સમગ્ર હાલારમાં મગફળીના પાકનું વિપુલ ઉત્પાદન થયું છે. ત્યારે જામનગર યાર્ડમાં આજે મગફળીની ઐતિહાસિક આવક નોંધાઈ છે. જામનગર યાર્ડમાં 417 વાહનો સાથે 32 હજાર મગફળીની ગુણીની આવક નોંધાતા ચાલુ સીઝનમાં યાર્ડમાં મોટી આવક નોંધાઈ છે. જેના કારણે જામનગરના હાપા યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં મગફળી જ દેખાઈ રહી છે.
આજે સપ્તાહના પ્રથમ દિવસે 417 વાહનમાં મગફળીનો જથ્થો ભરીને ખેડૂતો વેંચાણ માટે આવ્યા
સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસનું વાવેતર ખાસ કરીને વિપુલ પ્રમાણમાં થાય છે. ત્યારે આજે ચાલુ સીઝનમાં પ્રથમવાર મગફળીની આવક વિપુલ પ્રમાણમાં નોંધાઈ છે. આજે સપ્તાહના પ્રથમ દિવસે 417 વાહનમાં મગફળીનો જથ્થો ભરીને ખેડૂતો વેંચાણ માટે આવ્યા હતાં અને હરાજીની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે.













