જામનગરના આણંદબાવા આશ્રામ પાસે રહેતા રિક્ષા ચાલકે ઝેરી દવા ગટગટાવી જીવનલીલા સંકેલી લીધી છે. આર્થિક કટોકટીને કારણે બુલેટ ગાડીની માંગ કરતા પુત્ર સાથે અવારનવાર ડખ્ખો થતો હતો. અંતે કંટાળી જઈ પિતાએ અંતિમ પગલું ભરી લેતા પરિવારજનોમાં અરેરાટી મચી ગઇ છે.


શહેરના પંચેશ્વર ટાવર નજીક આવેલ આણંદ બાબા આશ્રામ પાસે રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતા 57 વર્ષીય નિલેશભાઇ બચુભાઇ સુચકે મોત વ્હાલું કરી લીધું છે. નિલેશભાઇના દીકરા ધવલને બુલેટ લેવુ હોવાથી તે અવારનવાર નિલેશભાઈ પાસે પૈસા માંગતા હતા. પરંતુ નિલેશભાઈની આર્થીક સ્થીતી ખરાબ હોવાથી બુલેટ લેવાની ના પાડી હતી. જે મામલે નિલેશભાઈ અને તેના દીકરા ધવલ વચ્ચે અવારનવાર ઝગડો થતો હતો.

અંતે માથાકૂટને લઈ મનમા લાગી આવતા આવતા નિલેશભાઈએ ગઈકાલે તા. 27 ના રોજ બપોરના પોતાની જાતે માકડ મારવાની ઝેરી દવા પી લીધી હતી. જે મામલે પરિવારજનાને જાણ થતા તાત્કાલિક બેભાન અવસ્થામાં જામનગરની જી.જી. હોસ્પીટલમા સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર કારગત ન નિવડતા નિલેશભાઈએ હોસ્પિટલ બીછાને આખરી શ્વાસ લીધા હતા.સમગ્ર બનાવ મામલે મૃતક નિલેશભાઈની પુત્રીએ સીટી એ. ડિવિઝન પોલીસમાં જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: