જંબુસર : સુરક્ષા સેતુ સોસાયટી, ભરૂચ તથા જંબુસર પોલીસ દ્વારા સંચાલિત સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ (એસ.પી.સી.) યુનિટ અંતર્ગત જંબુસરની એચ.એસ. શાહ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાતાં હથિયારોનું વિશેષ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. વિભાગીય પોલીસ અધિક્ષકની કચેરીના પ્રાંગણમાં યોજાયેલા આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓને પોલીસની કામગીરી, સુરક્ષા વ્યવસ્થામાં ઉપયોગમાં લેવાતાં સાધનો અંગે પ્રાથમિક જાણકારી આપવાનો હતો.જંબુસર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પી.જે. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એસ. પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો