમી સહન કરવી પડશે અને સુરેન્દ્રનગર, રાજકોટમાં રેડ એલર્ટ અપાયું છે, ગુજરાતમાં વોર્મ નાઇટની રાત્રે અસર રહેશે અને પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી, ગીર સોમનાથ, કચ્છ, દીવ, બનાસકાંઠા, પાટણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
Mar 12, 2026 06:37 am
ઓછામાં ઓછા 3 ઓઇલ ટેન્કરમાં આગ લાગી, ઇરાને સલાલાહ બંદર પર ડ્રોનથી હુમલો કર્યો, ટેન્કરમાંથી કાળા ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા, લાખો લીટર ક્રૂ઼ડ ઓઇલ બળી ગયું.
Mar 12, 2026 06:37 am
ઘઉં અને ચોખાના રેકોર્ડ ઉત્પાદનની તૈયારી, ખરીફ ચોખાનું ઉત્પાદન 1,239 લાખ મેટ્રિક ટન થશે, રવી સીઝનમાં ઘઉંનું ઉત્પાદન 1201 લાખ મેટ્રિક ટન થશે, તુવેર 34.55 લાખ મેટ્રિક ટન, ચણા 117.92 લાખ મે.ટન, મસૂર 17.33 લાખ મેટ્રિક ટનનું ઉત્પાદન થવાની ધારણા.
Mar 12, 2026 06:36 am
ઇરાનને ખાડી દેશો પર હુમલા રોકવાની માગ કરાઇ
પ્રસ્તાવમાં બહેરીન, કુવૈત, ઓમાન પર હુમલાની નિંદા
UAE, જોર્ડન પર કરવામાં આવેલા હુમલાની નિંદા
પ્રસ્તાવ 13 વોટના સમર્થનથી પસાર થયો
રશિયા અને ચીને મતદાનમાં ભાગ ન લીધો
ઇરાનના રાજદૂતે UNSCના પ્રસ્તાવની ટીકા કરી
UNમાં ઇરાનના રાજદૂત અમીર ઇરાવાનીએ કરી નિંદા
યુદ્ધ ભડકાવવામાં યુએસ, ઇઝરાયેલની પણ ભૂમિકઃ ઇરાન
જંગની શરૂઆત યુએસ, ઇઝરાયેલના હુમલા બાદ થઇ
Mar 12, 2026 06:36 am
ઇરાન સાથેના યુદ્ધમાં અમારો વિજય થયોઃ ટ્રમ્પ
અમે ઇરાનની સેનાને ભારે નુકસાન પહોંચાડ્યુંઃ ટ્રમ્પ
હોર્મૂઝમાં માઇન્સ પાથરનારા ઇરાની જહાજોનો નષ્ટ કર્યા
ઇરાનના સૈન્ય માળખાને તબાહ કરી નાંખ્યુંઃ ટ્રમ્પ
ઇરાનની નેતૃત્વ ક્ષમતા નબળી પડીઃ ટ્રમ્પ
ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો થશેઃ ટ્રમ્પ
Mar 12, 2026 06:36 am
ફારુક અબ્દુલ્લા પર ફાયરિંગનો પ્રયાસ, જમ્મૂની હોટલ રોયલ પાર્કમાં ફાયરિંગ, ફાયરિંગમાં ફારુક અબ્દુલ્લાનો આબાદ બચાવ, ડેપ્યુટી CM સુરેન્દ્ર ચૌધરી પણ હતા ઉપસ્થિત, ફારુક અબ્દુલ્લા, ડેપ્યુટી CM બન્ને સુરક્ષિત, ફાયરિંગ કરનાર કમલસિંગ, જામવાલની ધરપકડ, આરોપી 20 વર્ષથી ફારુક અબ્દુલ્લાને મારવા માંગતો હતો, નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ છે ફારુક અબ્દુલ્લા, ફાયરિંગને લઇને CM ઓમર અબ્દુલ્લાએ ઉઠાવ્યા સવાલ, આરોપી આટલો નજીક કેવીરીતે પહોંચી ગયોઃ ઓમર.

Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ

Dabhoi: ડભોઇ સેવા સદન પાસે જ રોડ પર ખાડાથી હાલાકી

Panchmahal: બોડેલી સેવાસદન ખાતે જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરાયું

Dabhoi: ડભોઈના બજારોમાં પ્લાસ્ટિકની તાડપત્રી ખરીદવા ઘરાકી નીકળી

Vadodara: વાઘોડિયાના વિકાસપથ પર તૂટેલી રેલિંગ વાહન ચાલકો માટે જોખમી

દીવાનો ધર્મ છે બધાને પ્રકાશ આપવાનો

માયામાંથી મોહ વગેરે અનર્થો પેદા થાય છે

મને વિદ્યા આપો તો તમારું કામ કરી આપું

મૈસૂરનું દૈવી અને સાંસ્કૃતિક ગૌરવ શ્રી ચામુંડેશ્વરી દેવીનું મંદિર

કર્મના સોફ્ટવેરને સમજવું

દીવાનો ધર્મ છે બધાને પ્રકાશ આપવાનો