શૌર્ય અને શિસ્તના પ્રતીક સમાન જામનગરની પ્રખ્યાત સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે તાજેતરમાં શૈક્ષણિક વર્ષ 2025-26 માટેની 'ઇન્ટર હાઉસ ઓબ્સ્ટેકલ (અવરોધ) સ્પર્ધા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા માત્ર એક રમત નથી, પરંતુ ભાવિ લશ્કરી અધિકારીઓના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવતી કઠિન કસોટી છે.
જામનગરની પ્રખ્યાત સૈનિક સ્કૂલ બાલાચડી
આ સ્પર્ધાનો મુખ્ય હેતુ કેડેટ્સમાં શારીરિક સહનશક્તિ, માનસિક મક્કમતા, હિંમત અને ટીમવર્કની ભાવના કેળવવાનો હતો. સ્પર્ધામાં શાળાના પાંચ સિનિયર હાઉસના ધોરણ 9 થી 11ના કેડેટ્સે પૂરા ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ મેદાનમાં કેડેટ્સે તેમની તાલીમ દરમિયાન મેળવેલી કુશળતાનું પ્રદર્શન કર્યું હતું.
પડકારજનક અવરોધો
કેડેટ્સ માટે તૈયાર કરવામાં આવેલો ઓબ્સ્ટેકલ કોર્સ અત્યંત પડકારજનક હતો. જેમાં તેમણે નીચે મુજબના વિવિધ અવરોધો પાર કરવાના હતા.સ્ટ્રેટ બેલેન્સ અને ઝિગ-ઝેગ બેલેન્સ. ગેટ વોલ્ટ, એલ્બો લિફ્ટ અને 8 ફીટ ઊંચી દીવાલ (Eight Feet Wall). બર્મા બ્રિજ, મંકી રોપ, વર્ટિકલ રોપ અને સ્ક્રેમ્બલ નેટ. ડબલ ડિચ, ક્રોલ અને રેમ્પ.તમામ કેડેટ્સે તેમની કઠોર તાલીમ અને શિસ્તને પ્રતિબિંબિત કરતા આ અવરોધોને અત્યંત ઝડપ અને ચોકસાઈથી પાર કર્યા હતા.
વિજેતાઓનું ગૌરવ
સમગ્ર સ્પર્ધામાં ભારે રસાકસી જોવા મળી હતી. અંતે, શિવાજી હાઉસે અદભૂત દેખાવ કરતા માત્ર 17 મિનિટ અને 04 સેકન્ડમાં સમગ્ર કોર્સ પૂર્ણ કરીને વિજેતા ટ્રોફી પોતાના નામે કરી હતી. શિવાજી હાઉસના કેડેટ્સે શાનદાર ટીમવર્કનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ સ્પર્ધામાં આંગ્રે હાઉસ રનર્સ-અપ રહ્યું હતું.
આ પણ વાંચો: કચ્છ મ્યુઝિયમ ખાતે ધાની માટી પોટરી વર્કશોપનું આયોજન, પરંપરાગત કલાનો જીવંત અનુભવ