જામનગરમાં ખંભાળિયા રોડ ઉપર આવેલા અંધાશ્રમ ફાટક પાસે શનિવારે મોડી સાંજે ઓખાથી અમદાવાદ જઈ રહેલી વંદે ભારત ટ્રેન હડફેટે બે વ્યક્તિઓના અંધાશ્રમ ફાટક પાસે ટ્રેનની અડફેટે બે વ્યક્તિના કરૂણ મોત થતાં અરેરાટીજનક દ્રષ્યો સર્જાયા હતા. જોકે, અકસ્માતને કારણે ટ્રેન 11 મીનીટ જ મોડી થઈ હોવાનું રેલ તંત્ર જણાવે છે.

જામનગર શહેરના અંધાશ્રમ ફાટક ઉપર ઓવર બ્રીજ બની ગયો હોવાથી ચાર વર્ષથી આ ફાટક રદ કરાયું છે. તેથી નજીકના મોટાભાગના સ્લમ વિસ્તારોના લોકો પાટા ટપીને આવર-જવર કરતા હોવાનું સામાન્ય છે. તેવામાં શનિવારે તા. 10 ની સાંજે બે વ્યક્તિઓ ટ્રેન હડફેટે આવી જતાં સ્થળ ઉપર જ મોતને ભેટયા હતા. મૃતદેહોની હાલત કંપારીજનક હતી. એક વ્યક્તિના બે ટુકડા થઈ ગયા હતા

સીટી સી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે ઘટના સ્થળે જઈ પંચનામુ કરી લાશનો કબજો સંભાળીને આગળની કાર્યવાહી કરી હતી.

પ્રાથમિક વિગતો મુજબ મૃતકોની ઓળખ રમેશભાઈ હાજાભાઈ ચૌહાણ (ઉં. વ. આશરે 54, રહે. લક્ષ્મીનગર સોસાયટી, અંધાશ્રમ નજીક)

તેમજ બીજા વ્યક્તિનું નામ સોનુકુમાર અંબિકાકુમાર (ઉં.વ. 32, મૂળ રહે. ગુવાહાટી, આસામ, હાલ જામનગર) તરીકે થઈ છે. અત્રે ઉલ્લેખ નીય છે કે આ વિસ્તારના પટ્ટામાં આ અગાઉ પણ ટ્રેન હડફેટે મૃત્યુના બનાવો નોંધાયા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો