જંબુસર : આમોદના ડૉ.બિલાલ એહમદ ખત્રીએ ફિલિપાઈન્સમાં MBBSની ડિગ્રી પ્રાપ્ત કરી છે, તેમની આ સિદ્ધિથી પરિવારજનો, ખત્રી સમાજ તેમજ આમોદના લોકોમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી હતી. છેલ્લા ત્રણ વર્ષથી પોતાના વતન, પરિવાર અને સ્વજનોથી દૂર રહી ફિલિપાઈન્સમાં અભ્યાસ કરી ડૉ.બિલાલ એહમદે તબીબી શિક્ષણ પૂર્ણ કર્યું હતું. અનેક પડકારો વચ્ચે મહેનત અને ધીરજ સાથે અભ્યાસ પૂર્ણ કરી આજે ડોક્ટરની ડિગ્રી હાંસલ કરી તેમણે પોતાના પરિવાર સાથે સમગ્ર સમાજ અને આમોદ ગામનું નામ રોશન કર્યું હતું. તેઓને પરિવારજનો, સગા-સંબંધીઓ, ખત્રી સમાજના આગેવાનો તેમજ નગરના લોકોએ અભિનંદન પાઠવ્યા હતાં.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો